________________
લેખનો ,
તે તો માત્ર અનુભૂતિજન્ય છે. ગંગેના ગુડ ખાય લેકિન કહ શકતા નહીં એવો ન્યાય સમજાય છે.
લેખનો આરંભ જોઈએ તો પરંપરાગત શૈલીનો છે. સરસતી વરસતી ભગવતી, સદ્ગુરૂ તણે સંયોગ વિરહિણી નારી તણી વિહા દોહલી નાથ વિયોગ ( પત્ર શૈલીને અનુરૂપ રચના કરતાં કવિ જણાવે છે કે સ્વસ્તિ શ્રી સુખસંપદ દાય૩, શ્રી જિનવર નમું પાય, વાલેસર આદેસર આજે જે જિનવર પ્રણમ્યા બહુ સુખ ઠાણ વાલેસર.
TRI વિરહિણી લેખ છે તેવો ઉલ્લેખ કરતાં પંક્તિ જોઈએ તો લેખ લખું હેવાલમ, તુમ તણા મનમાં આણી ઉચ્છાહ વાલેસર, લેખ લખું રે પ્રીઉજી મનરૂલી પ્રીતમ આવેજી હાય, વાલેસર.
આદિનાથ “આદે' શબ્દ પ્રયોગ દ્વારા બાકીના ૨૩ તીર્થકરોનું સ્મરણ કરવામાં આવ્યું છે. ગ્રંથ રચનામાં ઈષ્ટદેવ અને ગુરૂની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે. અહીં કવિએ ૨૪ તીર્થકરોના ૧૪પર ગણધરોનો ઉલ્લેખ કર્યો છે. અન્ય કૃતિઓમાં તે ભાગ્યે જ જોવા મળે છે. કવિના શબ્દોમાં આ માહિતી જોઈએ તો આદે વલી ગણધરા ચઉદસ્ય બાવન વાલેસર તે પ્રણમીને મન સુધે સાહિબા, લેખ લખું ધરી મન. Tall
આ લેખમાં ભૌતિક જીવનની વિરહ વેદનાની અભિવ્યક્તિ થઈ છે પણ વાસ્તવિક રીતે તો તીર્થંકરના વિરહનું સૂચન કરે છે એટલે ભક્તિ શૃંગારને અનુલક્ષીને વિરહ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રભુ સ્વામી છે અને ભક્ત સ્ત્રીસહજ કોમળ હૃદયની લાગણીઓ વ્યક્ત કરે છે. તેથી સમગ્ર લેખ ભક્તિ પ્રધાન રચનાની સાથે કલાત્મક કાવ્યકૃતિ તરીકે સ્થાન પામે છે. અહીં વિપ્રલંભી શૃંગારનું ભાવવાહી
(૧૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org