________________
ચોમાસા દરમ્યાન વિદ્યાવિજયજીને ઉપાધ્યાય પદવી પ્રદાન કરવામાં આવી. સૂર્યથી દિવસે પ્રકાશ થાય અને વૃદ્ધિ પામે તેવી રીતે પૂ. આ. શ્રીનું ચાતુર્માસ દિનપ્રતિદિન સૂર્ય સમાન તેજસ્વી બન્યું છે. સૂરિમંત્રની આરાધના ૯૦ દિવસે પૂર્ણ થઈ પછી અતિ માન-સન્માન સાથે કવિએ જેસંગજી શબ્દ પ્રયોગ કર્યો છે તે વિજયસેનસૂરિના નામ સાથે સંબંધ ધરાવે છે. તેઓશ્રી જેસંગજી નામથી ઓળખાતા હતા. ગુરૂદેવનું મુખ નિહાળતાં હૈયું હરખે છે અને ગુરૂજીની સેવા કરવા સંઘ તત્પર બને છે. ભક્તિનો આ પ્રસંગ પણ ચિરંજીવ બન્યો છે. પૂ. આ. શ્રીના પ્રભાવથી દેશ વિદેશના લોકો વંદનાર્થે પધાર્યા હતા. કવિના શબ્દો છે કે દેશ દેશઈ વધામણી પ્રસરી દૂર ગામ રંગઈ સંઘ આવઈ ઘણા દિસ દિસથી તામ ભાવિ પટોધર. TI૧૩TI. પૂજઈ પ્રણમઈ તાવસિઉ કરઈ ઓચ્છવ સારા દિન દિન ગુરૂ મહિમા ઘણું હુઈ જય જયકાર. TI૧૪TI
ગુરૂ મહારાજની કૃપાથી સંઘમાં સર્વ લોકો કુશળ છે. તેના પ્રમાણરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. આહલાદઈજી ધર્મકાય સવિ હુઈ ભલાજી તુમ્હતનું એમ કુશળ તણા ઉર ધર્મ ધ્યાન વિશેષજી લેખજી દીજઈ નિજ સેવક ભણીજી. T૧૩||
ગુરૂ નામ સ્મરણ પાવનકારી છે તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે
અનુદિન સમરૂ હિઅડલઈ જેસંગજી તુજ નામ ડ પાપ તાપ સવિ ઉપસમેજી, સીજઈ વાંછિત કામ.
કવિ કલ્પનાના નમૂનારૂપ એક પંક્તિ જોઈએ તો નયરી –બાવતી ઈહાં અછઈજી અમરાપુરી અનુસાર કવિએ છે
T3TH
૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org