________________
ખંભાત નગરનું વર્ણન કરીને જેશંગજીએ વિનંતી સ્વીકારી પધા૨વા માટે સંમતિ આપી છે. દા.ત. :
પોઢાં મંદિર માલીયાજી, વાણિજ કઈ વ્યારીઆજી જિહાં નહીં ચોર સખાર, જિન પ્રાસાદ સોહામણાજી, ઉત્તુંગ અતિ અભિરામ ધૂમ શાલાચિત્ર કારણજી ભવિયણ જન વિશ્રામ. જેસંગજી. ।।૩।। ધનદ સમા ધનવંત વસઈજી, સુસનેહી બહુલોક ધરી ધરી, નારી પદ્મિની મુદિતા સદા ગત શોક – જેસંગજી.
-
||૪||
ખંભાતના શ્રાવકો સમિકત ધારી અને જિનવચનના રંગે રંગાયેલા છે. દાન કરવામાં ત૫૨, ગુરૂ ભક્તિમાં રસિક, ખંભાતનો દરિયો કરિયાણાના વેપા૨ની અવરજવરથી ગંભીરપણે ગાજે છે.
પ્રકૃતિનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે વાડી વન રળીયામણીજી પગ પગિ નિર્મલ નીર.
કદલીવન નાગવેલીનાજી મંડપ સોહઈ જાંહે
ચંદન ચંપક કેતકીજી મારગિ શીતલ છાંહિજી.
||૮||
કવિએ દૃષ્ટાંત અલંકારનો પ્રયોગ કરીને ગુરૂ પ્રત્યેનો અભૂતપૂર્વ સ્નેહપ્રગટ કર્યો છે.
કમલા સમરઈ કાન્હઈજી, સીતા સમરઈ રામ દમયંતી નલ રાયનઈજી, તિમ ભવિયણ તુમ્હનામ.
નાદઈ સુરનર મોહાયાજી, માન સરોવર હંસા, જેસંગજી જગ મોહિઉજી જિમ ગોપી હરિ વંસી.
||૧૧||
ગુરૂ પ્રત્યેના સ્નેહ વિશે અન્ય દૃષ્ટાંતો આપી જણાવે છે કે જેણે આંબા૨સ આપ્યો છે તે આકડો અને ધંતૂરો પસંદ કરે ખરા ? માતા, પિતા અને ભાઈ કરતાં પણ અધિક વહાલા ગુરૂજી છે. આવા ગુણાલંકાર યુક્ત ગુરૂનું કાગળમાં કેટલું લખી શકાય ? કવિના શબ્દોમાં આ વિગત જોઈએ તો
Jain Education International
૧૧૫
||૨૦||
For Private & Personal Use Only
www.jainelibrary.org