________________
દુહા અને ઢાળમાં વિભાજિત લેખનું વસ્તુ મધ્યકાલીન પરંપરાના કાવ્ય લક્ષણો ચરિતાર્થ કરે છે. આ સમયમાં ઢાળબદ્ધ વિવિધ કાવ્યપ્રકારો પ્રચલિત હતા. તદ્અનુસાર વસ્તુ વિભાજન કરીને વિજયસેન સૂરિના ચાતુર્માસની ઐતિહાસિક ઝાંખી કરાવી છે.
આરંભના દુહામાં ઈષ્ટદેવની સ્તુતિ, લેખ લખ્યાનો ઉલ્લેખ અને વસ્તુ નિર્દેશ થયો છે.
સ્વસ્તિશ્રી જિનવરણ તણી, પદપંકજ પ્રણમેવિ લેખ લખું સુહ ગુરૂ તણા, મનિ ધરી સરસતિ દેવી
11911
રાજસ્થાનના લાડુર નગરમાં પૂ. આ. શ્રીના ચાતુર્માસના વિષયને લેખમાં સ્થાન આપવામાં આવ્યું છે.
શ્રી વિજયસેન સૂસિસરૂ સંઘમાને પૂરઈ આશ, સયલ દેશ પાવન કરી, રહઈ ગુરૂ તિહાં ચઉમાસ.
||૪||
એકાગ્રતાપૂર્વક સૂરિમંત્રની આરાધનાનો ઉલ્લેખ કરીને આચાર્યપદની યોગ્યતા અને પ્રભાવના સંકેત મળે છે. ચાતુર્માસ અને ધર્મની મોસમ – વસંત ઋતુ છે. ચતુર્વિધ સંઘ પૂ. આ. શ્રીની નિશ્રામાં ઉલ્લાસપૂર્વક વિવિધ પ્રકારની આરાધના કરીને ધર્માભિમુખ બને છે. અહિંસા પરમોધર્મનું પાલન લોકો વ્યસન મુક્ત થયા, પ્રતિદિન સ્વામી વાત્સલ્યદાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો. અતિ આનંદોલ્લાસપૂર્વક ઘે૨ ઘેર મહોત્સવ થયા, તપશ્ચર્યાઓ થઈ. આવા અપૂર્વ ધર્મમય વાતાવરણમાં સૂરિમંત્રની આરાધના થઈ હતી. ધર્મમાં ચમત્કારનું તત્ત્વ રહેલું છે. સૂરિમંત્રની આરાધના અને સંઘમાંથી લોકોની આરાધનાના પ્રભાવથી યક્ષપ્રત્યક્ષ થયો કવિના શબ્દોમાં આ માહિતી જોઈએ તો
પ્રકટ રૂપ કરી આપ આપણું, આવી જક્ષરાય, નિશ્ચલ મન નિરખી કરઈ પ્રણમી ગુરૂ પાય ભાવિપટોધર. ।।૮।।
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org