________________
કરી હતી. નવ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરીને અત્યંત ટૂંકાગાળામાં ૧૫ વર્ષના દીક્ષા પર્યાય પછી આચાર્યપદથી વિભૂષિત થયા બાદ પદને ચરિતાર્થ કરી બતાવ્યું હતું. પૂ. શ્રીના પરિવારમાં ૧ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૧૫૦ પન્યાસ પદવાળા સાધુ, અને ૨૦૦૦ સાધુસાધ્વીનો સમાવેશ થાય છે. આ પરિવાર પણ એમની ઊંચી સંયમ પ્રતિભા અને જ્ઞાનના પ્રતીક સમાન છે.
પૂ. શ્રીએ ૬૭ વર્ષની ઉંમરે સં. ૧૬૭૨ના જેઠ વદ ૧૧ના રોજ સૂર્યોદય સમયે ખંભાત બંદરના મહંમદપુરા ગામમાં ચઉશરણાનો પાઠ કરી અન્ય આરાધના કરીને કાળધર્મ પામ્યા. પૂ. શ્રીના કાળધર્મ પછી એમના શિષ્ય વિદ્યાવિજયજીને આચાર્ય તરીકે આ. વિજયદેવસૂરિ નામાભિધાન કરીને સ્થાપન કરવામાં આવ્યા. પૂ. શ્રીના જીવનનો સંક્ષિપ્ત પરિચય વાચકવર્ગને શાસન પ્રભાવક આચાર્ય કેવા હોય તેનો પરિચય કરાવે તેમ છે. વિશેષ જિજ્ઞાસા માટે જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૪ પા. ૨૧૬ અને પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ ઢાળ ૪૭ અને સેનપ્રશસ્તિ કાવ્ય જેવા ગ્રંથો વાંચવા ભલામણ છે.
વિજયસેનસૂરિ લેખ મધ્યકાલીન લેખ સાહિત્યમાં ચાતુર્માસની આરાધનાનો લેખ મુનિ જયવિજયજીએ લખ્યો છે. લેખ રચનાનો સમય નિર્દેશ કરતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. સંવત સોલસ વખણે છપ્પન વર્ષે પ્રમાણ
ફાગણ નિરમલુંજી ચઉદિશિ દિન ભલુંજી. વર મઈ રચ્યું ઉદાર ભણી ગુણી જયવિજય કાર ' પ્રતિષ તિહાં લગઈજી, રવિ સસિ જિહાં લગઈજી. T૧૬IT
કવિ કલ્પના તો જુઓ? સૂર્ય, ચંદ્ર, તપે ત્યાં સુધી આ લેખ (E અમર રહેશે.
૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org