________________
જ્ઞાન, દર્શન, ચારિત્ર આ૨ાધતાને તું કારણ થજે, અચલ અક્ષય વીર્યવંત થજે, કોઈવાતે હર્ષ શોક કરીશ નહીં, સમભાવ તને સહાય થજો, તું પરમ શીલ પરમ શાંતિમાં અક્ષય અવિકારી રહેજે, સંસા૨ ભમતાં અનેક જીવોથી આપણે વિરુદ્ધ કરી કયે ન્યાયે સુખ થઈયે, માટે હવે પંચ મહાવ્રત અને પંચ સમિતિ, ત્રણ ગુહિ ચૈ ખટ્કાયનું રખોપું કરી સ્વપ૨ જીવથી અવિરુદ્ધ રહી શાશ્વતકારિત સ્વરજે.
જો કે ખટૂકાય રખોપું મહા દુષ્કર છે તો પણ આતિ આત્મયોગ આત્મ ભાવમાં રીંઝ કરી સ્થિર થાપી રહીયે તો સહેજે ખટ્યાયથી અવિરુદ્ધતા બની રહે. મન વચન કાયાનું મમત્વ અને ક્રિયા તજી પરમાત્મ ભાવમાં સ્થિરતા કરવાનો અનુભવ અભ્યાસ ક૨જે એટલે સહેજે સંસાર સમુદ્ર તરીશ, વળી ભવ્ય જીવોને તા૨ીશ. || દોહરો ||
સવિ પર દ્રવ્ય મમત તજી, તજી ત્રય યોગ વિલાસ જ્ઞાની જ્ઞાનાનંદમાં, કરજે થીર અભ્યાસ.
રિદ્ધિ સિદ્ધિ વરજે સદા, લહી આતમ અધિકાર સાર સકલ સહેજે લહી, તાર તાર નિજ તાર.
(૨)
સર્વે વાતનો સાર એકે પોતાની સત્તાભૂમિમાં અચલ, અડંગ, ધીર થઈ અનંત અણિવાલું ઝળહળતું જ્ઞાન ખડ્ગ મોહના મર્મસ્થાનમાં દાવ રાખી મારજે. તેથી મહો શત્રુ તરત અનંત ખંડોખંડ થઈ નાશ પામશે. તેની મૂઢતા નામે સ્ત્રી ટળવળતી શુક્રધ્યાન અગ્નિમાંહે પ્રલય પામશે. પછી તું ઝળહળ જ્ઞાન ઉદ્યોતમાં પોતાના અનંત ગુણ પર્યાયને દેખતો, જાણતો, પરમ રમ્ય સ્વરૂપમાં રમણ કરી સ્વભાવાચરણી થઈ ૫૨મ અચલ તીર્થ અવ્યાબાધ અનંતસુખી અનઅવગાહનાવંત અગુરૂલઘુવિલાસી આનંદપુરીમાં સદા આનંદમાં રહેજે.
Jain Education International
૧૦૭
(૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org