________________
વસ્તુને રહેવાનો આધાર છે તેમ સમકિત ઉત્તમ ગુણોને રાખવાને છે) માટે પરમ આધાર છે (૫) સમકિત એ શ્રુતજ્ઞાનનો અમૃત સમાન રસ અને શુદ્ધાત્મ સ્વભાવનો અનુભવ રૂપ રસ ભરી રાખવાનું ભોજન છે. (૬)
છ સ્થાનક : સમકિત દ્રઢ રહેવાનાં છ સ્થાનકો – જ્ઞાન દર્શન ઉપયોગવંત ચેતના છતો છે, તે કર્મવશે શુદ્ધાશુદ્ધ રૂપ થાય છે પણ ચેતનત્વપણે સદા છતો છે એવી દ્રઢ પ્રતીત પુદ્ગલ સાથે ક્ષીર નીર પેરે મિશ્રિત થયો છે તો પણ પોતે પોતાના વ્યાપ્ય વ્યાપક અભેદપણે અનેક પરવસ્તુથી ન્યારો અનુભવમાં આવે છે. (૧) સર્વે દ્રવ્ય ત્રિકાલે પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવપણે પરિણમી રહ્યા છે માટે પોતે નિત્ય છે, બાળકને સ્તન પાનાદિક બહુ વિધિ સંજ્ઞા (વાસના) પૂર્વભવ અનુભવ અનુસારે છે માટે આત્મા નિત્ય છે. (૨) પુદ્ગલમાંહે અહંપણારૂપ મિથ્યાભાવથી કર્મ વિશે પુદ્ગલ પરિણામનો કર્તા છે. જેમ કુંભાર દંડાદિ સંયોગ વડે ઘટાદિનો કર્તા છે તેમ ચેતના પોતે મિથ્યાત્વ, અવ્રત, યોગ, કષાય અને પ્રમાદ વડે કર્મ પરિણામનો કર્તા છે. નિશ્ચય નયે તો ચેતના પર કારણ વિના પોતાના શુદ્ધ સ્વભાવનો જ કર્તા છે. (૩) વ્યવહાર નયે પુણ્ય પાપનો ભોક્તા છે અને શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિ પોતાની શુદ્ધ સત્તાનો લોભી છે. (૪) નિર્વાણ પદ ચેતના પામી શકે છે, શરીર અને મનના અહંપણા વડે યાધિવ્યાધિ ઉપજે છે, તે શરીરાદિના અને મનના મમત્વના અભાવે શુદ્ધ પરમ પદની, અબાધિત અનંત સુખની પ્રાપ્તિ થાય છે. (૫) મોક્ષ સાધવા માટે ખકાયના દ્રવ્ય
ભાવ પ્રાણને ઓળખી તેનું રખોપું કરવું, તેને ન હણવું એટલે " જ્ઞાન અને સંયમ એ જ મોક્ષનો ઉપાય છે. (૬)
એ પ્રમાણે સમકિત દ્રઢ કરજે કે કદી પડવું પડે નહીં. ક્યારે હ) હું તાહારા નિર્મલ જ્ઞાનને જોઈ નિવૃત્તિમાં રહું!
૧૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org