________________
TI૧T |
TITI
શ્રી દોહરા ! સ્વસ્તિ શ્રી આતમ ધરમ, નૃગમદ લાહો સુવાસ; સહજ સ્વતંત્ર સમાધિયુત, પામો લીલ વિલાસ. ચિદાનંદ આનંદઘન, શુદ્ધનયે નિજરૂપ; લહી શાશ્વત સુખ અનુભવો, અખય અનંત અનુપ. II ચતુર ચેતના ચૂકમાં, શુદ્ધ નયે નિજરૂપ; ચેતનતા વિણ ઔર સબ, બાંગો અન્ય વિરૂપ. કરમ કરમ ફલ તજી રહો, સહજ ચેતના લીન; તુરિય અવસ્થા પામીને, રિદ્ધિ લહી નિજ પીન. ||૪|| મનથિર કરી શુદ્ધાત્મમેં, નરભવ સફલ કરંત; શુદ્ધ સાર જિન વચનનો, ખરો લહો શિવપંથ. TITI
સ્વસ્તિ શ્રી માનવપુરી મહાશુભસ્થાને જીવાજી ચેતના ચિરંજીવ, યોગ્યશ્રી સદ્ભાવ વસંતપુરીથી લી. મનસુખલાલ, હું ચાહું છું કે સકલ તીર્થકરોના અપાયાગમના અતિશય પસાથે તાહારા સકલ વિઘ્ન દૂર થાઓ. તેઓના વચનાતિશય પસાથે દ્વાદશાંગના ભાવની જાણ થા. તેઓના જ્ઞાનાતિશય પસાથે આપણા સકલ સંશય મટો. તેઓના પૂજાતિશય પસાયે તું પોતાના અવિચલ પૂજ્યપદને પામ. તેઓની તારક પરિણતિની કરુણા તાહારા સર્વ પ્રદેશે છાને સાતે ધાતુએ પરિણમો; તે સાથે મારી પણ તને એમજ આશિષ છે. તે પોતાના ચૈતન્ય લક્ષમ અસ્તિપણાને, નિત્યપણાને, શુદ્ધાશુદ્ધપણાને, શુદ્ધાશુદ્ધ ભોક્તાપણાને, અનંત આનંદમય પરમપદની પ્રાપ્તિને, તથા પરમપદ પ્રાપ્તિના ઉપાય સંયમ જ્ઞાનને, શુદ્ધ નયે પોતે નિજ અનુભવ જ્ઞાને જાણે.
વલી જિનોક્ત જીવાદિ નવ પદાર્થના ભાવને ચારે નિક્ષેપ હજી યથાર્થ જાણી સકલ વિકલ્પોના સમુદ્રને તર. આશ્રવ બંધ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org