SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ “તું શુદ્ધ ચેતના સત્તાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત સ્વતંત્ર છે એમ સમ્યક્ દર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગે નિર્વિઘ્નપણે ચાલ. - જૈન પત્ર સાહિત્યમાં આવા દાર્શનિક વિચારો ધરાવતી આ છે પત્રિકા પત્ર સાહિત્યની નમૂનેદાર રચના હોવાની સાથે અધ્યાત્મ માર્ગની વિચારધારાને પ્રસ્તુત કરતી વિશિષ્ટ કક્ષાની રચના છે. વિશેષ તો પત્રિકાનું અધ્યયન કરવાથી સાચો રાહ મળશે. ગદ્યપદ્ય મિશ્રણયુક્ત આ પત્રિકા મધ્યકાલીન સમયના ઉત્તરાર્ધની ઉત્તમ કૃતિ છે. આત્મબોધ પત્રિકા || માલિની વૃતમ્ | અતિશય અતિ મોટે, સર્વ આપત્તિ નાશે; વચન અતિશયેથી, સર્વને અર્થ જસે; સકલ ભરમ ભાગે, જ્ઞાન સિદ્ધિસ્વભાવે; પૂજનિય પદ પામે, પૂજ્ય પૂજા પ્રભાવે. પરમ ગુરૂ મુનીન્દ્ર, દિવ્ય વાણી ઉચ્ચારી; સુણિ ગણધર દેવ, દ્વાદશાંગે પ્રસારી; સકલ હરિત હારી, સર્વ કલ્યાણકારી; કુમતિ સકલ કાપી, શાંતિ દે નિર્વિકારી. બપ્પય બંદ મહાવીર જિનરાજ, અનંત ચતુષ્ટય ધારી; નયનિક્ષેપ પ્રમાણ, સીય પદ યુત અધિકારી; સુદ્ધપ્રરૂપ્યા અર્થ, જ્ઞાન સંયમના કારણ; છે ખચિત જેહથી થાય, કર્મ અરિ અષ્ટ નિવારણ; લાલ તેનો લહી વિનિત જન, નિજ ભાવે જે થિર રહે; લહિ લબ્ધિ પંચ નિજ શિવપુરે, સાદિ અનંત સુખ લહે. -- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy