________________
૭ge
પત્રિકાનો આરંભ દુહાથી થયો છે પછી છપાયમાં દરેક પદની , પ્રથમ પંક્તિનો પહેલો અક્ષર ધ્યાનમાં લેતાં કવિનું નામ મનસુખલાલ જાણવા મળે છે. છપાઈમાં ભગવાન મહાવીર સ્વામીની વાણી વિશે ઉલ્લેખ કરીને શિવપદ પામ્યા તે વિશે જણાવ્યું છે. છપાઈ પછીના દુહામાં આત્મસ્વરૂપની પ્રાપ્તિનો સંદર્ભ દર્શાવ્યો છે. મન સ્થિર કરી શુદ્ધાત્મમેં નરભવ સફલ કરંત, શુદ્ધ સાર જિન વચનનો, ખરો લહો શિવપંથ.
કવિએ રૂપકાત્મક નિરૂપણ કરીને પત્રિકાનો આરંભ કર્યો છે. આ શૈલી જોતાં જ એમનું આધ્યાત્મિક જ્ઞાન અને કવિત્વ શક્તિનો પરિચય થાય છે.
સ્વસ્તિ શ્રી માનવપુરી મહાશુભસ્થાને જીવાજી ચેતના ચિરંજીવ યોગ્યશ્રી સદ્ભાવ વસંતપુરથી લી. મનસુખલાલ. હું ચાહું છું સકલ તીર્થકરોના અપાયપત્રના અતિશય પસાયે તાહરા સર્વનું વિઘ્ન દૂર થાઓ.
આ પત્રિકામાં આત્માના શુદ્ધ સ્વરૂપ વિશેના વિચારો કેન્દ્ર સ્થાને છે તે માટે શાસ્ત્રીય સંદર્ભોનો ઉલ્લેખ કરીને આત્માને બોધ (ઉપદેશ) આપવાનો વિશિષ્ટ કોટિનો પ્રયત્ન કર્યો છે.
આત્માના સ્વરૂપનો દ્રવ્ય અને ભાવથી વિચાર, વિરતિ ધર્મનો અંગીકાર, અઢારપાપDાનક સમકિતના ૬૭ બોલ, મુનિની પાંચ ભાવના અને ચેતનાની ચાર દશા, તથા ૬૭ બોલની સૂચી વગેરેથી આ પત્રિકા સમૃદ્ધ બની છે. જૈન ધર્મના પારિભાષિક શબ્દપ્રયોગોના જ્ઞાનને આધારે કવિના વિચારો આત્મસાત થઈ શકે તેમ છે. કવિએ આત્મલક્ષી બનીને “તું” શબ્દ પ્રયોગથી પત્રિકામાં વિચારો દર્શાવે છે. ઉદા. જોઈએ તો :
૯૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org