________________
ભયંકર દુઃખકારી ભાવને તજી સંવર નિર્જરાદિક અનંત સ્વતંત્ર આનંદદાયક આત્મભાવને આદર.
તું, શુદ્ધ ચેતના સત્તાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત છે સ્વતંત્ર છે. એમ સમ્યક દર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગ ૧) નિર્વિઘ્નપણે ચાલ.
જો કે તેં ઉત્પત્તિ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગે અવગાહના કરી પુદ્ગલો ગ્રહી આહારાદિક પર્યાપ્તિએ કરી સાત ધાતુપણે પુદ્ગલો પરિણાવી અનંતાનંત નવા નવા લીધા અને નિહારાદિકે અનંતાનંત છોડ્યા. જન્મ થયા પછી વસ્ત્ર આચરણ પરિજન ઘર મિત્રાદિ અનેક પરવસ્તુનું મમત્વ કર્યું. શાતા સમાધિ વિષયાદિ ભોગ સમયે પોતાને સુખી માન્યો, અશાતા અસમાધિ ભય ચિંતા વિયોગાદિ સમયે પોતાને દુઃખી માન્યો, તે જાણનાર તથા માનનાર બંને વખતમાં સર્વકાલ અનુગત તું પોતે એકજ છે. એમ પૂર્વ ભવે પણ અનાદિકાલથી તું પોતે એકજ છે. અનંતકાલ સુધી ચૈતન્ય શક્તિ સહિત તું પોતે કાયમ રહીશી. કોઈ દ્રવ્ય કોઈનો સંગી નથી, તો આનંદમય નિજાત્મ તત્ત્વને જાણી કેમ બોડીયે? અહિયાં અનિત્યાદિ બારે ભાવના વિચારી ધર્મ, બોધ પામવો દુર્લભ જાણી સદાગમનો સંગ અને સ્વપર વિવેક મિત્ર, અને સમકિત કામદાર, સુરૂચિ સખી, વિમલ બોધ, નિવૃત્તિ નારી, સુબુદ્ધિ, ભાવવૈરાગ્ય, સમ્બોધ આદિ પોતાના હેતુઓને કોઈ સમયે વિસારીશ નહીં. તું પોતાના પુરૂષત્વને ચૂકીશ નહીં. અન્ય જાતિ શત્રુને ભરોસે આપણું રાજ્ય સોંપીશ નહીં, પર પુદ્ગલ દ્રવ્ય શત્રુનો વિશ્વાસ કરીશ નહીં. પુદ્ગલ વર્ણાદિકમાં મોહનો વાસ છે અને જ્ઞાનાવરણાદિ સર્વે કર્મ પરિણામનો કુટુંબ પુગલ વર્ણાદિકમાં વસે છે માટે તેમાં વિશ્વાસ કરી સુખસ્થાન જાણી સુખની આશાએ પ્રવેશ કરવો નહીં. તે શત્રુના સપાટામાં સપટાયા પછી છુટવું બહુ
(૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org