SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ce તેમના સમયમાં નીચેની મહત્વની ઘટનાઓ બની. (૧) લાલપરી તળાવનું ખાત મુહૂર્ત થયું અને નવી શાકમાર્કેટ બાંધવામાં આવી. (૨) અશ્વાલય તથા ડેરી પણ ખોલવામાં આવી. (૩) લાખાજીરાજે ધર્મેન્દ્રસિંહજીના જન્મ સમયે રાજ્યમાં ગૌવધ કરવાની મનાઈ ફરમાવી હતી. (૪) ઇ.સ. ૧૯૧૮માં લાખાજીરાજને K.C.I.E.નો ચાંદ અંગ્રેજ સરકારે આપ્યો હતો. તેમણે નરેન્દ્રમંડળમાં પણ હાજરી આપી હતી. (૫) ખાસ નોંધવાલાયક લોકશાહીના વિચારોવાળી પ્રજા પ્રતિનિધિસભાની સ્થાપના તેમના સમયમાં થઈ અને ગાંધીજી પણ રાજ્યના મહેમાન બન્યા હતા. (૬) લાખાજીરાજે પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશ સરકારને નાણાંકીય સહાય કરી હતી અને પ્લેગ તથા ઇન્ફલુએન્ઝાના રોગચાળા વખતે ખૂબજ સુંદર કામગીરી બજાવી પ્રજાના હૃદયમાં આદર્શ રાજવી તરીકે બીરાજ્યા હતા. લાખાજીરાજ અને તેમના પિતા બાલાજીરાજ બન્નેના સમયમાં સ્થાનિક ધારાઓ એટલા સરસ અને લોકોપયોગી હતા કે આજની આપણી લોકશાહી સરકારો પણ તેવા કાયદાઓ પળાવી શકતી નથી. જેમકે રાજકોટમાં કૃષ્ણપરા સિવાય ક્યાંય ગણિકાઓ વસી શકતી નહિં અને તેને પણ પોતે કોઈ રોગીષ્ટ નથી તેવી વૈદિક તપાસ કરાવી આરોગ્યની ખાતરી મળે તેવું ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ પાસેથી લાઇસન્સ લેવું પડતું હતું. આપણા આવા કાયદાઓ છે પણ કેટલા અંશે પળાય છે? લાખાજીરાજને કોઈ રોગચાળા વખતે ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો કે અમુક પ્રકારના મચ્છરથી આ દર્દીને રોગ લાગે છે. તેથી હોસ્પિટલમાં પોતાના રાજમહેલમાંથી પોતાના છત્રીપલંગની મચ્છરદાની છોડાવીને હોસ્પીટલમાં દર્દી માટે રખાવી હતી. એવા પ્રજાવત્સલ રાજવી હતા. તેઓ તા.૨-૨૧૯૩૦ના રોજ અવસાન પામ્યા. તે પછી રાજકોટના રાજવી તરીકે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ આવ્યા. કચ્છનું ચિંથરે વીંટેલું રતત શ્યામજી કૃષ્ણવર્મા શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ ૪-૧૦-૧૮૫૭ના રોજ કચ્છમાં માંડવી મુકામે થયો હતો. તેના પિતાનું નામ ભૂલો (કરશન ભણશાળી) ભણશાળી હતું. નાનપણમાં જ શ્યામજીના માતાપિતા અવસાન પામ્યાં હતાં. શરૂઆતનું શિક્ષણ કચ્છમાં જ લીધું. તે અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી Jain Education International બૃહદ્ ગુજરાત હતા. તેમને અનાયાસે ભણવાની સગવડ મળી જતી હતી. આખરે તે મુંબઈ ભણ્યા પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના અધ્યક્ષ મોનિયર વિલિયમ સાથે તે ભારત આવ્યા ત્યારે ઓળખાણ થઈ અને ત્યારે તે પ્રભાવિત બન્યા અને તેથી ઇ.સ. ૧૮૭૯માં તેઓ ઇંગ્લેન્ડ ગયા અને સંસ્કૃતના અધ્યાપક બન્યા. પછી તો ઓક્સફર્ડ યુનિ.માંથી અંગ્રેજીમાં એમ. એ. થયા અને ઇનર ટેમ્પલથી બેરીસ્ટરની પરીક્ષા પાસ કરી અને અન્ય સ્થાનિક ભાષાઓ ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું. તેની વિદ્યાકીય પ્રતિષ્ઠાને હિસાબે ઇંગ્લેન્ડની રોયલ એશિયાટિક સોસાયટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. પંડિતજી ઇ.સ. ૧૮૮૪માં ભારત પાછા આવ્યા અને તરત લોર્ડરિપનને મળી હિન્દુસ્તાનના વિદ્યાર્થી માટે સ્કોલ૨શીપ જાહેર કરી તેને ઇંગ્લેન્ડ મોકલવાની સગવડતા કરી. તેની શિષ્યવૃત્તિ લઈ ભણેલા એક ડો. સાવરકર પણ હતા. પછી પાછા પોતે ઇંગ્લેન્ડ જતા રહ્યા. અને વળી પાછા ઇ.સ. ૧૮૮૫માં પાછા હિંદુસ્તાન આવી રતલામ સ્ટેટના, જૂનાગઢ સ્ટેટના અને ઉદયપુર રાજ્યના દિવાન બન્યા હતા. મેડમકામા, સરદારસિંહ રાણા અને શ્યામજી કૃષ્ણવર્માએ મળી લંડનમાં ‘ઈન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી હતી. આથી અંગ્રેજો તેને શંકાની નજરે જોતા હતા. તેની જાસૂસી કરવામાં આવતી. આથી પછી તેઓ ઇંગ્લેન્ડ છોડી યુરોપમાં અન્ય દેશોમાં વસ્યા હતા. પછી તો શ્યામજી સ્વાતંત્ર્ય સેનાની જેવા જ બનીને ગુલામી પ્રથાને તોડવા મક્કમ બની ગયા. તેથી અંગ્રેજોની આંખમાં વધુને વધુ ખટકવા લાગ્યા અને ભારતના ક્રાંતિકારીઓના ઇતિહાસમાં શ્યામજી ભારતના આદ્ય ક્રાંતિવીર ગણાવા માંડ્યા. તે સાચા દેશભક્ત હતા અને તેણે દેશભક્તો પેદા કરવાનું અને ઘડવાનું કામ પણ કર્યું હતું. આજે કચ્છમાં માંડવી શહેરમાં તેનું પૂતળું અને તેમનાં પત્નીના નામના રસ્તાઓનું નામકરણ કરવામાં આવ્યું છે. આમ એક સામાન્ય સાધનહીન ભણશાળી કુટુંબનો બાળક પ્રખર વિદ્વાન અને દેશપ્રેમી બન્યો, તેનું અવસાન તા.૩૧૩-૧૯૩૦ના રોજ થયું. સાધુ પુરૂષ પ્રભાશંકર પટ્ટણી પ્રભાશંકર પટ્ટણી પ્રશ્નોરા નાગરજ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમનો જન્મ ૧૫-૪-૧૮૮૬ના રોજ દલપતરામ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy