SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન પ્રખર ઐતિહાસિક પ્રતિભાઓ –શ્રી પ્રદ્યુમ્નકુમાર બી. ખાચર કોઈપણ વ્યક્તિને, કુટુંબને, સમાજને, પ્રદેશ અને રાષ્ટ્રને પોતાનો ગૌરવવંતો ઇતિહાસ હોય છે. એ ઇતિહાસને ઘડનારી પ્રતિભાઓ જે-તે ક્ષેત્રમાં ચિરસ્મરણીય ભૂમિકા ભજવી ચૂકી હોય છે. પોતાની પ્રતિભા, પરાક્રમ અને પુરુષાર્થને બળે ઇતિહાસ ઘડનારા સમયે સમયે આ વિશ્વને આલોકિત કરતા રહ્યા છે. એમનું જે-તે ક્ષેત્રમાં આવું યોગદાન માનવવિશ્વને માટે કલ્યાણકારી બની રહ્યું છે. આ પ્રતિભાઓએ કરેલાં નવપ્રસ્થાનો કાંઈ સહેલા, સરળ અને સમે સુતર ચાલ્યાં નથી હોતાં. એના ઉદ્ભવ અને વિકાસમાં અનેક અવરોધો, વિદનો અને અથડામણોનો સામનો કરવાનો થયો હોય છે. આ લેખમાળામાં ક્ષાત્રધર્મ, રજપૂતીધર્મ, આશરાધર્મની તાત્ત્વિક વાતો વણી લેવામાં આવી છે. ગુજરાતમાં એક એકથી ચડિયાતા પ્રજાવત્સલ રાજવીઓ, નિષ્ઠાવાન મંત્રીશ્વરો અને સાત્વિક સંતો-મહંતો જમ્યા છે. એમના જીવન પ્રસંગો આજે પણ આપણને રોજિંદા જીવનમાં, જીવનની ભવાટવીમાં, માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે. આ લેખમાળાના લેખક ખાચર પ્રદ્યુમ્નકુમાર ભગુભાઈનો જન્મ ચોટીલા તાલુકાના સણોસરા ગામે તા. ૬-૨-૬૯ના રોજ થયો. પ્રાથમિક શિક્ષણ બગસરા અને સણોસરામાં મેળવ્યું. હાઈસ્કૂલનું શિક્ષણ ચોટીલામાં લીધું. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી મુખ્ય વિષય ઇતિહાસ સાથે બી. એ.ની ફર્સ્ટક્લાસની ડીગ્રી મેળવીને પ્રો. કેશવલાલ હિંમતલાલ કામદાર પ્રાઈઝ મેળવ્યું. કોલેજકાળમાં ગંગોત્રી, ગૌમુખ, મનાલિ વગેરે સ્થળોએ ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લીધો અને એન. સી. સી.નું “સી” સર્ટિફીકેટ “બી” ગ્રેડથી મેળવ્યું. ૧૯૯૨થી તેઓ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે જૂનાગઢની ડૉ. સુભાષ મહિલા કોલેજમાં ફરજ બજાવે છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદના મંત્રી છે. નેશનલ બુક ટ્રસ્ટ-દિલ્હીના આજીવન સભ્ય છે. એમના પ્રગટ થયેલા પુસ્તકોમાં “કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ', “પ્રાચીન ભારતના વિદેશી યાત્રી', “ભૂચર મોરીની લડાઈ’, ‘ઇતિહાસ સુમન”, “સૌરાષ્ટ્ર-ગુજરાતના શાસકોની વંશાવળીઓ મુખ્ય છે. ગુજરાતી વિશ્વકોષમાં અધિકરણો લખ્યા છે. તેમના લેખો “પથિક', “નવનીત-સમર્પણ”, “વલો કરછડો વગેરેમાં અવારનવાર પ્રગટ થાય છે. પ્રો. ખાચર સમગ્ર સૌરાષ્ટ્રના ઐતિહાસિક ગામ-નગરનો પરિચય પ્રગટ કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે કામ કરી રહ્યા છે, તે હવે “ફુલછાબ'માં “સૌરાષ્ટ્ર-ઇતિહાસને પાને” નામની બુધવારની કટારમાં લખી રહ્યા છે. સમાજને તેમની સેવા વધુને વધુ પ્રાપ્ત થાય તેવી અભિલાષા. -સંપાદક મરજીવો પ્રવાસી અધિકારી અંગ્રેજ કેપ્ટન મેકમ કચ્છની અંધાધૂંધી માટે કચ્છની ધરતીને ખૂંદનારો, જેને કચ્છી લોકો ભૂરિયાબાવાના નામે ઓળખે છે. એ કેપ્ટન જેમ્સ મેકમડનો જન્મ ઇ. સ. ૧૭૮૭માં થયો હતો. તે ઇસ્ટ ઈન્ડિયા કંપનીના નોકર તરીકે મરજીવો બનીને આવ્યો હતો. તે શરૂઆતમાં ભારત આવ્યો ત્યારે તેને ભારતની ગરમ આબોહવા માફક ન આવતાં તેને પાછું વતનમાં પરદેશ જતું રહેવું પડ્યું હતું અને બીજી વખત ફરી Jain Education Intemational For Private & Personal Use Only lucation Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy