SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કલાના પવિત્ર સ્પંદનોને હૈયાના ઉમળકે વધાવતુ, ગુરુ શિષ્યના નિર્મળ સંબંધોની યશોગાથા ગાતું ઇતિહાસનું અનુસંધાન કરાવતું ચિત્ર પ્રસાદસ્વરૂપે મળેલો ચિત્રનો સ્વાદ આસ્વાદ માણવા પ્રભુ પાર્શ્વનાથની છાયામાં પૂ. આચાર્ય ભગવંતોના સાનિધ્યમાં એક શુભ અવસર ૪થી ઓગસ્ટ ૨૦૦૨માં અમદાવાદમાં સુસંપન્ન બન્યો. શ્રી હેમચન્દ્રાચાર્યની ધ્યાન મગ્નતા અને કુમારપાળ રાજા ચિત્રકાર : સી. નરેન આ પ્રસંગ લગભગ ૯00 વર્ષ પૂર્વનો છે. જ્યારે શ્રી કુમારપાળ મહારાજાએ પાલિતાણા તીર્થની યાત્રા માટે કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજની નિશ્રામાં એક વિરાટ સંઘનું આયોજન કર્યું. જેમાં લગભગ બે લાખ ભાવિક યાત્રિકો જોડાયા હતા. સંઘે એક બાદ એક ગામમાં વિશ્રામ-પડાવ કરતા ધંધુકા, બરવાળા થઈને વલ્લભીપુરમાં વિશ્રામ - પડાવ રાખ્યો. બીજા દિવસે પ્રાતઃકાલે-સવારે પ્રયાણ શરૂ કરવા માટે જ્યારે શ્રી કુમારપાળ મહારાજા શ્રી કલિકાલસર્વજ્ઞના તંબુમાં પધાર્યા ત્યારે તેમણે તેઓને પદ્માસનની મુદ્રામાં પ્રભુનું ધ્યાન કરતા જોયા, મહારાજનું હૃદય પ્રભાવિત થયું, રાજા કલિકાલ સર્વજ્ઞની આવી પ્રશાંત મુખમુદ્રાને જોતાં અવાક રહી ગયા ! રાજાને જે આનંદ થયો તેની ફલશ્રુતિરૂપે, પડાવના આ તંબુની નજીક આવેલા બે પહાડ, થાપો અને ઇષાળવાની ટોચ ઉપર એક, એક, અતિ સુંદર જિનાલયનું નિર્માણ કરવાનો મનોરથ કર્યો, અને નિર્માણ પણ થયું. વર્ષો વીતી ગયાં, ઉપરોક્ત મંદિરોમાં પધરાવેલી પ્રતિમાજીનાં અવશેષો આજે પણ વલ્લભીપુર પાસેના ચમારડી ગામના પાદરમાં યાત્રિકોને જોવા મળે છે. આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ શ્રી કુમારપાળ મહાકાવ્યમાં થએલો છે (કુમારપાળ મહાકાવ્ય-કર્મા આચાર્યશ્રી જયસિંહસૂરિ મહારાજ) આ ચિત્રમાં પ્રાત:કાલનું વાતાવરણ અને ધ્યાનમગ્ન આચાર્યની મુખમુદ્રા અતિ પ્રભાવશાળી લાગે છે. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy