SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન મહામાનવ શ્રેષ્ઠી શ્રી વાઘજીભાઈ નાંગપરા શાહ તેમનો જન્મ હાલારના વડાલિયા સિંહણ ગામમાં થયો હતો. નાનપણથી પોતે જાતે જ ખેતી કરતા અને બળદો ચરાવવાનાં કાર્યો પણ કરતા, એમના વડીલ બંધુઓ કેન્યા ગયા, ત્યાં આગળ વધ્યા અને અનેકોને આગળ લાવ્યા. ત્યારે આ નાનાભાઈને પણ કેન્યા બોલાવ્યા અને ત્યાં તેઓ પણ ધંધામાં સ્થિર થયા. ધંધાની સાથોસાથ દયા-દાન-પરોપકારને ભૂલ્યા નહિ. અને દેશમાં પણ અવસરે અવસરે આવીને કાર્ય કરતા રહ્યા. તેમાં સંવત ૨૦૩૯ પોષ મહિનામાં હાલારના પ્રશ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંજ કુંદકુંદ સૂરિશ્વરજી મહારાજ પોતાના શિષ્ટ પરિવાર સાથે આચાર્ય પદ પ્રાપ્ત કરીને પધારી રહ્યા હતા. તેથી આખા ાલારમાં ‘‘કુંદકુંદ આયો હૈયે હર્ષ ઉભરાયો.'' નો નાદ જાગી ગયો. ત્યારે દેશ - પરદેશથી સેંકડો ભાવિકો પણ પધારેલા અને ગામોગામમાં પોતાના લાર્ડિલા ગુરુવરના પગલાં કરાવવા થનગની રહ્યા હતા. ગામોગામ સાધર્મિક ભક્તિરૂપ ભવ્ય જમણ થતાં. તેમાં વાલિયા સિંહણના નરબંકા વાધજીભાઈ આવેલા, તેઓ હાલારરત્ન, એવા પૂજ્ય મુનિરાજ શ્રી મધુસેન વિજયજી મહારાજને વંદન કરવા ગયા અને પછી કહ્યું કે મારા ગુરૂદેવનો પ્રવેશ માટે ખૂબ જ ભવ્યતાપૂર્વક કરાવવો છે. આપ મને આજ્ઞા આપો. પૂજ્યશ્રીએ એમને ગુરુભક્તિમાં બાકી ન રાખશો કહીને વાસક્ષેપ નાખ્યું. આજે પણ યાદ છે. એ ગુરૂ પ્રવેશ દિવસ કે પૂજયશ્રીનું સામૈયું સિંહણના પાટિયેથી આઠ હજારની માનવમેદની હીલોળા લઈ રહી હતી. અને થનગનાટપૂર્વક ગામમાં સામૈયું થયું. ત્યાં પ્રવચન આદિ થયું. પછી સાધર્મિક ભક્તિ હતી. રસ્તાઓમાં ઠેકઠેકાણે પાણીના બદલે શેરડીના રસના ચરખાઓ મૂકેલા હતા. તરસ લાગે તો રસ પીઓ અને જમીને જાઓ. ના...ખાલી જમીને જાવ એટલું જ નહિં આશ્ચર્ય - આનંદ ગુરુભક્તિનો કે જમ્યા પછી જે એક લાડુ જમે તેને પાંચ રૂપિયા, બે લાડુ જમે તેને દસ રૂપિયા. એ રીતે જમાડવાની ભક્તિ પણ ખૂબ જ અંતરભાવથી થતી હતી. ગુરુ ભગવંતોનો પ્રવેશ થયો. જામખંભાળિયામાં ઉપધાન ચાલુ થયાં. ત્યાં ગુરુજીની તબિયત નરમ બની. પણ પોતાના વિડેલ બંધુઓની ભાવનાને પૂર્ણ કરવાની ભાવના વ્યક્ત કરી. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, ‘‘ભાવનાને પૂર્ણ કરવામાં મોડું ન કરશો.' અને આ શબ્દો જ છેલ્લા પ્રેરણા પીયુષ બની રહ્યા અને ચાનક લાગી. તરત જ જમીન ખરીદાઈ, આરાધના ધામના પાટા પડ્યા. અને સં. ૨૦૪૨ ફાગણ સુદ બીજ, શુક્રવાર તા. ૧૩-૧૨-૮૫ પોતાના માતુશ્રી જેઠીબેનના હસ્તે ઉદ્ઘાટન થયું. અંતરથી હજુ કાર્ય અધૂરું છે તે રહ્યા કરતું. તેમાં પૂજ્યોની કૃપાએ હાલા૨તીર્થના Jain Education International <> tex પાયા નંખાયા. કામ ખૂબ ઝડપી શરૂ થયું. પણ પૂર્વના અશાતાનંદનીય કર્મનાં કારણે કેન્સરનો રોગ હાથમાં હતો. પણ કેન્સર એટલે માણસ કેન્સલ જ ગણાય. પણ આ હિંમતવાન વાઘજીભાઈએ કેન્સરને પણ ધ્રુજાવતા હોય તેમ પોતાના કાર્યમાં અડગ રહ્યા. એટલું જ નહિં પણ દર્દ સ્વીકાર્યું નિ અને એ રીતે ૧૧ વર્ષ કાઢી નાખ્યા. પાંજરાપોળની સ્થાપના વખતે પૂજ્યશ્રી મહાસેન વિજયજી મહારાજને કહ્યું કે ‘સાહેબ, આપ ચિંતા ન કરશો. મારે છાણ વાસીદું કરવું પડશે. તો કરીશ પણ આ ઢોરોને હું સંભાળીશ.” સાહેબને તે દિવસે ખૂબ જ આનંદ થયેલો, દિવસો પણ જતા ગયા. પોતે અવસરે અવસરે કેનિયા જતા ત્યારે પૂજ્યશ્રીને પત્ર લખતા તે પત્રનો રણકાર :- પૂજ્ય ગુરુદેવ મહાસેનવિજયજી મહરાજ સાહેબ, એડોરેટથી લિ. આપના સેવક વાઘજીભાઇના મૃત્યુએ વંદામી સ્વીકારશો. જત તમારા તરફથી અવારનવાર સમાચાર તથા સૂચનાઓ મળતી રહેશે. બીજું મહારાજ સાહેબને માલમ થાય કે આ વખતે જે કામ આદરેલ છે તે કામ જલ્દીથી જેમ બને તેમ કરી લેવાની ભાવના દિલમાં ઊભી થઈ ચૂકી છે. તેને આ વખતે કોઈ અટકાવી શકે તેમ નથી. એક જ કર્મ આપણી વિરુદ્ધમાં જાય તો કદાચ જુદી વાત છે. બાકી આ વખતે ‘મારા ગુરુદેવ !' કોઈ ચિંતા કરતા નહિ. રાત દિવસ તેના જ વિચારોમાં છે. બાકી તો ધારેલું ધન્નીના હાથમાં છે. બીજું સાહેબ તમારી તબિયત સાચવો અને લગભગ આ મહિનાની આખર સુધીમાં આવવા વિચારું છું અને મારી અને તમારી ઉમેદ પૂરી થાય ત્યાં સુધી આપણને બંનેને મહાવીરપ્રભુ જીવતા રાખે તેવી ભાવના સાથે પ્રભુ પાસે મજબૂત અરજી કરતો રહ્યું છે. બસ. વાઘજીભાઈનાં મર્ત્યએણ વંદામી સ્વીકારજો. પૂજ્યશ્રી આરાધનામાં કાળધર્મ પામ્યા. ત્યાર પછી વાધભાઈને થયું કે હવે કાર્ય ઝડપથી કરી લેવા જેવું છે, અને પાંચ વર્ષનાં ટૂંકા સમયમાં ભવ્યતીર્થ - વિશાળતા, ભવ્યતાપૂર્વક પૂર્ણ કરાવ્યું. અંજનશલાકા માટે પૂજ્યપાદ, પ્રદ્યોતનસૂરિશ્વરજી મહારાજ તથા પરમપૂજય, પંન્યાસ પ્રવરશ્રી વજ્રસેનવિજયજ ગલિવર્યશ્રીને વિનંતિ કરી અને પૂજ્યશ્રી કાલારમાં પધાર્યા. કલ્પનાતીત કહી શકાય તેવી રીતે દેવ-ગુરુની કૃપાથી પોતાની હિંમતથી ભવ્ય રીતે અંજનશલાકા મહોત્સવની તૈયારીઓ કરી અને દિવસો આવ્યા. તબીયતે સાથ આપવો બંધ કર્યો. તેમાં મહા સુદ ૬ તા. ૨૯-૧-૯૩ના દિવસે પ્રભુજીનો ગભારામાં પ્રવેશ થયો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy