SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન દિવ્ય, ભવ્ય, શિલ્પ કલાયુક્ત, પદ્મ સરોવરાકારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ તીર્થ (શંખેશ્વર)ના નિર્માણમાં તેમની સેવા કીર્તિકળશ સમાન હતી. રૂની ગામે શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના નિર્માણમાં પણ તેમની સેવા આજે પણ યશોગાથા ગાઈ રહેલ છે. સુવિશુદ્ધ ચારિત્ર્યમૂર્તિ પ.પૂ. આ. દેવેશ શ્રીમદ્વિજયભક્તિસૂરિશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક ગુરુવર્યોના અસીમ કૃપાપાત્રે શ્રી જયંતિભાઈ ઉચ્ચ વૈચારિક આસને બેઠેલી એક મહાન વિભૂતિ હતી. કેન્દ્રના મંત્રીમંડળમાં આદરણીય અને સન્માનનીય સ્થાન પામ્યા છતાં પણ દરરોજ સવારે નિયમિત બે કલાક મૌન, રાત્રીભોજન તેમ જ કંદમૂળનો ત્યાગ એ નિયમનું અડગપણે પાલન કર્યું. તેઓશ્રીએ સાબિત કર્યું કે વિચારોની પવિત્રતા અને નિયમની દઢતાથી એક જ જીવનકાળમાં ઇતિહાસ બનાવી શકાય છે. આજે પણ તેઓશ્રી એક જીવતા જાગતા ઇતિહાસ સ્વરૂપે વિદ્યમાન છે. તેઓશ્રીની અદૂભૂત જીવનશૈલી આકર્ષક અને સરાહનીય હતી. તેઓશ્રીએ બનાસબેંકના ચેરમેન તરીકે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાંજરાપોળ ચલાવી. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે જિલ્લામાં ફરી ફાળો ઉઘરાવી તેમજ કોમી તંગદિલી સમયે પાલનપુર શહેરમાં હિંદુ-મુસ્લીમ વિસ્તારોમાં પગપાળા ફરી કોમી એકતા અને ભાઈચારાની ભાવના સ્થાપવામાં ઉમદા અને અભિનંદનીય સેવા આપી હતી. સંસારસાગરના પટ પર સાડા છ દાયકા સુધી નિરંતર, અસ્મલિત, અખંડિતપણે ચાલતી તેઓશ્રીની જીવનનૈયા અચાનક તા.૧૮ ઓક્ટો. ૧૯૯૪ના ગોઝારાદિને કાળમૂખા તુફાની વાવાઝોડામાં એકાએક તૂટી પડી, ભાંગી પડી અને મૃત્યુના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. તેઓશ્રીનું પ્રાણપંખેરું દેહપિંજરને છોડી પરલોકની યાત્રાએ ઉશ્યન કરી ગયું. જૈન સમાજે નિઃસ્વાર્થ સેવાક્ષેત્રની ઉત્તમ માર્ગદર્શક, પ્રેરણામર્તિ, ધર્મોત્થાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિ ગુમાવી. ચમકતો એક તેજસ્વી સિતારો ખરી પડ્યો. માત્ર બનાસકાંઠા જિલ્લાએ જ નહિ, સમસ્ત ગુજરાત રાજય એટલું જ નહિ દેશના સ્તરે વિવિધ ક્ષેત્રના એક શુભહિતચિંતક મહામાનવ ગુમાવ્યો. તેઓશ્રીનું જીવન ધૂપસળી જેવું હતું, સુગંધી પુષ્પ જેવું હતું. તેથી જ ધૂપસળી નથી પણ સુવાસ છે. ફૂલ ગયું ને ફોરમ રહી. તેઓશ્રીના જીવનનાં સત્કાર્યો. ગુણરૂપી સુવાસ આજે પણ ચોમેર મહેંકી રહી છે. પરમ પ્રભાવક શ્રદ્ધાવર્યોની પરંપરાના પ્રતાપી વીરપુરુષ શ્રી જયંતિભાઈએ સુસંસ્કારિતાના આગવા તેજ દ્વારા સદાયે સુસ્મિત ચહેરે જીવનને ઉજાળ્યું. મૃત્યુને મહોત્સવ બનાવ્યો અને વિશ્વમાંથી વિજયવંતી વિદાય લઈને પોતાનું નામ અને કામ સદાને માટે રાજતું, ગાજતું અને ગૂંજતું કરી દીધું. જે ૦૩૧ શાહ દલપતલાલ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર શાહ દલપતલાલ પ્રેમચંદ, વતન : વડગામ (પાલનપુરજિ. બનાસકાંઠા), જન્મ દિન : વિ. સં. ૧૯૮૮ આસો સુદ ૧૪ ગુરુવાર તા. ૧૩-૧૦-૧૯૩૨. છેલ્લે કેટલાંક વર્ષોથી ધંધાકીય પ્રવૃત્તિથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે યથાશક્તિ પ્રવૃત્તિ ચાલુ છે. વિ.સં. ૨૦૦૩માં નિશાળમાંથી છઠ્ઠી ગુજરાતી ચોપડીનો અભ્યાસ અધૂરો છોડી ગોળ-ખાંડ અને કરિયાણાની દુકાન શરૂ કરી. વિ.સં.૧૯૯૯ થી પૂ.આ.શ્રી કસ્તૂરસૂરિજી મ.સા.ના વ્યાખ્યાન શ્રવણથી તિવિહારનું પચ્ચક્ખાણ શરૂ કરવાની ભાવના થઈ. વિ.સં. ૨૦૧૦થી કંદમૂળનો સદંતર ત્યાગ તથા ચોવિહાર પ્રત્યાખ્યાનની શરૂઆત. વિ.સં. ૨૦૧૩ (ઇ.સ. ૧૯૫૧)થી સમાજના વિવિધ કાર્યોમાં આગેવાનીપૂર્વક કામગીરી શરૂ કરી. તે સમયની સમાજની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ આર્થિક કારણોસર અભ્યાસ ન કરી શકતાં બાળકોની કેળવણી માટે સમાજના ભાઈઓએ સાથે મળી રૂા. ૪૦,000 (ચાલીસ હજાર પૂરા) રકમ એકત્ર કરી. વહીવટ કરવા સમાજના ભાઈઓએ એક કમિટી બનાવીને પ્રમુખપદ સંભાળવાની જવાબદારી પોતાના શિરે આવી. આશરે ૧૬ વર્ષ સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જૈન બોર્ડિંગની ફી પણ આપવામાં આવતી. આ રીતે અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા કોટયાધિપતિ છે. વિ.સં. ૨૦૧૭ કુટુંબના અન્ય સભ્યસહિત અઠ્ઠાઈતપની આરાધના (વડગામ મુકામે), વિ.સં. ૨૦૨૦ કારતક વદ ૧૦ના ઉસ્માનપુરા-અમદાવાદ મુકામે ઉપધાનતપ, ડીસા રાજપુર મુકામે ઉપધાન બીજું પાંત્રીશું, પાલનપુર મુકામે ઉપધાન ત્રીજું-અઠ્ઠાવીસું, પાલીતાણા મુકામે સજોડે વરસીતપનું પારણું. નવપદજીની ઓળી, ક્રિયા સહિત પંચમી તપ, મૌન એકાદશી તપ, ચૈત્રી પૂર્ણિમા તપ, કાર્તિક પૂર્ણિમા તપાદિની આરાધના. ઉપધાન કર્યા પછી ૨૧ વરસ બીયાસણાનો તપ, ૨૦૪૦માં પાલીતાણામાં પૂ.આ.ભ.શ્રી. રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ કર્યા પછી કાયમી એકાસણાનો તપ ચાલુ છે. લગભગ સતત ૨૦ ચાતુર્માસ વર્ષથી પર્યુષણ પર્વમાં ચોસઠ-પ્રહરી પૌષધની આરાધના, આશરે ૨૦ વર્ષથી પૂર્ણિમાના દિવસે કોઈપણ તીર્થની સ્પર્શના-યાત્રા. ખંભાતથી-પાલીતાણાના સજોડે છ'રી પાલિત તીર્થયાત્રા. સ્વર્ગસ્થ પિતાજીની ભાવનાનુસાર શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના ઉપક્રમે આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પુણ્ય નિશ્રામાં સુરતથી સિદ્ધગિરિ (પાલીતાણા)ના ૪૭ દિવસીય છ“રી પાલિત શ્રી સંઘનું વિ.સં. ૨૦૩૪ના કારતક વદ પના શુભદિને પ્રયાણ-પોષ સુદ ૬ના દિને પાલીતાણામાં પ્રવેશ. પોષ સુદ ૮ના પાવનદિને શ્રીઆદિશ્વર દાદાના દરબારમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy