SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ગામડાનાં જૂનાં દેરાસરો, ઉપાશ્રયોના જીર્ણોદ્ધારના કાર્યોમાં મુખ્ય રહી ‘લણવા ગામનું કાર્ય પૂર્ણ થયેલ છે.” - પિતાશ્રીના પગલે પગલે અનેકવિધ જૈન શાસનનાં કાર્યો, ધાર્મિક અનુષ્ઠાનો અને સંધો કાઢવા યાત્રાઓના આયોજન કરવાં વગેરેમાં મુખ્ય ભૂમિકા નોંધપાત્ર રહી છે. - યશોવિજય જૈન પાઠશાળા મહેસાણાના કારોબારી સભ્ય રહી સેવાઓનો અપૂર્વ લાભ મેળવેલ છે. - તત્ત્વજ્ઞાનની પરમ સેવા કરવાનો પીડિતોના સંપર્કમાં લાભ. શતાબ્દિ મહોત્સવમાં પણ સેવાનું પ્રદાન. - પરિવારની તેમજ પિતાશ્રીના સંસ્કારોના સીંચન મુજબ દાનની સરવાણીનો પ્રવાહ મુખ્ય રહ્યો છે. : - નેતૃત્વ શક્તિ માટે સેમિનાર, પરસનાલિટી ડેવલપમેન્ટ, પ્રતિભા વિકાસ અભિયાનના કો.ઓર્ડિનેટર તરીકે કાર્ય કરેલ છે. પત્ની : જયશ્રીબેન અનેકવિધ તપશ્ચર્યાઓ, ધાર્મિક લાગણીથી ગૂંથાયેલ, કુટુંબ પરિવારની સાચી ગૃહીણી બની દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ છે. પુત્રો : ભાવેશભાઈ અને વિશાલભાઈ ધંધામાં વ્યવસાયમાં પ્રવૃત્ત છે. પુત્રી : સેજલ બેન અને ભાઈ : ગિરીશભાઈ મોટાભાઈ તરીકેનો અપૂર્વ પ્રેમ, પ્રેરણાદાયી લાગણીઓથી ભીંજવી દઈ પ્રેમનો ધોધ વહાવ્યો છે. - પોતાની વિકાસ ગાથામાં સતત આધ્યાત્મિક્તા વણાયેલી રહી છે. શિખરજીની ધર્મશાળામાં વિભાગ ઉપર નામકરણ. જૈન શાસનની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ચાલુ છે. - ઊંઝા નગરના 100 વર્ષ જૂના ઉપાશ્રય-વાડી આગથી ભસ્મીભૂત થતાં તેના નવસર્જનમાં આગવું પ્રદાન અને “ખાતમુહૂર્ત” કરવાનો અનેરો લાભ. - શાંતિનગરમાં જૈન સંઘમાં બનેલ આરાધના ભવનના ઉદ્ઘાટનનો લાભ. - ચૈત્ર આસો માસની ઓળીને કાયમી ધોરણે અનુદાન આપેલ છે. - કાર્તિક પૂર્ણિમાનું કાયમી ધોરણે ઊંઝા નગરમાં સ્વામી વાત્સલ્ય. - શીતલનાથ ભગવાનની દેરીનું અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા ધજાં દંડનો લાભ. - પુસ્તકાલયમાં અનુદાન, કે. એલ. પટેલ મહિલા વિદ્યાલયમાં ઓરડાનું અનુદાન. બૃહદ્ ગુજરાત - શિશુમંદિરમાં અનુદાન, કુંથુનાથજીના જીનાલયે ‘‘રાણ પગલાં”ની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજા દંડનો લાભ. - પુસ્તકાલયમાં અનુદાન, સેવાકીય કાર્યોમાં અનુદાન, જૈન શાસનનાં અનેકવિધ કાર્યોમાં દાનની સરવાણી. - મારા ક્ષેત્રમાં યશભાગી બનવા પૂજય પિતાશ્રી કાન્તિલાલ શેઠ તથા તેઓશ્રીના મિત્ર બીલીમોરાના મોતીચંદ કાકાની પ્રેરણા દ્વારા આગેકૂચ. - આજના સંઘર્ષમય જીવનમાં “સાદાઈ, સરળતા, નિખાલસતાને અપનાવી આધ્યાત્મિક્તાપૂર્વક કઠોર પરિશ્રમ દ્વારા કાર્યોને પરિપૂર્ણ કરતાં કરતાં જીવન જીવવામાં પોતે માને છે. - ભારત દેશના ઘણાખરા શહેરોમાં ફરેલો, યાત્રાઓ જૈનતીર્થોની યાત્રા સંપૂર્ણ જેવી કરેલ છે. વીસા નહિ મળતાં પરદેશની રૂકાવટ આવી છે. કર્મના સંજોગો હટતાં પરિપૂર્ણ થઈ જ જશે તેવી સંભાવના. - જીવન સ્વમની ફલશ્રુતિ દશ વર્ષ સેવાકીય કાર્યોમાં ધ્યાન આપ્યા પછી મુક્ત થઈ આધ્યાત્મિક જીવન ગાળવામાં જ ઊંડો રસ છે. યોગમાં રસ છે. ઊંઝા નગરની સંસ્થાઓમાં તથા મહેસાણા પાઠશાળામાં રસ દાખવી જૈન તીર્થોની સ્પર્શના સાથે આધ્યાત્મિક જીવન ગાળવાની અને ગ્રંથોના વાંચન દ્વારા તાત્ત્વિક વાતોને ઊતારી ચિંતન કરી જીવન પૂર્ણ કરવાની ભાવના છે. (કર્મના સંજોગો સાથ આપે તો). આદર્શ સંયુક્ત કુટુંબના મોભી સ્વ. શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાલા લોહાણા જ્ઞાતિના પરમ હિતચિંતક તેમજ જન સેવા અર્થે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેવા પૂર્વજન્મના યોગભ્રષ્ટ પુરુષ અને જામનગરના આ શાહ સોદાગરને ગુજરાતની જનતા ઓળખે છે. નિરભિમાની અને નિખાલસ સ્વભાવના શ્રી હરજીવનદાસ બારદાનવાલાને મળવું એ એક જીવનનો લ્હાવો હતો. તેમનાં દાનો અનેક જગ્યાએ અને ખાસ કરીને જામનગરમાં પથરાયેલાં છે. જામનગરમાં પોતાની જ કન્યા હાઈસ્કૂલ કે જેમાં ૮૫૦ થી ૯૨૫ કન્યાઓ શિક્ષણ મેળવે છે. જેનો બધો જ ખર્ચ તેમનું પોતાનું ટ્રસ્ટ ભોગવે છે. આ દીકરીઓને ભણાવતી આ હાઈસ્કૂલનું અદ્યતન ભવન રાજાના પેલેસ જેવી ઇમારત પણ પોતે ખરીદી છે. ઇમારતની અંદરની સુવિધા ખરેખર બેનમૂન છે. જે આજે જામનગરમાં શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલયનાં નામથી જ ઓળખાય છે. શ્રી જામનગર પાંજરાપોળ ટ્રસ્ટના તેઓ પ્રમુખ હતા. તેમ જ શ્રી વિદ્યોત્તેજક મંડળ જામનગરમાં પ્રમુખશ્રી હતા અને જ શી વિવોનેજ જામનગરના શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન અને શ્રી મહિલા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy