SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન તેજપાળે પોતાની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય અર્થે એ બંને કરાવ્યા હતા. આ મંદિરોની દિવાલો, દ્વારો, સ્તંભો, મંડપો, તોરણો, છતો વગેરેમાં ફૂલઝાડ, વેલબુટ્ટા, હાંડી, ઝુમ્મર વગેરે અનેક આકૃતિઓ તથા મનુષ્ય જીવન સાથે સંબંધિત અનેક પ્રસંગો લગ્ન-ચોરી, નાટક, સંગીત, રણસંગ્રામ, પશુઓની સાઠમારી, સમુદ્રયાત્રા, સાધુ-સાધ્વીઓ અને શ્રાવકોશ્રાવિકાઓની ઉપાસના, ક્રિયાઓ, તીર્થાદિમાં સ્નાનો, મહાપુરુષો અને તીર્થંકરોના જીવનપ્રસંગ બારીકાઈથી કોતરેલાં છે. વસ્તુપાળ વિહાર ગિરનાર સ્થિત વસ્તુપાળ વિહાર કુલ ત્રણ જિનાલયોનો સંપુટ છે. નેમિનાથ મંદિરની અપેક્ષાએ આ મંદિર ઉપર ઘણું સમારકામ થયું છે. ઘુમ્મટના જમણા ભાગ ઉપર આધુનિક કામ જોવા મળે છે. જ્યારે અન્ય ભાગ ઉપર સફેદ ચૂનાનું કટિંગ છે. મંદિરની અંદરનો ભાગ ખાસ કરીને સિલિંગમાં વિવિધ રંગના ચિત્રો જોવા મળે છે. જ્યારે સ્તંભોમાં માર્બલના ટુકડાઓની પરત છે. આ પછી સફેદ ચૂનો થયો છે. જૈન પરંપરા મુજબ તેજપાળે આ મંદિરનું ૧૨ કરોડ, ૫૩ લાખના ખર્ચે નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરના સ્થપતિ શોભનદેવ હતા. તારંગા જૈનધર્મીઓનું પવિત્ર તથા મોટા તીર્થોમાંનું એક છે. સોલંકીકાળ દરમ્યાન તથા તે પછી પણ તારંગા તીર્થ પર રાજવીઓએ દેવસ્થાનો સ્થાપ્યાં છે. કુમાર વિહારમાંના ભેય અને નેમિજનખતકની પ્રતિષ્ઠા સમયના લેખો મળી આવે છે, જેમાં વસ્તુપાળનો ઉલ્લેખ જોવા મળે છે. પાવાગઢઃ પાવાગઢ પર તેજપાળે અદ્વૈતદેવ સંભવનાથનો ગજાશ્વરનો સર્વતોભદ્ર પ્રાસાદ, ચૌમુખ પ્રાસાદ તેમજ અજિતનાથ અને અર્બુદનાથના મંદિરો બંધાવ્યાં. નેમિનાથ અને અંબિકાના મંદિરોનો ઉદ્ધાર કર્યો. ડભોઈ : વસ્તુપાળે અહીંના વૈદ્યનાથ મંદિરના ૨૦ સુવર્ણ કલશો નવા કરાવ્યા હતા. એના ગર્ભગૃહની બહારની ભીંત પર વીરધવલ, જૈતલદેવી, મલ્લદેવ, પોતાની તથા તેજપાળની Jain Education International ❖ 63 મૂર્તિ કરાવી તથા સૂર્યની મૂર્તિ પણ મૂકાવી. ઉત્તર દ્વાર પાસે તોરણ કરાવ્યું. કાંચન કુંભથી શોભતી બે ભૂમિકાવાળી વૃષમંડપિકા કરાવી. એ મંદિરના અગ્રભાગમાં તેજપાળે જૈન મંદિરનું નિર્માણ કરાવ્યું તથા તેના પર નવ સુવર્ણ કલશ ચઢાવ્યા તથા પ્રશસ્તિ કોતરાવી મહાવાયીનું નિર્માણ કરાવ્યું. પાર્શ્વ જિનેશ્વરના ચૈત્યની રચના કરાવી ત્યાં વલનાકમાં ગનીરૂઢ, રજતપુષ્પ, માલાધારી માતા કુમારદેવીની પ્રતિમા મુકાવી. નગર ફરતો દુર્ગ કરાવ્યો. ડભોઈના કિલ્લાના ત્રણ દ્વારો નાંદોદ, વડોદરા અને મહૂડી દરવાજા તેજપાળે બંધાવ્યા લાગે છે. જ્યારે પૂર્વ તરફની ગઢમાલિકાના મંદિરવાળી હીરાભાગોળ ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર વીસલદેવ વાઘેલાએ ઇ. સ. ૧૨૫૩માં બંધાવી હતી. ગિરનાર F到路P染在路自體片廠 景能在转发聚@照片就早感藍齊理問 ITCTTTTT (ગિરનાર ઉપરની કલાત્મક જાળી ) આ પર્વતીય તીર્થ પર વસ્તુપાળે એક ત્રિપુરુષ પ્રાસાદ બંધાવ્યો હતો. એમાં મુખ્ય મંદિર આદિનાથનું હતું. પાછલા કાલના જીર્ણોદ્વાર સમયે આદિનાથના સ્થાને ૧૯માં તીર્થંકર મલ્લિનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી લાગે છે. મુખ્ય મંદિરની આગળ વિસ્તૃત મંડપ છે. વળી એની આગળ બીજા મંડપની રચના કરી એની ડાબી બાજુએ વસ્તુપાળે પોતાની પત્ની લલિતાદેવીના પૂણ્યાર્થે પૂર્વજોની મૂર્તિઓ સાથે ચતુર્વિંશતિજિનાલંકૃત સમેત શિખરનું મંદિર તથા જમણી બાજુએ બીજી પત્ની સોખુકાના શ્રેયાર્થે અષ્ટાપદ તીર્થનું મંદિર રચાવ્યું હતું. આદિનાથ (હવે મલ્લિનાથ)ના એ મુખ્ય મંદિરમાં પૂર્વજોના શ્રેયાર્થે વળી અજિતનાથ અને વાસુપૂજ્યના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy