SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ Fee ગુજરાતના સર્વ તીર્થોની ધર્મયાત્રા સપરિવાર બે વાર કરી છે. એમના આશિષ અને સાનિધ્યમાં જીવન ઘડ્યું છે. તેમને અર્પિત થયેલ સન્માન પત્રમાં લખ્યું છે કે ‘‘ચીનુભાઈનું જીવન નવપલ્લવિત અને પુષ્પિત થતું રહો.’' તેઓ પણ પરમાત્માને પ્રાર્થના કરે છે કે “Leave us in dooryard, Blooming with spring." વ્યવહાર કુશળ અને ઉદારચરિત દાતવીર શ્રી ચુનીભાઈ લક્ષ્મીચંદ જામનગરમાં લગભગ પોણાલાખના ખર્ચથી તૈયાર થયેલ ‘‘શ્રી લક્ષ્મી આશ્રમ' તેમ જ તેના ઉપરના ભાગમાં વર્તતું ‘જૈનાનંદ પુસ્તકાલય' આ બન્ને ધાર્મિક સંસ્થાઓ શ્રી ચીનુભાઈની ઉદારતાના ખરેખર યશઃપુંજ છે. શ્રી વર્ધમાનતપ આયંબિલખાતામાં અર્પણ થયેલી ૩૦,૦૦૦ની ૨કમમાં પણ પોતાને અર્ધ લાભ આપવાની વડીલ પાસે કરેલી માંગણી એ તેમના ઔદાર્યનો જબ્બર પુરાવો છે. પોતાનાં સુશીલ ધર્મપત્ની શ્રીમતી ચંચળબહેને કરેલ શ્રી નવપદજી, વીંશતિસ્થાનક વગેરે તપશ્ચર્યા નિમિત્તે લગભગ એક લાખના ખર્ચે કરાવેલ ભવ્ય ઉદ્યાપન (ઉજવણું) મહોત્સવ અને તે સમયે ઠેઠ ગુજરાતમાં બિરાજમાન પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજાદિ વિશાળ સાધુસમુદાયને વિજ્ઞપ્તિ કરવાપૂર્વક વિહાર કરાવી જામનગરમાં કરાવેલા દબદબાભર્યા પ્રવેશોત્સવ પ્રસંગે શ્રી ચુનીભાઈએ કરેલું બાદશાહી સામૈયું જામનગરની જૈન-જૈનેતરપ્રજા આજે પણ સંભારે છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં તૈયાર થતાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરમાં સર્વપ્રથમ પચાસથી સાઠ હજા૨ની ઉદાર સખાવત કરનાર તે બીજું કોઈ નહિં પણ આ દાનવીર સંઘપતિ શ્રી ચુનીભાઈ જ. શ્રી પોપટલાલ ધારશીભાઈના જામનગરથી શત્રુંજ્યતીર્થના નીકળેલી ઐતિહાસિક સંઘયાત્રાના કુલ ખર્ચમાં અર્ધ ભાગીદાર થઈ તીર્થંકર નામકર્મના હેતુભુત શાસનોન્નતિ કરાવનાર પણ આ નાના સંઘપતિ જ છે. આવી હજારો અને લાખોની ઉદાર સખાવતો સિવાય નાની સખાવતો તેઓશ્રી તરફથી આજસુધીમાં કેટલી થઈ હશે તેની સંખ્યા આંકડામાં તો તેઓ પોતે જ જાણતા હશે. આવી અસાધારણ ઉદારતાને અંગે જૈન સમાજ દાનવીર પુરુષોની પ્રથમ પંક્તિમાં તેઓને ગણે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આવું ભારે મોટું ઔદાર્ય છતાં આ પુન્યશાળી વ્યક્તિમાં અભિમાનનો એક અંશ પણ જોવા મળતો નથી. તેમની રહેણી કહેણી તદ્દન સાદી હતી. વડીલમર્યાદા તેમણે કોઈપણ વખત લોપી નથી. વડીલ શ્રી પોપટભાઈ જે કોઈ કાર્ય કરે તે હરકોઈ પ્રસંગે આપણા આ નાના સંઘપતિ ચુનીભાઈ સદાય તૈયાર જ હોય. સંઘયાત્રા પ્રવાસ દરમ્યાન ઘણી વખત અનુભવાયું છે કે, કોઈ કોઈ Jain Education International બૃહદ્ ગુજરાત તેવા શુભ પ્રસંગોમાં કોઈ કાર્ય વિશેષ પરત્વે તેમને જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ એક જ વસ્તુ જણાવે કે ‘વડીલને પૂછો, તેમની સલાહ લ્યો અને તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે કરો. મને આ બાબતમાં જરા પણ પૂછવાની જરૂર નથી. જે વાત તેમને મંજૂર છે તે મને મંજૂર હોય જ.’ સંપૂર્ણ લક્ષ્મીનો યોગ છતાં વડીલોનો આવો આમ્નાય (મર્યાદા) કોઈ ભાગ્યવાનમાં જ દૃષ્ટિગોચર થાય છે. શ્રી ચુનીભાઈનું ગાંભીર્ય પણ જનતાને હેરત પમાડે તેવું હતું. કોઈ પણ કાર્ય પ્રસંગે તેઓ કદી ઉતાવળા થતા નહિં. જે કાર્ય ક૨વાનું ધાર્યું હોય તેનો પ્રથમ સ્વયં સંપૂર્ણ વિચાર કરે, ત્યારબાદ વડીલોની સલાહ લે અને અનુમતિ મળ્યા બાદ કાર્ય પ્રારંભે. કાર્યનો પ્રારંભ થયા બાદ જો વિઘ્નપરંપરા આવે તો ધીરજ રાખે જરાપણ પાછા ન હઠે અને આરંભેલું કાર્ય ગમે તે ભોગે પાર ઉતારે, શ્રી ચુનીભાઈની આ સહજ પ્રકૃતિ હતી. એ ધીરતા અને ગંભીરતા તેમને કોઈ અજબ રીતે વરેલી હતી. શ્રી ચુનીભાઈમાં હૃદયની નિખાલસ વૃત્તિ પણ અન્ય વર્ગને અનુકરણીય હતી. સાચું કહેવામાં તેઓ પ્રાયઃ કોઈની શરમ રાખતા નહિં, આમ છતાં તેમના મુખમાં એવી મીઠાશ રહેતી હતી કે તેઓની વાણી કોઈને પણ અપ્રિય થતી નહિં. હૈયામાં કાંઈ હોય અને મુખમાં કાંઈ હોય એ વૃત્તિ તેમને જરાપણ ઇષ્ટ નહોતી. મનમાં જે ઠીક લાગે તે પ્રમાણે જ તેઓ બોલનારા અને મિતભાષી હતા. તેનામાં વ્યવહારદક્ષતા - કાર્ય કરવાની કુશળતા પણ કાંઈ ઓછી નહોતી. એ વ્યવહારકુશળતાને અંગે જ તેઓ છેવટ સુધી વ્યવહારમાં એકસરખા શુદ્ધ રહ્યા હતા. ન્યાય - નીતિ ઉપર તેમને અથાગ પ્રેમ હતો. અને જેમ બને તેમ અનીતિ તથા પ્રપંચના પાસાઓથી દૂર ૨હેવાય તે માટે સદા જાગૃત રહેતા. સૌજન્ય : શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ જૈન વિદ્યાર્થીભવન જામનગર સંઘવણ ચંચળબહેન ચુનીલાલ લક્ષ્મીચંદ આપણા આ સંઘપતિ ચુનીભાઈ જેવા ગુણિયલ છે. તેવાં તેમનાં સહધર્મચારિણી સંઘવણ શ્રીમતી ચંચળબાઈ પણ તેવાં જ સદ્ગુણસંપન્ન છે. દાનગુણમાં તો શ્રી ચુનીભાઈથી પણ તેઓ ચઢી જાય તેમ છે. સંઘમાં જામનગરથી નીકળ્યા બાદ પાલીતાણા સુધી પ્રાયઃ તેઓ પાદચારી (પગે ચાલવાવાળા) જ રહ્યાં હતાં. આ દરમ્યાન રસ્તે ચાલતા સંઘના દર્શનાર્થે ઊભેલા હજારો દર્શનાર્થીઓને જે હાથમાં આવ્યું તે છૂટે હાથે દાન આપી જૈનશાસનની લોકોત્તર પ્રભાવના કરનાર આ સંઘવણ શ્રીમતી ચંચળબાઈ જ છે. શિયળના સર્વશિરોમણિ ગુણ સાથે સામાયિકપૌષધ-પ્રતિક્રમણ-તપ-જપ-વ્રત-પચ્ચક્ખાણમાં તેઓ ખૂબ જ આગળ વધ્યાં છે. આવાં ગુણિયલ છતાં પોતાના વડીલોની મર્યાદા સંપૂર્ણ સાચવવામાં તેઓ જરા પણ ઓછાં ઊતરે તેમ નથી. પંચમી, એકાદશી, ચતુર્દશી, વીંશતીસ્થાનક, શ્રી સિદ્ધચક્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy