SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન કરતાં સ્વબળે અને સૂઝબૂઝથી આગળ આવેલ. એટલે તેમનામાં કેટલાક આગવા ગુણો હતા. આત્મીયતા, પ્રેમ, લાગણીની સાથે સાથે સ્પષ્ટવક્તા તરીકે પોતાની પ્રતિભા વિકસાવી શકયા હતા. જાહેર જીવનમાં નિઃસ્વાર્થ સેવાનો અભિગમ દાખવ્યો હતો. કલ્યાણ મંડળ દ્વારા વિરલ વ્યક્તિએ “નૂતન હોસ્પિટલ'' ફક્ત દસ પૈસાના દરે શરૂ કરી, સમગ્ર નગરમાં અંત્યોદય માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી પહોંચીને સેવાનો પમરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. નેત્રયજ્ઞોની સુવાસ સાઈઠ વર્ષ પહેલાં નગરમાં સેવાના પ્રદાનમાં મોખરે રહી હતી. દાનની સરવાણી તેમનું ધ્યેય હતું. જૈન સમાજમાં પ્રારંભથી જ જૈન શાસનના અનેકવિધ કાર્યોમાં મોખરે આ સતત પરિશ્રમ કરી માન અપમાન અવગણી કાર્યક્ષેત્ર વ્યવસ્થિત કરવા માટે તનતોડ મહેનત કરી. પોષાક સાદો, જીવન સાદું, પરંતુ નામ અને કામ મોટું કર્યું. એશિયા ખંડમાં સુપ્રસિદ્ધ માર્કેટીંગયાર્ડના કાર્યમાં કલ્યાણ મંડળ દ્વારા કામકાજનો વહીવટ કુશળતાપૂર્વક, નિયમિત, શિસ્તબદ્ધ રીતે, કરકસરપૂર્વક પોતાની કુનેહથી કરીને પોતાની નેતાગીરીની ઝાંખી સમગ્ર નગરમાં કરાવી હતી. નગરની ચારે બાજુના ખૂણે શાળાઓના સર્જનમાં નોંધનીય ફાળો રહ્યો હતો. પોતાનામાં સાધર્મિક ભક્તિ,ચૈત્ર-આસો માસની શાતિ ઓથી તથા યાત્રાઓ કરવી અને કરાવવી. સંધી કાઢવા, દુ:ખી પ્રત્યે કરૂાા, સ્વાદી જીવન જીવવાની શિસ્ત વણાયેલી હતી. સંધના અનેકવિધ કાર્યો પોતાના દાનના પ્રવાહથી પોતે કરેલાં મુખ્યત્વે પોતાના પિતાશ્રીનું નામ ઉપાશ્રયમાં જોડાવ્યું. આયંબિલ શાળામાં પોતાના પિતાશ્રીનું બાવલું મુકાવ્યું. પાઠશાળામાં પત્ની કાન્તાબેનનું નામ જોડયું. શ્રાવિકા ઉપાશ્રયમાં મુખ્યદાતા બની પત્ની કાન્તાબેન કાન્તિલાલ લહેરચંદનું નામ જોડાવ્યું. સંઘના અતિથિ ગૃહમાં પોતાનું નામ જોડાવ્યું તથા હોલમાં પોતાના ભાઈ માણેકલાલનું નામ જોડાવ્યું. પાલીતાણાની મુખ્ય દેરીમાં પ્રતિમા ભરાવવાનો લાભ લીધો. કલીકુંડમાં પ્રતિમા ભરાવવાનો લાભ લીધો. ઊંઝા નગરના નૂતન દેરાસરમાં શાન્તિનાથ ભગવાન, શીતલનાથ ભગવાનનો પ્રવેશ, અંજન શલાકા, પ્રતિષ્ઠા, ધજાનો લાભ લીધો. શાંતિનગર જૈનસંધને પોતાના બંગલે સાત વરસ સુધી શાશ્વત ઓળીઓ કરાવી અને દાન આપી કાયમ ધોરણે દાન આપેલ. આયંબિલ શાળામાં ચૈત્ર માસની ઓળીમાં કાયમી ધોરણે ાન આપેલ છે. શાન્તિનગર જૈનસંઘમાં આરાધના હોલમાં તેમના દીક્ષિત ભત્રીજા તથા ભત્રીજાઓના નામે વિભાગ તથા ભત્રીજા રવીન્દ્રભાઈ માણેકલાલના નામે રૂમ તથા આરાધના હોલનું ઉદ્ઘાટન કરવાનો લાભ લીધેલ. સો વરસ જૂનું ભવ્ય ઉપાશ્રય આગમાં બળી જતાં ફરીથી Jain Education International > ૮૩ સર્જનમાં પોતાનું અનુદાન આપેલ ઉપરાંત એમના પરિવાર તરફથી ખાતમુહૂર્ત કરી લાભ લીધેલ. શંખેશ્વર તીર્થમાં યાત્રિકભવનના બ્લોકમાં તથા ભોજનશાળામાં તથા નવકારશી ભવનમાં અનુદાન. સમગ્ર પરિવારના મોભી, દાનવીર, સ્પષ્ટવક્તા, સાહસિક, વીરલ વ્યક્તિનું જૈન શાસનમાં તથા સમગ્ર નગરમાં નામ રહ્યું છે. જીવનની કારકીર્દીના શ્રી ગણેશ કઠોર પરિશ્રમ અને પારિવારિક સંોગોના સંઘર્ષ વચ્ચે કર્યા. જાહેર સેવાનાં કાર્યની શુભ શરૂઆત ૨૧ વર્ષની વયે કરી. જીવનમાં પાકીસ્તાન છૂટું પડ્યા પહેલાં તેમની હઁસીયતથી વધારે સાહસિક ધંધો સરસવની સ્ટીમર ભરાવી માત્ર સાત હજાર કમાવવા ચાર્ટર પ્લેઈન ક૨ી કલકત્તા રસીદો વેચી ત્યારે આવડું મોટું સાહસ ઉત્તર ગુજરાત અમદાવાદથી આખુ સુધી પડકાર કરનાર સાહસી વેપારી હતા. માંગલિક જીવનના ભાગીદારીના છૂટા - માસીઆઈ ભાગ દુકાનમાં છૂટા પડ્યા પછી ધાર્મિક જીવનમાં, પ્રેરણાદાયી પ પૂજય શ્રી ચંદ્રોદય વિજય મ.સા. દ્વારા કર્મના સિદ્ધાંતોની સમજ મળી. વિવિધક્ષેત્રમાં કલ્યાણ મંડળ, વેપારી મંડળ, આંખની હોસ્પિટાલ, નૂતન હોસ્પિટાલ, કેળવણી સંસ્થાઓ, વિગેરેમાં આગળ, હોદ્દો સ્વીકાર કર્યા વિના એમની સેવા નોંધપાત્ર રહી છે. પત્ની : કાન્તાબેન, પુત્ર : ગિરીશભાઈ, સુરેશભાઈ, પુત્રી ઃ અરવિંદાબેન. પરિવારમાં ભાઈનો વગેરેમાં પાંચ દીક્ષા અંગીકાર પોતાની વિકાસ ગાથામાં આધ્યાત્મિક ચેતનાથી ગમે તેવા વિઘ્નોમાં આગેકદમ ચાલુ રહી. એશિયા ખંડના નામચીન ગંજબજારની સુપ્રસિદ્ધ પેઢી શાહે કાન્તીલાલ લહેરચંદ એન સન્સ'થી જાણીતી છે. દેશાટન ૩ વર્ષ પહેલાં સમગ્ર ભારતનું ગામેગામ, શહેરે શહેર વેપાર અર્થે અને યાત્રાની ભાવનાથી તીર્થદર્શન કરવા ફલ. સાધર્મિકોની સેવાભક્તિ કરતાર શ્રી કિશોરભાઈ પરમાણંદદાસ કોરડિયા તા. ૨-૧૨-૧૯૪૭ના રોજ જેતપુર (કાઠી) માં જન્મેલા શ્રી કિશોરભાઈને નાનપણથી જ ધાર્મિક સામાજિક-શૈક્ષણિક તેમજ આર્થિક ક્ષેત્રે સેવામય જીવન જીવવાની મહેચ્છા હોઈ કોલેજકાળથી જ નાનકડો વ્યવસાય શરૂ કરી ૧૯૬૬માં રાજકોટની તમામ ‘જ્ઞાતિ'ઓનાં છાત્રાલયનું સંગઠન કરી ‘શ્રી રાજકોટ છત્ર સેવા સંઘ'ની સ્થાપના કરી, પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા કરી. કોલેજમાં મેનેજીંગ સેક્રેટરી તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈને બન્નેમાં શ્રી ગણેશ કર્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy