SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ‘ખરતર' (વધુ તીક્ષ્ણ)નું બિરુંદ આપ્યું અને તેમનો ગચ્છ ‘ખરતર ગચ્છ’ તરીકે જાણીતો થયો. આમ, દુર્લભરાજ ધાર્મિક વૃત્તિનો હોવાથી સાથે સાથે વિદ્વાનોનો આશ્રયદાતા તથા પ્રોત્સાહક હોવાનું પણ સ્પષ્ટ થાય છે. દુર્લભરાજનું રાજ્ય પ્રબંધો અનુસાર વિ. સં. ૧૦૭૮માં સમાપ્ત થયું હતું. દુર્લભરાજ અપુત્ર મૃત્યુ પામ્યો હતો. આથી તેણે પોતાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ-૧લાનો રાજ્યાભિષેક પોતાના ઉત્તરાધિકારી તરીકે કર્યો હતો (વિ. સં. ૧૦૭૮). ભીમદેવ-૧લાના સમયમાં મહમૂદ ગઝનવીએ ગુજરાત પર ચડાઈ કરી. બર્બર મહમૂદે અનેક મંદિરો લૂંટ્યા તથા પ્રજાને રંજાડી. તેણે સોમનાથની કરેલી લૂંટ ઇતિહાસ પ્રસિદ્ધ છે. લૂંટ ચલાવી પાછા ફરતા મહમૂદને ભીમદેવ૧લાએ પડકાર્યો હતો તેવાં પ્રમાણો મળે છે. મહમૂદની ચડાઈથી કોઈ સ્થાયી પરીણામો ન આવ્યાં છતાં સોમનાથ મંદિરના નાશથી ધાર્મિક ક્ષેત્રે આઘાત લાગ્યો. ભીમદેવે સોમનાથનું પથ્થરનું નવું મંદિર બંધાવી દીધું. મોઢેરાનું સૂર્યમંદિર પણ ભીમદેવ ૧લાના સમય દરમ્યાન નિર્માણ કે સંસ્કરણ પામ્યું હોવાનું એમાં કોતરેલા વિ. સં. ૧૦૮૩ના એક શિલાલેખ પરથી માલૂમ થાય છે. ભીમદેવ-૧લાએ રાજધાનીમાં ત્રિપુરૂષપ્રાસાદ કરાવ્યો હતો. તેણે અનેક ભૂમિદાન પણ કર્યાં હતાં, જેની વિગત આપતાં છ તાપ્રશાસનો મળી આવ્યાં છે, જે વિ. સં. ૧૦૮૬ થી ૧૧૨૦ના છે. ભીમદેવ સુરાચાર્ય, જિનેશ્વર, બુદ્ધિસાગર, ધર્મ, શાંતિસૂરિ વગેરે વિદ્વાનોનો આશ્રયદાતા ગુણાનુરાગી હતો. ભીમદેવની રાણી ઉદયમતીએ પણ એક વાવનું નિર્માણ કરાવ્યું હતું. (જે હાલની પ્રસિદ્ધ રાણકીવાવ છે). ભીમદેવ-૧લાના મંત્રી દામોદરે પણ એક પ્રસિદ્ધ કૂવો બંધાવ્યો હતો. તથા ભીમદેવ-૧લાનો મંત્રી વિમલ કે જેને તેણે આબુના દંડનાયક તરીકે નીમ્યો હતો, તે જૈનધર્મી તથા ઉમદા વ્યક્તિત્વ ધરાવતો હતો. તેણે ચંદ્રાવતી (હાલનું આબુ)માં વિ. સં. ૧૦૮૮માં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું જે વિમલવસહિ તરીકે જાણીતું થયું. જો કે આ ભવ્ય મંદિરના ગર્ભગૃહ, અંતરાલ અને ગૂઢમંડપ વિમલના સમયનાં છે. જે શ્યામ પાષાણના બનેલા છે. અત્યંત કલાત્મક આ મંદિર જુદા-જુદા રાજાઓના વખતમાં આકાર પામતું રહ્યું. વિમલ-વસહિ સામે પૂર્વમાં હસ્તિશાલા આવેલી છે. સાદા સ્તંભો વચ્ચે કાળા * ૬૯ પથ્થરની મંડપયુક્ત જાળીવાળી દીવાલો ધરાવતી લંબચોરસ નીચા ઘાટની હસ્તિશાલાને ચાર દ્વાર છે. આ હસ્તિશાલા પણ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની સામે અંદરના ભાગમાં જ વિમલમંત્રીની લેખ વિનાની અશ્વારૂઢ છત્રધારી મૂર્તિ છે. Jain Education International ભીમદેવ-૧લા પછી તેનો પુત્ર કર્ણદેવ કે જે રાણી ઉદયમતીનો પુત્ર હતો તે ગાદીએ આવ્યો હતો. તેનો રાજ્યકાળ ઇ. સ. ૧૦૬૪ થી ૧૦૯૪નો છે. કર્ણદેવે સારસ્વત મંડળની દક્ષિણપૂર્વે આવેલી આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવી એ પ્રદેશ જીતી લીધો અને આશાપલ્લી પાસે કર્ણાવતી નગરી વસાવી. આ કર્ણાવતી પાસે આગળ જતાં અહમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું. આમ મૂળ કર્ણાવતીની સ્થાપના કર્ણદેવ-૧લાના સમયમાં થઈ હતી. કર્ણદેવ દાનવીર શાસક હતો. તે તેણે આપેલાં દાનપત્રો જે મહિધર નામના બ્રાહ્મણ, તીર્થંકર સુમતિનાથ તથા એક વાપીને અર્પણ કરેલું છે. તેના પરથી જણાઈ આવે છે. કર્ણદેવે કર્ણાવતી નગરી વસાવી ત્યાં કોચરબા દેવીનું મંદિર તથા કર્ણેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું તથા તેની પાસે કર્ણસાગર સરોવર બંધાવ્યું હતું. ઉપરાંત અણહિલપાટકમાં કર્ણદેવે કર્ણમેરૂપ્રાસાદ પણ બંધાવ્યો હતો. કર્ણદેવનાં દાનપત્રોમાં તેને ભવાનીપતિ (શિવ)નો ભક્ત કહ્યો છે. કર્ણદેવ-૧લા પછી ગાદીએ આવનાર તેનો પુત્ર જયસિંહ જે સિદ્ધરાજ જયસિંહ, બર્બરક જિષ્ણુ તથા સઘરાજેસંગ તરીકે પ્રખ્યાત થયો, તેનો રાજ્યકાળ ગુજરાતના ઇતિહાસને ભવ્યતા તથા અનેક સિદ્ધિઓ અર્પનાર બની રહ્યો. જયસિંહ પ્રબંધ ચિંતામણીમાં જણાવ્યા મુજબ વિ. સં. ૧૧૫૦ (ઇ. સં. ૧૦૯૪)માં ગાદીએ આવ્યો હતો. તેણે મેળવેલી સિદ્ધિઓ અજબ હતી. આથી જ વિ. સં. ૧૧૬૬ની એક હસ્તપ્રતમાં જયસિંહદેવ માટે ‘સિદ્ધરાજ' નામ પ્રચલિત થયું. સિદ્ધરાજે વિદ્યા તથા કલાના ક્ષેત્રે અદ્વિતીય પ્રદાન કર્યું હતું. સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને નવું શબ્દાનુશાસન તૈયા૨ ક૨વા પ્રેરણા આપી હતી તથા ગ્રંથ તૈયાર થયો ત્યારે એનું બહુમાન કર્યું હતું. સિદ્ધરાજના દરબારમાં કવિ શ્રીપાલ કે જેને સિદ્ધરાજ પોતાનો બંધુ માનતો હતો તે, ઉપરાંત વાગ્ભટ્ટ, જયમંગલ, યશચંદ્ર, વર્ધમાનસુરી, સાગરચંદ્ર ઇત્યાદિ અનેક વિદ્વાનો તથા કવિઓ હતા. સિદ્ધરાજ શૈવ હતો. એણે સૌરાષ્ટ્ર જીતી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy