SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જનરલ ગોડાર્ડના શરણે જઈને શ્રી નથુશા તથા મહાજને પ્રજા માટે શાંતિનું ફરમાન મેળવ્યું. અમદાવાદના માધુપુરાની સ્થાપના શેઠ નથુશાની ભલામણથી થઈ. તેઓના અનુગામી શ્રી વખતચંદ પણ પ્રજા અને કુટુંબના મોભ સમાન હતા. મરાઠા સરકાર તરફથી વારસાહક અંગેનો અગત્યનો હુકમ તેમના પ્રયત્નનાં પરિણામે બહાર પાડવામાં આવેલ. રાજકર્તાઓ તરફથી તેમને સદાય માન મળેલ. તેઓએ દેશ-પરદેશમાં વેપાર ખૂબ વિકસાવ્યો, સાથે સાથે પોતાને મળેલ ધનનો ઉપયોગ છૂટથી સુકૃતોમાં કર્યો. તેઓએ અમદાવાદમાં ઝવેરીવાડમાં અજિતનાથનું, વીરપ્રભુનું, સંભવનાથનું દેરાસર બંધાવ્યું. વિ.સં. ૧૮૬૪માં તેઓએ શેત્રુંજય - ગિરનારનો મોટો સંઘ કાઢ્યો. તેઓ વિ.સં. ૧૮૬૮માં કુટુંબ સાથે નવ્વાણું યાત્રા કરવા શત્રુંજય ગયા, ત્યારે તેમનાં પુત્રી ઉજમબાઈ પણ સાથે હતાં. ૨૦ યાત્રા પછી ઉજમબાઈના પતિ મૃત્યુ પામ્યા, પણ ઉજમબાઈએ યાત્રા પૂરી કરવાનું કહ્યું. આ ઉજમબાઈ ઉજમફઈના નામે જાણીતાં છે અને શત્રુંજય ઉપર ઉજમફઈની ટૂંક, અમદાવાદ, પાલીતાણા વગેરેમાં ઉજમબાઈના નામની ધર્મશાળાઓ પણ છે. બાહોશ નગરશેઠ હેમાભાઈ શેઠ વખતચંદના પાંચમા પુત્ર હેમાભાઈ બુદ્ધિમાન, વિદ્યાપ્રેમી, પ્રજાવત્સલ, ધર્મભાવનાશીલ, પરગજુ હતા. પૂર્વજોના ઝવેરાતના ધંધાની સાથે સાથે તેઓએ શરાફીનો ધંધો ખૂબ વિકસાવ્યો. તેમણે મોટા શાહુકારોને, રાજાઓને નાણાં ધીરી સહાય આપી હતી. કાઠિયાવાડના અનેક ગામો તથા સુરત, મુંબઈ, પૂના, રતલામ, જયપુર, દિલ્હી, આગ્રા, મેડતા, ચિત્તોડ, બુંદીકોટા, વડોદરા એમ અનેક જગ્યાએ તેમની પેઢીઓ અને આડતો હતી. એક રસોડે તેમને ત્યાં સો-દોઢસો માણસો જમતા. તેઓએ રાજાનો, પ્રજાનો, ધર્મનો વિકાસ થાય તેવાં અનેક કાર્યો કર્યાં. જેમ કે તેઓએ ઘણાં સ્થળે દેરાસરો, ધર્મશાળા, ઉપાશ્રય, પાંજરાપોળો સ્થાપ્યાં. તેઓની સજાગતાને કારણે પાલીતાણા તીર્થના ૨ક્ષણ માટે ઇ.સ. ૧૮૨૧નો પાલીતાણાનો રખોપાનો બીજો ક૨ા૨ પાલીતાણા રાજ્ય પાસેથી જૈન સંઘને મળેલ. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને મદદ, કોલેજને મોટી રકમ, મ્યુનિસિપાલિટીની સ્થાપનામાં સક્રિયતા, પાંજરાપોળના વહીવટમાં સજાગતા તેમના વ્યક્તિત્વની વિવિધ બાજુઓ સૂચવે છે. દાનવીર નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈ પિતાથી સવાયા હતા. વ્યવહારકુશળ પ્રેમાભાઈ સન્નિષ્ઠ વિદ્યાપ્રેમી પણ હતા. તેઓએ ૫. Jain Education Intemational ◊ 963 પાલીતાણામાં પાંચલાખના ખર્ચે પ્રેમાભાઈની ટૂંક બંધાવી, અનેક જગ્યાએ દેરાસર, ધર્મશાળા, પાંજરાપોળો બંધાવ્યાં. વિ.સ. ૧૯૭૭ના દુષ્કાળ વખતે માનવતા લક્ષી સખાવતો કરી, સાથે સાથે તેઓએ સામાજિક તથા વિદ્યાકીય દાન પણ ખૂબ કરેલ. ઇ.સ. ૧૮૫૬માં જૂની સિવીલ હોસ્પિટલ માટે, ઇ.સ. ૧૮૫૭માં હીમાભાઈ ઈન્સ્ટિટ્યુટ નામના પુસ્તકાલય માટે, ઇ.સ. ૧૮૫૭માં ગુજરાત કોલેજ માટેનાં ફંડમાં, મુંબઈમાં ગ્રાંટ મેડિકલ કોલેજમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક માટે, ઇ.સ. ૧૮૬૩માં મુંબઈના વિક્ટોરિયા ગાર્ડન અને આલ્બર્ટ મ્યુઝિયમ માટે ખૂબ ઉદારતાપૂર્વક આર્થિક સહાય કરેલ. ગામ-પરગામથી ટપાલો લાવવા લઈ જવા માટે તેમણે ખાનગી ટપાલ વ્યવસ્થા ઊભી કરેલ. સરકારે કટોકટીના સમયમાં આ ખાનગી ટપાલવ્યવસ્થાનો ઉપયોગ કરેલ અને ૧-૧-૧૮૭૭ના રોજ તેનાથી સંતુષ્ટ થઈને ગવર્નર લોર્ડ લીટને તેમને ‘રાવ બહાદુર'નો ખિતાબ આપેલ. ઇ.સ. ૧૮૮૦માં તેમના પ્રમુખપદ નીચે ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી'નું બંધારણ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું. પોતાનાં કાર્યોની સુવાસ મૂકીને તેઓ ઇ.સ. ૧૮૮૭માં મૃત્યુ પામ્યા. સેવાભાવી મણિભાઈ પ્રેમાભાઈના ત્રીજા પુત્ર મણિભાઈએ નાની ઉંમરે ઘણી જવાબદારી અદા કરી. તેઓ ખૂબ સેવાભાવી હતા. છપ્પનિયા દુકાળમાં ‘પુઅર હાઉસ’, ‘કૈટલ કેમ્પ' માટે તેઓએ ખૂબ ખર્ચ કર્યો. પોતે જાતે ગાયોની સેવા કરી. રોગચાળામાં નાત-જાતના ભેદભાવ વગર નિરાધાર માણસોની દવા તથા સેવા કરી અને તેમ કરતાં શીતળા નીકળતાં ઇ.સ. ૧૯૦૦માં ૪૭ વર્ષે મૃત્યુ પામ્યા. શ્રી ચીમનભાઈ લાલભાઈ અને કસ્તૂરભાઈ મણિભાઈ પ્રેમાભાઈના બીજા દીકરા લાલભાઈના દીકરા ચીમનભાઈએ ૧૬ વર્ષની ઉંમરથી જ મિલકતના વહીવટની જવાબદારી સારી રીતે અદા કરી. તેઓ જાહેર પ્રજાના હિતના સવાલોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા. જૈનોના સાંસારિક, ધાર્મિક કેળવણીને લગતા પ્રશ્નો પરત્વે તેઓ ખૂબ સજાગ હતા. તેઓ ૨૮ વર્ષની નાની ઉંમરે જ મૃત્યુ પામ્યા. તેઓએ ‘જૈન તત્ત્વવિવેચક સભા'ની સ્થાપના કરી. તે પછી શ્રી મણિભાઈના દીકરા કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ પદ સંભાળે છે. ઇ.સ. ૧૯૧૮માં સમેતિશખર પહાડના દસ્તાવેજ અંગે તેઓએ ખૂબ મહેનત કરી હતી. ઇ.સ. ૧૯૩૪માં ૪૫૦ સાધુઓ, ૭૦૦ સાધ્વીજીઓનું સંમેલન અમદાવાદમાં બોલાવેલ જે સફળ રીતે ૩૪ દિવસ ચાલ્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy