SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨ ૨ શેઠ શાંતિદાસ અકબરની બેગમ જોધાબાઈ દિલ્હીથી રીસાઈને અમદાવાદ આવ્યાં ત્યારે બહેન તરીકે તેમને ખૂબ સાચવ્યાં. મોગલ રાજદરબારમાં તેઓ ‘ઝવેરી મામા’ તરીકેનું વિશ્વાસપાત્ર સ્થાન પામ્યા. જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ સાથે તેઓને ધનિષ્ઠ સંબંધ હતો, જેનાં પરિણામ સ્વરૂપે તેઓને બાવીસેક જેટલાં ફરમાનો પ્રાપ્ત થયાં. શ્રી શાંતિદાસ ઝવેરી મૂળ ક્ષત્રિય હતા તેથી તેમનામાં ક્ષાત્રતેજ હતું. જ્ઞાતિએ તેઓ ઓસવાલ હતા અને ‘ઓસવાલ ભૂપાલ’ તે ઉક્તિ પ્રમાણે તેઓમાં રાજતેજ હતું. અને કુશળ વણિક હોવાથી તેમનામાં આગવી વ્યાપારસૂઝ હતી. આ રીતે તેમના જીવનમાં રાજકીય, સામાજિક, ધાર્મિક એ ત્રણે પ્રકારની સૂઝબૂઝનો સમન્વય થયેલો જોવા મળે છે. મોગલ બાદશાહો સાથેના નિકટના સંબંધના કારણે તેઓને સમયે સમયે જહાંગીર, શારજહાં, મુરાદબક્ષ, ઔરંગઝેબ પાસેથી પાલીતાણા, ગિરનાર, આબુ, તારંગા, કેશરીનાથ અને અમદાવાદમાં તેઓએ બંધાવેલ દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જેવાં જૈન ધાર્મિક સ્થાનો-તીર્થોના રક્ષણ અંગેનાં આઠ ફરમાનો પ્રાપ્ત થયેલ. આ ઉપરાંત બીજાં ચૌદેક ફરમાનો ઝવેરી તરીકે ઝવેરાત અંગે, સ્થાવર મિલકતની સુરક્ષા અંગે, પ્રજાજોગ શાંતિ સંદેશો પહોંચાડવા અંગેના પ્રાપ્ત થયાં. અમદાવાદનું નગરશેઠ પદ સૌ પ્રથમ તેમને પ્રાપ્ત થયું અને પછી આ નગરશેઠ પરંપરા ચાલુ રહી. જેમાં તેમના વારસદારોએ પેઢી દર પેઢી આ પદ નિભાવ્યું. મહાજન તરીકે પણ તેઓએ વ્યાપારના વિકાસ પર ખૂબ ધ્યાન આપ્યું. પાલીતાણા રાજ્યના ગોહિલ રાજવી કાંધાજી સાથે સંવત ૧૭૦૭માં કરેલ રખોપાનો પહેલો કરાર પણ તીર્થ પ્રત્યેની તેમની જાગરુક્તા સૂચવે છે. સામાજિક દૃષ્ટિએ જોઈએ તો તેઓને રાજા તથા પ્રજા બંને સાથે ખૂબ ઘરોબો હતો. મહાજનના અગ્રેસર તરીકે તેમની હવેલીનાં દ્વાર બધા માટે ખુલ્લાં રહેતાં. સમાજના પ્રશ્નોનો નીવેડો લાવવા માટે તેઓ ખૂબ સજાગ હતા. ઇ.સ. ૧૬૧૮માં તેઓએ પાલીતાણાનો સંઘ કાઢ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તે સમયમાં ખૂબ સારી વ્યવસ્થા જાળવી શક્યા હતા. શ્રી શાંતિદાસ શેઠના વ્યક્તિત્વની ધાર્મિક બાજુ પણ એટલી જ નોંધપાત્ર છે. તેઓના દૈનિક જીવનમાં ધાર્મિક વિધિને સ્થાન હતું. પોતાના ગુરુ મુક્તિસાગરજી માટે અનન્ય પ્રીતિ તથા તેમને આચાર્યપદ અપાવવામાં તેમણે ભજવેલી ભૂમિકા પણ તેઓની ધર્મ પ્રત્યેની નિષ્ઠા સૂચવે છે. ગુપ્તદાન, યાત્રા, પ્રવાસ, તીર્થરક્ષા વગેરે અંગે તેઓ ખૂબ સમય અને શક્તિ ખર્ચતા. અમદાવાદમાં બીલીપુરા (સરસપુર)માં તેઓએ ઇ.સ. ૧૬૨૫માં શ્રી ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરી, પરંતુ કમનસીબે ઇ.સ. ૧૬૪૫માં ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવ્યું અને ઇ.સ. ૧૯૪૮માં તે ઇમારત પાછી મેળવવા અંગે શાહજહાં પાસેથી ફરમાન પણ મેળવ્યું, પણ પછી ત્યાં ફરીથી દેરાસર ન થઈ શક્યું. લોકોના Jain Education International બૃહદ્ ગુજરાત હૃદયમાં નગરશેઠ તરીકે અનેરું સ્થાન પામનાર શાંતિદાસ શેઠના વ્યક્તિત્વ અંગે શ્રી ડુંગરશીભાઈ સંપટ જણાવે છે કે, ‘‘એની પ્રસન્ન મુખમુદ્રા, શાંત સ્વભાવ, મીઠી આકર્ષક વાત કરવાની ઢબ અને સજ્જન વ્યવહાર સહુને મુગ્ધ કરતા હતા.'' બલિષ્ઠ મહાજન પરંપરાના અનુગામીઓ શ્રી શાંતિદાસ ઝવેરી પછી તેમના કુટુંબના વારસદારો અમદાવાદના નગ૨શેઠ તરીકેનું પદ કુશળતાપૂર્વક સંભાળે છે. તેમાં અનુક્રમે નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ, શ્રી ખુશાલચંદ, શ્રી નથુભાઈ અને વખતચંદની બંધુબેલડી, શ્રી હેમાભાઈ, શ્રી પ્રેમાભાઈ, શ્રી મણિભાઈ, શ્રી ચીમનલાલ, લાલભાઈ તથા કસ્તૂરભાઈ મણિભાઈ આ પદ સંભાલે છે. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ દલપતભાઈનું નામ અને કામ પણ તેમના વારસદારોમાં નોંધપાત્ર છે. કુશળ નગરશેઠ લક્ષ્મીચંદ શ્રી શાંતિદાસ ઝવેરીના પાંચમા પુત્ર શ્રી લક્ષ્મીચંદ પાસે વેપાર ખેડવાની આવડત તથા રાજદરબાર સાથે સંબંધો જાળવવાની કુશળતા વારસામાં મળી હતી. ઔરંગઝેબના પુત્ર બહાદુરશાહે તેઓને પ્રથમ પંક્તિના અમીર બનાવી પાલખી, છત્ર, મશાલનું માન આપેલ છે. શ્રી લક્ષ્મીચંદે પણ જરૂર પડે ત્યારે બહાદુરશાહને લશ્કરનાં સાધનો, રેશન, પૈસા વગેરેની મદદ કરી હતી. વિ.સં. ૧૭૧૭ના દુકાળમાં શેઠ લક્ષ્મીચંદ તથા તેમના ત્રણ ભાઈઓએ જગડુશાહની જેમ પ્રજાને સહાય કરી હતી. ખમીરવંત શ્રી ખુશાલચંદ શેઠ શેઢ લક્ષ્મીચંદના પુત્ર ખુશાલચંદને પણ તત્કાલીન ગાયકવાડ સરકાર તથા પેશ્વા સરકાર તરફથી પાલખી, છત્ર, વર્ષાસન મળેલાં. પોતાની કુનેહ અને મુત્સદ્દીગીરીથી તેઓએ ઇ.સ. ૧૭૨૫માં અમદાવાદ શહેરનો બચાવ કરેલો. હમીદખાન અને તેના મરાઠા સાથીઓ કંથાજી તથા પીલાજીએ અમદાવાદ લૂંટવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખુશાલચંદે પોતાના પૈસા અને જાનના જોખમે અમદાવાદને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રસંગ પછી તે સમયના મહાજને તેમને શહેરમાં માલસામાનની જકાતની આવકમાં ૧૦૦ રૂ।. એ ચાર આના આપવાનું નક્કી કર્યું. તે તેમના વા૨સદારોને લગભગ ઇ.સ. ૧૯૭૭ સુધી મળતું રહ્યું. રાજકીય કાવાદાવા સભર જીવનમાં તેઓએ હિંમતભેર બધી પરિસ્થિતિનો સામનો કર્યો અને ઇ.સ. ૧૭૪૮માં મૃત્યુ પામ્યા. શ્રી નથુશા અને શ્રી વખતચંદ શેઠ ખુશાલચંદ પછી તેમના પુત્રો શ્રી નથુશા અને વખતચંદ પણ પ્રજાના રક્ષણ માટે જાણીતા છે. ઇ.સ. ૧૭૮૦માં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy