SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાત સ્વબળે ઊભરેલા ગરવા ગુજરાતી મહાનુભાવો ૬૪ > —તરેન્દ્ર પટેલ ગુજરાતના વિવિધક્ષેત્રોમાં સૌની એક વિશિષ્ટ પ્રણાલિકા છે, સૌને પોતપોતાનાં અવનવાં સ્વરૂપો છે. જ્ઞાતિએ જ્ઞાતિએ નવાં જ રૂપરંગ છે. સંસ્કાર કે સંસ્કૃતિનું માપ તેની વિશિષ્ટતા ઉપરથી નીકળતું નથી પણ માનવજીવનના વિકાસમાં, સમાજઘડતરની દિશામાં એમણે આપેલા પુરુષાર્થના ફાળા ઉપરથી જ નક્કી થાય છે. ગરવા ગુજરાતીઓ દેશમાં અને વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે. સૌ કોઈએ પોતાના ક્ષેત્રે પોતાની મર્યાદામાં રહીને કોઈએ દાનધર્મથી, તો કોઈએ સેવાકાર્યોથી તો કોઈએ ધર્મકાર્યોથી ગુજરાતનાં નામને ઉજાળ્યું છે. આજના ઝડપથી વિકસી રહેલા સમયે વિજ્ઞાન, મંત્રવિજ્ઞાન, અર્થકારણ, રાજકારણ, ઉદ્યોગ, શિક્ષણ, સાહિત્ય કે પ્રસાર માધ્યમો આદિ ક્ષેત્રોમાં પોતાનાં કુનેહ કૌશલ્ય અને બુદ્ધિ પ્રતિભાથી આગળ આવી ગુજરાતનું નામ રોશન કરનારની સંખ્યા નાનીસૂની તો નથી જ. આ ભૂમિએ જેમ ઉત્તમ રાજવીઓ કે પ્રખર સમાજસુધારકો આપ્યા તેમ સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે આગવી ભાત પાડનાર પ્રતિભાઓ પણ આપણે પામ્યા. સાહસિક ઉદ્યોગપતિઓ અને પુરુષાર્થી સાહિત્ય સર્જકો પણ સમયે સમયે મળતા રહ્યા છે. આવા વિવિધક્ષેત્રના કેટલાક ગરવા ગુજરાતીઓનો પરિચય કરાવે છે શ્રી નરેન્દ્રભાઈ પટેલ. જન્મ ૧૯૪૨ની ૮મી ડિસેમ્બરે મોસાળ બહાદુરપુર (સંખેડા)માં થયો હતો. શાળાનું શિક્ષણ બીલીમોરામાં અને કોલેજશિક્ષણ નિડયાદમાં લીધા બાદ બી.એડ્. અને ડિપ્લોમા ઇન વોકેશનલ ગાઈડન્સની તાલીમ મુંબઈમાંથી લીધી હતી. ગોરેગામ, મુંબઈની કે.ડી.નાગરા જુનિયર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સંસ્કારધામ વિદ્યાલય તથા જુનિયર કોલેજ ઓફ સાયન્સમાં ૩૩ વર્ષ સુધી શિક્ષણની કામગીરી બજાવીને વર્ષ ૨૦૦૧માં પ્રિન્સીપાલ તરીકે નિવૃત્ત થયા છે. તેમણે ‘ગુજરાત સમાચાર’માં ‘અક્ષરા’, ‘સંદેશ’માં ‘પ્રકાશન અને સમીક્ષા’, ‘યુવદર્શન’માં ‘અગિયારમી દશા' (વિજ્ઞાન), ‘મિડ ડે'માં ‘ટાઈમ પાસ' કોલમ સંભાળી હતી. અત્યારે ‘સમકાલીન’માં ‘વિજ્ઞાનવાર્તા’ અને પ્રકાશન સમીક્ષા’ની કોલમ લખે છે. તેમણે બોમ્બે નોર્થ-વેસ્ટ રોટરી ક્લબને ઉપક્રમે વર્ષો સુધી વોકેશનલ ગાઈડન્સ’ના કેમ્પ અને સેમિનાર યોજ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન કરે છે. સ્કોલરશીપ શિક્ષણ માટે શિક્ષકોને તાલીમ આપવાના વર્ગોનું આયોજન કરે છે. તેમણે વાર્તા, કવિતા, આધ્યાત્મિક લેખો લખ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત બોર્ડના ધોરણ ૮,૯,૧૦ માટે ભૂમિતિનાં પાઠ્યપુસ્તક અનુવાદિત કર્યાં છે. રેડિયો અને ટી.વી. પર યુવવાણી અને કારકિર્દી અંગેના કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. એમણે ‘ગાઈડન્સ ઇન યોર હેન્ડ’, ‘આદાન પ્રદાન’, ‘અમૃતનું આચમન’, ‘વિજ્ઞાનસંગ’, ‘બિઝનેશ ગઠરિયાં’, ‘કાન્તિભટ્ટની વાર્તાઓ’, વગેરે સંપાદનો કર્યાં છે. તેમણે ઇન્દુ સોમાભાઈ પટેલ સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર સ્નેહલ અને પુત્રી અનુજા છે. —સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy