SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન યુરેનિયમના ભંડારો મળી આવ્યા તેનો યશ તેમના ફાળે જાય છે. ‘પીર પંજાબ’નામના પંજાબના પર્વત ઉપરાંત તેમણે મધ્ય એશિયાના રણ પ્રદેશ અંગે પણ અગત્યનું સંશોધન કર્યું છે. તેમના મતે જે હિમનદ અને હિમયુગ ઉત્તરધ્રુવમાં આજે છે તે તો દસ લાખ વર્ષ પહેલાના પૃથ્વી પરના હિમયુગના અવશેષરૂપ છે ! હિમાલયની ગિરિમાળાઓ આસામથી કાશ્મિર સુધી વિસ્તરેલી છે તથા અનેક પર્વત શ્રેણીઓમાં વહેંચાયેલી છે, કાશ્મિરમાં તેને હજારો વળાંક પ્રાપ્ત થયેલ છે. અત્યાર સુધી ભુગર્ભ વૈજ્ઞાનિકો માનતા કે આ વળાંક એક જ શ્રેણીનો નહીં પણ બે પૃથક્ શ્રેણીનો છે તેમ જ હિંદુકુશની પહાડીઓને હિમાલય સાથે કોઈ સંબંધ નથી ! ! પરંતુ ડૉ. વાડિયાએ પોતાની મૌલિક શોધ રજૂ કરી કે આ વળાંકો હિમાલયની શ્રેણીના વળાંકથી જ બનેલ છે. અને બલૂચિસ્તાન શ્રેણી પણ હિમાલયનો જ એક ભાગ છે ! તેમણે વિવિધ સ્થળોની પાટી, ખીણો, શીખરી ઠિન સાધન, ધીરજ અને સહનશક્તિથી ખૂંદીને પથ્થર શિલાના નમૂનાઓ દ્વારા આ મહત્ત્વની શોધ કરી જેને કારણે લંડનની રોયલ સોસાયટી અને રોલ જિયો. સોસાયટીએ તેમને (‘શૈલ' પદક અને ‘’ પુરસ્કાર દ્વારા સન્માનેલા ડો, વાડિયા ભારતીય વિજ્ઞાન પરિષદના બે વખત અધ્યક્ષ હતા, લંડનની રોયલ સોસાયટીએ તેમને પોતાના ફેલો તરીકે ચૂંટી કાઢી ઇ. સ. ૧૯૫૭માં ભારે સન્માન આપ્યું. કેમકે ભારતીય ભૂગર્ભ વિજ્ઞાનીને આવું સન્માન પહેલી વખત પ્રામ થયું હતું તેથી તેમની પ્રસિદ્ધિ વૈશ્વિક સ્તરે થઈ. ઇ. સ. ૧૯૬૪માં આંતરરાષ્ટ્રીય ભૂગર્ભ કોંગ્રેસના બાવીસમાં સંમેલન, દિલ્હીખાતે તેમને અધ્યક્ષ બનાવાયા. આનંદ સાથે એ વાતની યાદ આપવાની કે ડૉ. વાડિયા ભૂવિજ્ઞાન સંબંધી ગ્રંથરચનાની બાબતમાં પહેલા ગુજરાતી જ નહીં પણ પ્રથમ ભારતીય લેખક ગણાયા છે, જે સંશોધન અને નિરીક્ષણના નિચોડરૂપે છે, દા.ત. ‘જિયોલોજી ઓફ ઇન્ડિયા એન્ડ બર્મા', 'જિયોલોજી ઓફ નાગાપર્વત એન્ડ ગિલગીટ ડિસ્ટ્રીક્ટ', 'સ્ટ્રક્ચર ઓફ મિાલયાસ' (૧૯૩૮)ને આ યાદ કરી શકાય. તેમના આવા ઉમદા સંશોધન બદલ તેમને રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાએ, મેઘનાદ સાહા પદક', ‘એશિયાટિક સોસાયટી' કલકત્તાએ પી.એન. બોઝ પદક'થી અને ભારત સરકારે તેમને 'પદ્મભૂષણ'થી સન્માનેલા. આવા ગૌરવવંતા ભૂવૈજ્ઞાનિક ડૉ. વાડિયાનું અવસાન તા. ૧૫-૬-૧૯૬૦ના રોજ થયું હતું. (૧૨) ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ કરનારા પારસીઓ ગુજરાતના અનેક ક્ષેત્રોમાં પારસીઓએ પ્રદાન કર્યું છે તેમ ગુજરાતની રંગભૂમિમાં પણ તેમણે પારસી નાટક મંડળી દ્વારા ઈ. સ. ૧૮૫૭ના ઓક્ટોબરમાં ‘રૂસ્તમ અને સોહરાબ'નાટકની Jain Education International 993 ભજવણીથી પ્રારંભિક પ્રદાન કર્યું છે. પહેલી ગુજરાતી નાટક મંડળી પારસી નાટક મંડળી-ને પીઠબળ પૂરું પાડનારાઓમાં જાહેર જીવનના અનેક અગ્રણીઓ મોખરે હતા અને તેમાં પછીથી ભા નામના મેળવી હિંદના દાદા તરીકે પંકાનાર એવા દાદાભાઈ નવરોજીનો પણ સમાવેશ થાય છે. - સાહિત્યકાર, પત્રકાર, નાટ્યકાર, સમાજસુધારક એવા કેશરુ નવરોજી કાબરાએ કસરતશાળા સ્થાપક મંડળી અને નાટક ઉત્તેજક મંડળી સ્થાપેલી. કસરતશાળા માટે નાણાં એકત્ર કરવા કાબરાએ કલા રસિયાઓને ભેગા કરી કોમેડી ફ એરર્સ' ભજવ્યું, બે પ્રયોગોમાં કસરતશાળા સ્થાપક મંડળી માટે નાણાં મળ્યા. પરંતુ હવે કલારસિક જીવોને છૂટા પડવાનું મન થતું નહોતું તેથી મહારાણીના નામ ૫૨થી ‘વિક્ટોરિયા નાટક મંડળી' ગજવાનું ગોપીચંદન ખર્ચીને ચાલુ રાખી. ઇરાની ઇતિહાસમાંથી બેજનમની જેહનો પ્રાાવાન સમય કિસ્સો લઈને શરૂ કાબરાજીએ એક નાટકમાં ગૂંથ્યો. તેમણે સુવર્ણ જયંતિ ઊજવી અને તેનાં પાત્રો. લોકજીભે રમવા લાગ્યાં, જેમકે - ‘જમશેદ' (જમશુ) અભિનેતાનું પાત્ર. મની એટલે મસુ મનીજેહ, એ પ્રમાણે : ધનજુ બેજન, ખુશરુ કોબાદ, ડોસુ ગોદરેજ, કાવસજી ગુર્જિન, દારશા અફાસિયાબ વગેરે નામે કલાકારો ઓળખાતા. આ સિવાય કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળી પણ સ્થાપી હતી. (જેમાં તેની સલાહકાર સમિતિમાં રાછોડદાસ ઉદયરામ, મનસુખરામ સૂર્યરામ વગેરે પણ હતા) રણછોડભાઈએ હરિશ્ચંદ્ર નાટક લખ્યું, કાબરાજીએ માર્યું, ફરામજી કાવસજી હોલ એક વર્ષ માટે ભાડે રખાશે. નાટકે શતાબ્દિ ઊજવી ! હોલ ખાલી કર્યા પછી કાર્ડ માર્કેટ સામેની પડતર જમીન પર કામચલાઉ નાટકડાયા ઊભી થયેલ અને ત્યાં રણછોડભાઈની ક્લમે લખાયેલ “નળદમયંતી' નાટક સારી રીતે ભજવેલું. નાટક ઉત્તેજક મંડળીએ 'સીતા હરણ'ને પણ સુંદર ન્યાય આપેલો. કાબરા પારસીઓ, હિંદુઓ બંને કોમને રસ પડે તેવાં નાટકો અંગ્રેજી ઉપરથી લખતા. કુંવરજી સોરાબજી નાઝરે ગુજરાતનો છેલ્લો રાજા કરણઘેલો વિશે નાટક લખાવ્યું અને ભજવ્યું. ‘કેટલાંકે એને આપણી રંગભૂમિના પ્રથમ ગુજરાતી (હિન્દુ) નાટક તરીકે ઓળખાવ્યું છે.' એવી નોંધ લઈને સંશોધન પત્રકાર લેખક રતન રુસ્તમજી માર્શલના શબ્દોમાં જોઈએ તો, “ગુજરાતી પત્રકારત્વની જેમ ગુજરાતી રંગભૂમિને ક્ષેત્રે પ્રારંભિક યાને પાયાનું કામ પારસીઓએ કર્યું, એની સ્વાભાવિક અસર ગુજરાતી ભાષા ઉપર થઈ.” રંગભૂમિના પ્રારંભ વિશેની આ નોંધ 'નવનીત સમર્પણ'ના એપ્રિલ - ૧૯૯૯ના અંકમાં આવેલ રતન રુસ્તમજી માર્શલના લેખનો અમે ઉપયોગ કર્યો છે તે બદલ તેમનો તથા માસિકનો આભાર માનીએ છીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy