SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન શીલભદ્ર જ્ઞાતિઓ અને ધર્મપ્રિય મંત્રીવશે -ડો. પંકજ દેસાઈ આપણે ત્યાં રાજવી પરંપરાએ પ્રેમ-શૌર્યના ઇતિહાસમાં ઠીક ઠીક પાનાં રોક્યાં છે. વનરાજનાં પરાક્રમો અને સોલંકીયુગનાં સંભારણાનો પણ એકયુગ સર્જક ઈતિહાસ છે. અજીત બાણાવળી ભીમદેવ, ગુજરાતના સામંત ચક્રચૂડામણિ રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ, રાજર્ષિ કુમારપાળની ધર્મદશનાથી શોભતી શાંત, અમૃતમય રાજ્ય કારકિર્દી, તેમજ ગુજરાતના સ્વપ્રદેષ્ટા, કીર્તિવિજયી વસ્તુપાલ-તેજપાલ અને અનુપમાદેવીના ધાર્મિક અને કલાભાવનાથી મંડિત સંસ્મરણો ભારતભરના ધર્મશ્રદ્ધાળુઓને આકર્ષણરૂપ બન્યાં છે. પ્રસ્તુત લેખમાળામાં પોતાની આગવી પ્રતિભા અને ધર્મપરાયણતા દ્વારા પ્રજાજીવનને ઉન્નતકક્ષાએ લઈ જવા સતત પ્રવત્ત એવા ચાવડા, સોલંકી, વાઘેલા વંશના રાજાઓ અને મંત્રીઓ આલેખાયા છે. આ નપતિઓ અને મંત્રીવરોના ધર્માભિમુખ વ્યક્તિત્વે જ કદાચ ગુર્જરધરામાં સંસ્કારોનું સિંચન કર્યું છે જે આજે ગરવો ગુજરાતી જાળવી રહ્યો છે. વીર વનરાજે પ્રજામાં ધાર્મિક સંસ્કારો રોપવાનું અને તે દ્વારા નૈતિકતા ઘડવાનું કામ કર્યું. મૂળરાજે પણ વનરાજની પરંપરા જાળવી રાખી અને ધર્મપ્રિય રાજ્યી સાબિત થયો. તેણે મંદિરો, પ્રાસાદો વગેરેનું નિર્માણ કરાવ્યું. સોલંકી રાજાઓ પણ ધાર્મિક હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસે છે. વિરધવલ, વીસલદેવ વગેરેએ પણ પોતાના પુરોગામીઓના વારસાને જાળવી રાખવા પ્રયત્નો કર્યા હતા. માત્ર રાજાઓ જ નહિ પણ મંત્રીઓ પણ ધર્માભિમુખ અને દક્ષ હતા. ઉદયનમંત્રી, સજ્જનમંત્રી, શાનૂ મહેતા, વસ્તુપાલ-તેજપાલ વગેરે મંત્રીઓએ પણ રાજાઓની સમાંતર નીતિ અપનાવી ધર્મપ્રિયતાનાં ઉત્તમ દષ્ટાંતો પૂરા પાડ્યાં.રાજા કે મંત્રી ભલે શૈવ, જૈન કે અન્ય ધર્મી હોય પણ દરેક ધર્મને રાજ્યાશ્રય તથા માન-મોભો અપાયાં હતાં. આ લેખના લેખક શ્રી ડો. પંકજભાઈ દેસાઈ નવસારીના વતની છે. ૧ એપ્રિલ ૧૯૪૨ના રોજ તેમનો જન્મ થયો. એમ. એ; એમ. ફિલ, પી.એચ.ડી. (ઈતિહાસ)નું ઉચ્ચશિક્ષણ મેળવ્યું. હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી–અમદાવાદ ખાતે ઇતિહાસ વિષયમાં અભ્યાસ સમિતિમાં સલાહકાર પ્રાધ્યાપક તરીકે ૧૯૯૫થી સેવા આપી રહ્યા છે. એમ. એ. કક્ષાએ અને એમ.ફિલ. કક્ષાએ શોધનિબંધ માર્ગદર્શક રહ્યા છે. શ્રી દેસાઈ નીચેની સંસ્થાઓના આજીવન સભ્ય છે. ઈન્ડિયન હીસ્ટ્રી કોંગ્રેસ–નવી દિલ્હી, ઇન્સ્ટીટ્યુટ ઓફ હિસ્ટોરિકલ સ્ટડીઝ- કલકત્તા, ઈન્ડિયન એસોસિયેશન ઓફ આર્કિવીસ્ટ-નવી દિલ્હી, મ્યુઝિયમ એસોસિયેશન ઓફ ઈન્ડિયા-નવી દિલ્હી, મ્યુઝિયમ એસોસિયેશન ઓફ ગુજરાત-વડોદરા, ગુજરાત ઇતિહાસ પરિષદ-અમદાવાદ, સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદજુનાગઢ. શ્રી દેસાઈએ આજ સુધીમાં સંખ્યાબંધ લેખો પ્રગટ કર્યા છે, સંખ્યાબંધ પરિસંવાદોમાં હાજરી આપી છે. ૧૯૯૨થી ગુજરાત વિદ્યાપીઠની તમામ વાર્ષિક પરીક્ષા, તેમજ મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય દ્વારા આયોજિત પ્રવેશ તથા આંતરિક પરીક્ષામાં મુખ્ય પરીક્ષા નિયામક તરીકે પણ તેઓ સેવા આપે છે. ઇતિહાસના માધ્યમે રાજાઓ-મંત્રીઓની ગૌરવગાથાનો ઝાંખીરૂપ ઇતિહાસ સૌ કોઈને પ્રેરણારૂપ બનો એજ અભ્યર્થના. -સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy