SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મા સરસ્વતીજીના સન્માનની ઐતિહાસિક ક્ષણોને ચિરંજીવ બનાવતી કૃતિ ઉજળા ઇતિહાસને વધાવવાતો એક યાદગાર અવસર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચન્દ્રસૂરિજી ૫૦ તથા પૂ. આચાર્યશ્રી પ્રધુમ્નસૂરિજી મળતી પ્રેરક તિશ્રામાં હમણાં જ તા. ૪-૮-૨૦૦૨તા રોજ અમદાવાદ તારણપુરામાં શ્રી દેવીતદત જૈન સંઘને આંગણે સુસંપન્ન બન્યો. ચિત્રકાર : સી. નરેન સિદ્ધહેમ વ્યાકરણની શોભાયાત્રા આજથી લગભગ ૯૦૦ વર્ષ પૂર્વે, ગુજરાતના અણહિલપુર પાટણમાં, રાજા સિદ્ધરાજ જયસિંહ, માળવા જીતીને દિગ્વિજય કરીને પરત આવ્યા ત્યારે, ભરી સભામાં તેમણે પ્રશ્ન કર્યો કે આપણા રાજ્યમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ભણાવવામાં આવે છે? સભામાં ઉપસ્થિત પંડિતોએ જવાબ આપ્યો કે, આપણા રાજ્યમાં રાજા ભોજનું રચેલું વ્યાકરણ ભણાવાય છે. આ સાંભળી રાજાએ પ્રશ્ન કર્યો કે ગુજરાતનું એક પણ વ્યાકરણ ઉપલબ્ધ નથી ? આ તો શરમજનક કહેવાય ! આપણે, આપણા ગુજરાતનું એક વ્યાકરણ રચવું જોઈએ, કહો ! આપ સૌમાંથી આ વ્યાકરણ કોણ બનાવશે ! ત્યારે સર્વ કોઈની નજર શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ તરફ વળી. મહારાજશ્રીએ આ શુભ કાર્ય સ્વીકાર્યું અને માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં સવા લાખ શ્લોક પ્રમાણ વ્યાકરણની રચના પૂર્ણ કરી આપી. રાજા સિદ્ધરાજ આ ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને આવા મહાન ગ્રંથરત્નની શોભાયાત્રા કાઢવાનું સૂચન કર્યું. શણગારેલા હાથી ઉપર સુંદર અંબાડીના હોદ્દા ઉપર શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન નામકરણ પામેલા આ વ્યાકરણ ગ્રંથને પધરાવવામાં આવ્યો અને નગરના સર્વ મુખ્ય રાજમાર્ગો ઉપરથી આ શોભાયોત્રા દબદબાપૂર્વક પસાર થઈ, કેવો ભવ્ય પ્રસંગ ! પોતાના રાજ્યમાં સરસ્વતીનું આવું ભવ્ય સન્માન થાય છે તેનાથી સર્વ પ્રજાજનો પણ આનંદવિભોર થયા એની ઝલક સમગ્ર ચિત્રમાં પ્રતિબિંબત થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy