SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ગુર્જરધાના દીવડાઓ સ્વ. ગુણવંતરાય મં. ભટ્ટ તા. ૯-૫-૧૯૯૧ના રોજ સિકંદરાબાદ (આં.પ્ર.) ખાતે અવસાન પામનાર સ્વ. ગુણવંતરાય મંગળદાસ ભટ્ટ ‘બાલવીર’ પ્રવૃત્તિ સ્કાઉટીંગનાં ધરૂવાડિયાને ગુજરાતમાં ઉછેરી ‘સ્કાઉટ પ્રવૃતિના કબીરવડ’નું ઉપનામ મેળવી યાદગાર બન્યા છે. સંકલિક લેખત —પ્રા. બિપિતચંદ્ર ર. ત્રિવેદી સ્વ. ગુણવંતરાય ભટ્ટ ‘દાદા’નો જન્મ ભરૂચ જિલ્લાના નાંદોદ, તાલુકાના અવિધા ગામે ૧૬-૩-૧૮૯૩ના રોજ થયો હતો. માતાનું નામ રૂકમણીબહેન. ભારતમાં ઇ. સ. ૧૯૧૧માં બાલવીર પ્રવૃત્તિનું આગમન થયું. ડૉ. એનીબેસેન્ટ સ્કાઉટના માનદ્ ચીફ કમિશ્નર બન્યા. તેમની પાસેથી ગુણવંતરાય ભટ્ટે બાલવીરની દીક્ષા ગ્રહણ કર્યા બાદ મદ્રાસ, પૂના, સીમલા વગેરે સ્થળોએ તાલીમના ભાગરૂપે જઈને પારંગત થયા અને ગુજરાતના પ્રથમ આજીવન અને સર્વશ્રેષ્ટ સ્કાઉટ બની રહ્યા. બાલવી૨ પ્રવૃત્તિનો પ્રસાર-પ્રચાર થાય તે માટે તેમણે ઇ. સ. ૧૯૨૭માં ‘બાલવીર' નામનું માસિક શરૂ કર્યું જે આજ વર્ષોથી ચાલે છે ને તેના મથાળે આદ્યસ્થાપક તંત્રી તરીકે સ્વ. ગુણવંતરાય ભટ્ટનું નામ લખાય છે. પત્રિકાઓ અને પુસ્તિકાઓરૂપે ગુજરાતમાં વણખેડાયેલાં બાલવીર સાહિત્યને માતબર કરવાનો તેમનો પ્રયત્ન યાદગાર રહેશે. ‘કોમળપાદ’, ‘સ્કાઉટનો સાથી’ ભાગ : ૧,૨, તે ત્રણેયનું સચિત્ર નવસંસ્કરણ ‘સ્કાઉટનો સાથી' તેમણે લખ્યાં છે. Jain Education International ભારતમાં પ્રાચીનકાળથી રામાયણના સમયથી પુરાણી ‘કરપલ્લવી’ નામની બિનતારી વાતચીતની-હાથના હાવભાવ પરથી અક્ષરોની સંજ્ઞા નક્કી કરી ભાષાનો સાંકેતિક સંદેશ આપવાની રીત હતી તે પરથી ગુણવંત દાદાએ ધ્વજ વડે એ જ પ્રકારની એક સરળ પણ ધીમી જ્યારે બીજી ઝડપી પણ અઘરી એમ બે પદ્ધતિ શોધી કાઢી. આ સંદર્ભમાં શ્રી મગનભાઈ વ્યાસે ‘સ્કાઉટનો સાથી’ના આમુખમાં લખ્યું છે કે —‘‘શ્રી ભટ્ટે અત્યાર સુધીમાં સ્કાઉટિંગના ક્ષેત્રમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં પોતાનો મૌલિક ફાળો આપ્યો છે. સંજ્ઞાઓથી ગુજરાતી ભાષા દ્વારા પૂરા સંદેશાની આપ-લે થઈ શકે એવી ‘ધ્વજ સંજ્ઞા’ તથા ‘કરપલ્લવી’ની પદ્ધતિ જે બહુ સરળ અને સુગમ છે. તે એમનું જ મૌલિક સર્જન છે.'' ગુણવંતદાદાનું તૈલચિત્ર અમદાવાદની સ્કાઉટની મુખ્ય બૃહદ્ ગુજરાત કચેરીમાં મૂકાયેલું છે. પૂના ખાતે યોજાયેલ નેશનલ જાંબુરીના પ્રસંગે તે સમયના વડાપ્રધાન સ્વ. શ્રી. રાજીવગાંધીના હસ્તે તેમનું બહુમાન કરવાનું નક્કી થયું; પરંતુ જૈફ વયને કારણે છેવટે ભરૂચ ખાતે એક સમારંભ યોજીને આ બહુમાન કરાયું. સ્કાઉટીંગ પદ્ધતિના આ ભેખધારી સાતસાત દાયકા સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી બાલવીર પ્રવૃત્તિના વિકાસના ધ્યેયને વરીને પ્રેરણામૂર્તિ બની ગયા. છેલ્લે તેઓ પ્રિતમનગર સોસાયટી, ભરૂચમાં રહીને નિઃસ્વાર્થ કર્મયોગીની ભૂમિકા અદા કરી ગયા. સ્વ. શ્રી ખુશાલભાઈ કા. પટેલ (સાધીવાળા) વડોદરા પાસે મહી અને ઢાઢ૨નદીનો લગભગ ૧૯૭ ગામનો પ્રદેશ ‘વાકળ’ કહેવાય છે. વાકળ પ્રદેશની અસ્મિતાનું બીજ રોપનાર સાધી (તા. પાદરા) ગામનાં આચાર્ય સ્વ. શ્રી બળદેવપ્રસાદ પરીખ હતા. ઇ. સ. ૧૯૨૭માં માત્ર ૨૪ વર્ષની ઉંમરે અકાળ અવસાન પામ્યા પણ તેમનાં આ વિચારબીજને ધ્યાનમાં રાખીને વાકળ પ્રદેશની કાયાપલટ કરવાના પ્રથમ પ્રયત્નરૂપે સાધીના વલ્લભભાઈ મુ. પટેલ, રામભાઈ જે. પટેલ સાથે સાધીના જ યુવાન ખુશાલભાઈ કાળીદાસ પટેલ થોડીક ઘરવખરી સાથે ગાડું જોડીને બાજુના ‘મોભા રોડ’ ગામે આવ્યા. અહીં માસિક રૂ. પના ભાડાની ઓરડી લઈ તેમાં તા.૨-૪૧૯૩૪ના રોજ વાકળ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ શરૂ કરી (પછીથી ૧૧-૨-૧૯૪૦ના રોજ ‘વાકળ કેળવણી મંડળ - મોભા રોડ'માં રૂપાંતર થયું.)ત્યારે પ્રારંભ થયો માત્ર છ વિદ્યાર્થીઓથી ! તે વખતે તેમની પાસે બ્લેક બોર્ડ, ખુરશી-ટેબલ કશું જ નહોતું ! સામાનમાં માત્ર ચાની પેટીનું ચાર આનાનું ખોખું હતું ! આ શાળાના ખુશાલભાઈ પ્રથમ આચાર્ય બન્યા. શિક્ષક અને મંત્રીનું કામ પણ પોતે જ સંભાળતા. પછી પતરા-ખપાટ-કામઠામાંથી શાળા, છાત્રાલય અને શિક્ષક નિવાસના મકાનો તૈયાર કર્યાં. ૨૧ વર્ષની યુવાન વયે વાકળ કેળવણી મંડળના આદ્યસ્થાપકો પૈકીના એક અને ૬૧ વર્ષ સુધી સતત આ સંસ્થાના મંત્રી તરીકે સેવા આપનાર ખુશાલભાઈ કાળીદાસ પટેલ અનેક લીલી-સૂકી જોઈને આ સંસ્થાને પગભર અને પ્રસિદ્ધ બનાવી. આજે તપોવન જેવું વિશાળ અને સુંદર પ્રાંગણ, સંસ્થાનાં ભવ્ય મકાનો તેમના પુરુષાર્થ-પસીનાની જીવંત કહાણી સમા છે. તેમણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy