SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ * ૬૫૧ ગયેલા ગુજરાતીઓ આફ્રિકન પ્રજાના હક્કો માટે લડવાના દાખલાઓ આપણા લક્ષમાં આવે છે. ત્યારે ગુજરાતી મહાજાતિના ગૌરવવંતા ઇતિહાસ માટે અભિમાન થાય છે. કચ કાઠિયાવાડની વિપરીત પરિસ્થિતિ અને રાજકીય અસ્થિરતાને કારણે સાહિસક વેપારીઓ આફ્રિકાના દેશોમાં દેશી વર્ગોમાં મુસાફરી કરી મોટું જોખમ ખેડી પ્રયાણ કરતા થયા હતા. વેપાર અર્થે ગયેલા આવા ગુજરાતીઓ પૈકી જામખંભાળિયાથી આફ્રિકાના જંગલબારમાં જઈ વસેલા નૈવ પરિવારના રામજીભા પરાગજી ભાટિયાએ ઇ. સ. ૧૮૧૦ના કોઈ શુભ દિવસે જંગબારમાંથી ગુલામીનો વેપાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા કરી. ગુલામીનો વેપાર એટલે અચાનક શસ્ત્ર હુમલો કરી જંગલમાં રહેતા નિઃસહાય અને નિ:સાસ આફ્રિકાના આરાલ વતની કાળા લોકોને સ્ત્રી-પુરુષ, બાળકો સાથે મોટી સંખ્યામાં નિર્દયતાથી પકડવાં, સાંકળોથી બાંધવાં, બંધાયેલા પરિવારના આપ્તજનોને ક્રૂરતાથી વિખુટા પાડવાં, ગુલામવાડમાં લઈ જવાં અને ગુલામ બજારમાં લઈ જઈ વેચવાં. આવાં વેચાયેલાં સ્ત્રીપુરુષ, બાળકો વેચાણ લેનારના જીવનભર ગુલામ બનતા. આવા ગુલામ આફ્રિકન લોકોને વેચાણ અંગે અમેરિકા, ઇંગ્લેન્ડ અને પશ્ચિમના દેશોમાં વેંચનાર લઈ જતો અને ઢોરની જેમ કામ કરાવતો. જામખંભાળિયાના રામજીભા જંગબારની કચ્છી-ભાટિયા “જે જાય જાવે તે કદી પાછો ન આવે અને જો આવે તો પરિયાના પરિયા ખાવે (તેટલી મિલ્કત લાવે). જેરામ શિવજીની પેઢીના એક મહત્ત્વના મુનિમ હતા અને જેરામ શિવજીની પેઢી વતી આફ્રિકાના જંગલોમાં જઈ આફ્રિકનોને ગુલામ તરીકે પકડી લાવી ગુલામવાડામાં પૂરી ગુલામ બજારમાં વેચવાની કામગીરી બજાવતા. આફ્રિકાના કાળા લોકોમાં રામજીભાની ખ્યાતિ એક ક્રૂર માનવી તરીકેની હતી અને તેમના નામ માત્રથી આફ્રિકન હબસીઓ કરતા. આફ્રિકન હબસીઓની વસાહતો ઉપર છાપો મારવાની અને નાસતા ભાગતા આફ્રિકનોને કુશળતાપૂર્વક કેદ કરવાની રામજીભામાં ઘણી મોટી આવડત હતી. આ રામજભાનો હ્રદયપલટો થયો અને ઇ. સ. ૧૮૧૦ની સાલમાં કોઈ દિવસે જંગબારમાંથી ગુલામી નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી. પ્રતિભા દર્શન શ્રી કૃષ્ણકાંત વખારિયા વિશ્વગુજરાતી સમાજના પ્રમુખ છે. અને ડૉ. મીનાક્ષી ઠાકોર એ સમાજના માનદ્ મંત્રી છે. પ્રાચીન કાળથી ગુજરાતીઓ સાગર ખેડીને દૂરદૂરના દેશોમાં વ્યાપાર અર્થે પ્રવાસ કરતા તે જાણીતી બાબત છે. ગુજરાતનો સાગરકાંઠો અત્યારે ૧૬૦૦ કી.મી. લાંબો છે. ગુજરાતના કેટલાક પ્રદેશો અને ભૂમિ હજારો વર્ષ પુરાણી છે. ગુજરાતના કચ્છ પ્રદેશોનો ઉલ્લેખ હજારો વર્ષ જુના પુરાણો અને શાસ્ત્રોમાં છે. હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાની ભૂમિ છોડીને સૌરાષ્ટ્રના દ્વારકા બંદરમાં સ્થાયી થયાનો ઇતિહાસ જાણીતો છે. ગુજરાતની ભૂમિમાં હજારો વર્ષમાં જે ભૌગોલિક ફેરફારો થયા તેમાં મોઇને દો સંસ્કૃતિ સાથે સંગ ધરાવતા લોથલ બંદરના અસ્તિત્વના પણ પુરાવાઓ પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્રના વલ્લભીપુર, સોમનાથ, દ્વારકા, ઓખા પ્રખ્યાત બંદરો હતાં. જ્યાંથી વિદેશ સાથે હજારો વર્ષ પહેલાં મોટા પાયા પર વેપાર થતો. ગુજરાતની મહામૂલી મૂડી ગુજરાતનો સાગરકાંઠો છે. કે જેના પ્રતાપે ગુજરાતમાં અનેક જાતિઓ આવીને વસેલી છે. ગુજરાતીઓની સાગર ખેડવાની આ પરાક્રમગાથા પ્રાચીન હોવાને કારણે આપણે ત્યાં બે કહેવતો ખૂબ જાણીતી બની, અને બીજી કહેવત છે કે, લંકાની લાડી ને ઘોઘાનો વર” આ લેખમાં બહુ પ્રાચીનકાળની હકીકતો મૂકવાને બદલે છેલ્લા ત્રણસો - ચારસો વર્ષના સાગર ખેડનાર બનાવોનું આલેખન કરવાનો એક ના પ્રયાસ છે. આજે વિસરાઈ ગયેલા પરંતુ સો - દોઢસો વર્ષ પહેલાં ગુજરાતના જીવતાં જાગતાં અને વિશ્વભરમાં જાણીતાં બંદરોમાં કચ્છના લખપત અને માંડવી તેમજ ગુજરાતના ખંભાત અને સુરત હતાં. આ બંદરોની જબરજસ્ત જાહોજલાલી હતી. અને આ બંદરોએથી ગુજરાતીઓ વિદેશમાં વ્યાપાર અર્થે પ્રયાણ કરતા. ગુજરાતીઓ વેપારઅર્થે દરિયાપારના દેશમાં સાહસવીરો તરીકે ગયા અને વેપાર સારી રીતે વિકસાવ્યો. તેને કારણે ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકે જાણીતી થઈ છે. પરંતુ આ વેપારી પ્રજાનો એક બીજો ભવ્ય ઇતિહાસ પણ છે અને તે ઇતિહાસ જે વિદેશોમાં ગુજરાતીઓ વસ્યા, ત્યાંની સ્થાનિક પ્રજાનાં હિતો, ન્યાય અને માનવતા માટે ઝઝૂમવાનો અને લડવાનો પણ ઇતિહાસ છે. ૧૮મી સદીના ઉતરાર્ધમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં કચ્છના માંડવી બંદરેથી કે સૌરાષ્ટ્રના બંદરો પરથી કે દક્ષિણ ગુજરાતનાં બંદરો પરથી આફ્રિકાના દેશોમાં વેપાર કે વસવાટ માટે Jain Education International ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં અને પશ્ચિમના અન્ય દેશોમાં ગુલામો ખરીદવાની અને રાખવાની પ્રથા મોટા પાયા પર હતી. ઇંગ્લેન્ડમાં પણ એ દિવસોમાં ગુલામીની પ્રથા સામેનો સળવળાટ હજુ ઊભો થયો નહોતો. આ દિવસોમાં એક ગુજરાતી આફ્રિકન વિદેશની ભૂમિ પર ગુલામીની પ્રથા નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લે તે માનવજાતના ઇતિહાસમાં એક સોનેરી પાનું છે. જે ગુજરાતીઓના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. રામજીભાએ ગુલામીની પ્રથા સામે લડવાની શરૂઆત કરી તે સફળ થઈ અને જૈરામ શિવજીની પેઢીએ ગુલામીનો ધંધો બંધ કર્યો. આફ્રિકાના જંગલો ખૂંદીને શમભાએ આફ્રિકાના કાળા હબસીઓને લવિંગની ખેતી કરતાં શીખવ્યું અને ગુલામ તરીકે પકડવા આવતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy