SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ બૃહદ્ ગુજરાત આફ્રિકાની ભૂમિ ઉપરના મુાતીઓ કૃષ્ણકાંત વખારિયા, મીતાક્ષીબેત ઠાકર પશ્ચિમના સાગરથી નીકળેલા સાહસિક ગુજરાતીઓએ એક બાજુ અખાતના પ્રદેશો, આફ્રિકા, પશ્ચિમ એશિયાના પ્રદેશો તો બીજી બાજુ શ્રીલંકા, બ્રહ્મદેશ, જાવા, સુમાત્રા, બાલી, મલાયા, જંગબાર જેવા ટાપુઓ પર સંસ્કૃતિ અને વ્યાપારના ધ્વજ ફરકાવ્યાની વિગતો મળે છે. જાવાના એક વિખ્યાત બોરોબુદુર મંદિરની દિવાલ પર ગુજરાતનું વહાણ કોતરેલું છે. બાલી ટાપુ હજુ વૈદિક ધર્મ પાળે છે. ચીન-જાપાનની વહાણવટા પરંપરામાં પણ ગુજરાતી પરંપરાની છાપ જોવા મળે છે. લંકાથી મોતી, બ્રહ્મદેશથી માણેક, જાવા સુમાત્રાથી રત્નો ભરીભરીને વહાણો ગુજરાતનાં બંદરોએ ઠલવાતાં, આફ્રિકાથી વહાણો ભરીને હાથીદાંત આવતા, જંગબાર કે મસ્કત જેવાં નગરોની બાંધણી આપણાં માંડવી કે સલાયા જેવી લાગે. ગુજરાતના સંખ્યાબંધ બંદરો દરિયાપારના દેશો સાથેના સંબંધોના સાક્ષી છે. દક્ષિણઆફ્રિકાની રંગભેદની નીતિ માટે લડત આપવામાં ગુજરાતીઓ મોખરે હતા. દરિયાપારના દેશોમાં વગર તલવારે સંસ્કૃતિ અને વ્યાપારનું સામ્રાજ્ય સ્થાપવામાં ગુજરાતીઓ જ મુખ્ય છે. ભાષા, પોશાક, રીતરિવાજ, શિક્ષણ, ધર્મ, કલા વગેરેમાં ગુજરાત હોય, એવા દૃષ્ટાંતો શ્રીલંકા, જાવા, સુમાત્રા, આફ્રિકા, મોરિશિયસ કે જાપાન સુધી શોધવા જનારને સહજરૂપે મળી આવશે. બહાદુર અને ખડતલ મરજીવાઓએ ગુજરાતી દરિયાવાટને આફ્રિકાની ભૂમિ ઉપર જીવતી રાખી છે. તે આ લેખમાળામાં જોઈ શકાય છે. ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત વખાાિ બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે, જાણીતા ધારાશાસ્ત્રી, સામાજિક કાર્યકર, ટ્રેડ યુનિયનિસ્ટ, વિદ્યાર્થી નેતા અને અન્ય ઘણી પ્રવૃત્તિઓથી ભરપુર તેમનું વ્યક્તિત્વ છે. તેઓ ઘણીબધી સામાજિક, શૈક્ષણિક-આરોગ્ય-હોસ્પિટલ જેવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેની પ્રતિભા અનેક ક્ષેત્રે પ્રખર બુદ્ધિશાળી છે. ગુજરાતમાં દુષ્કાળ કે ભૂકંપ જેવી આપત્તિઓમાં હંમેશા અસરગ્રસ્ત પરિવારો સાથે ઊભા રહ્યા છે. ઇ. સ. ૧૯૯૪થી વિશ્વગુજરાતી સમાજના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો તે પછી ભારે કાઠું કાઢીને સમાજ માટે સંતોષપ્રદ કામ કર્યું છે. ત્રણ આંતરરાષ્ટ્રિય ગુજરાતી પરિષદો, ઘણા પરિસંવાદો અને બીજા કાર્યક્રમો થયા છે. સૌને સંગઠિત કરવામાં શ્રી વખારિયાનો અમૂલ્ય ફાળો છે. સમાજના મંત્રી ડૉ. મીનાક્ષીબેન ઠાકરનું પણ એવું જ યશસ્વી પ્રદાન રહ્યું છે. અંગ્રેજી અને હિંદીમાં ઉચ્ચશિક્ષણ મેળવીને સાહિત્ય, પત્રકારત્વ અને રાષ્ટ્રઘડતરના વિવિધક્ષેત્રે તેઓ ઊંડો રસ ધરાવે છે. આકાશવાણીથી પોતાની કારકિર્દી શરૂ કરનાર મીનાક્ષીબેને રાષ્ટ્રિયકક્ષાના નોંધપાત્ર કાર્યક્રોંમાં ઉદ્ઘોષણા અને સંયોજકીય સેવાઓ આપી છે. સાહિત્યક્ષેત્રે તેના સંખ્યાબંધ પ્રકાશનો છે અને કેટલાંક પ્રકાશનો મુદ્રણાધીન છે. ગુજરાત યુનિવર્સિટી સહિત પત્રકારત્વની ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે તેઓ સેવા આપવા ઉપરાંત અનેકવિધ સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરિસંવાદોમાં સક્રિય રહ્યાં છે. પત્રકારત્વ તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે તેમના પ્રદાન બદલ નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભારત સરકારના પ્રકાશન “યોજના” (ગુજરાતી) પત્રિકાના તેઓ સહાયક તંત્રી છે, તેમજ વિશ્વગુજરાતી સમાજના માનદમંત્રી તરીકેની જવાબદારી સંભાળે છે. ‘રાષ્ટ્ર વિધાયક : સરદાર' તેમનું યશસ્વી અને ઉપયોગી સંપાદન છે. તેમનાં કેટલાંક પ્રકાશનોમાં —“સુરભિ”, ચરણ રૂકે ત્યાં કાશી', મેઘધનુષ્ય, આપણા કેળવણીકારો, “ઉદ્ઘોષણા- એક કળા”, બાળખજાનો, ભારતની ગરિમા, વિજ્ઞાનની આંખે તથા ગ્રેટ ઇન્સ્ટિટ્યુટ વગેરે ગણાવી શકાય. સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy