SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા નિ છે. મુંબઈમાં સૌથી પ્રથમ ગુજરાતી દૈનિક પત્ર 'મુંબઈ સમાચાર' ઇ.સ. ૧૮૨૨ના જુલાઈની ૧લી તારીખે સોમવારથી આરંભાયું, તેના તંત્રીપદે પ્રથમ ગુજરાતી પત્રકાર સ્વ. ફરદુનજી મર્ઝબાનજી હતા. તે પછી ઘણા પત્રો ક્રમે ક્રમે શરૂ થયાં. તેજસ્વી તંત્રીઓ મુંબઈના દૈનિક પત્રોના તેજસ્વી તંત્રીઓ તરીકે મુંબઈ સમાચાર'ના સ્વ. સોરાબજી પાલન, હિન્દુસ્તાનના શ્રી રાયશંકર મહેતા, સ્વ. છેલશંકર વ્યાસ, ‘જન્મભૂમિ’ના સ્વ. અમૃતલાલ શેઠ, શ્રી રવિશંકર મહેતા, શ્રી મોહનલાલ મહેતા‘સોપાન’, ‘વંદે માતરંમ'ના શામળદાસ ગાંધી. સ્વ. શામળદાસ ‘હિન્દુસ્તાન’ અને ‘જન્મભૂમિ'ના તંત્રીપદે પણ ચમકી ઊઠ્યા હતા. દક્ષિણ ભારતમાં ગુજરાતીઓએ સર કરેલો અગરબત્તી ઉદ્યોગ : દક્ષિણ ભારતમાં ભૂતકાળનો આ ગૃહઉદ્યોગ ગુજરાતી સાહસિકોની નૂતન દૃષ્ટિનો સ્પર્શ પામતાં મઉદ્યોગમાં પલટાનો રહ્યો. બેંગલોર, મૈસુર અને કર્ણાટકમાં સાડા ત્રણ લાખ માણસોને રોજીરોટી આપતો આ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. જેમાં ગુજરાતીઓની હૈયાઊકલને સારો ભાગ ભજવ્યો છે. એ જ રીતે મદ્રાસને દ્વારે પ્રથમ દાળ-આટા મીલ શરૂ કરવામાં પણ ગુજરાતીઓનું સાહસ હતું. પોંડિચેરીમાં ગુજરાતી સાહસ ઃ દક્ષિણ ભારતના સાગરકાંઠા ઉપર પોંડિચેરી જ્યાં પૂ. અરવિંદ અને પૂ. માતાજીએ સાધના કરી હતી એ ભાગ્યશાળી ધરતી પર આફ્રિકાના શાહસોદાગર ગુજરાતી હિન્ડોચા પરિવારે વિશાળ ખાંડ કારખાનાના થી ગૌશ કર્યાં. શાહ સોદાગર લાલજીભાઈ હિન્ડોચાનું ધ્યેય ધંધા કે ધન નથી પણ ધર્મને પ્રાધાન્યતા આપી આવકનો ચોક્કસ કિસ્સો આશ્રમ પાછળ ખર્ચે 2. Jain Education International • ૬૪૯ છે. એ જ રીતે ખુબલીમાં પીપરમેન્ટ અને બિસ્કીટના વિશાળ ઔદ્યોગિક વિકાસમાં પણ કચ્છ લખતરના લક્ષ્મીકાંત ઠક્કર, લોહાણા પરિવારનું ભારેમોટું સાહસ હતું. તેમ જ ભારતભરના કપાસ ક્ષેત્રની સુપ્રસિદ્ધ પેઢી અરજણ ખીમજી અને પ્રેસીંગ કું. એ ઇ.સ. ૧૯૬૧માં કેમીકલ પ્રોસેસ માટે આવશ્યક ઉત્તમ કક્ષાના પમ્પ અને વાલ્વના ઉત્પાદન અર્થે એ. કે. ઇન્ડસ્ટ્રીઝનો આરંભ કર્યો જેની સુવર્ણ સિદ્ધિઓની તેજસ્વી તવારીખે હુબલીને સારી પ્રસિદ્ધિ અપાવી. કર્ણાટકમાં ગુજરાતી સાહસ ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર વિસ્તારમાંથી વર્ષો પહેલાં એક શ્રમજીવી લુહાર કારીગર સ્વ. જયચંદ નરભેરામ પંચાલે કર્ણાટકની ધરતી ઉપર પગ મૂક્યો ખાલી ગજવે, પણ શ્રમ અને મનોબળની મૂડીથી ધનલક્ષ્મી તિજોરી કહ્યું. નાં દ્વાર ઉઘાડી આજ સુધીમાં ભારે મોટી સિદ્ધિ હાંસલ કરી. મદુરાઈમાં પણ ગુજરાતીઓ દ્વારા હેન્ડલુમ ટુવાલનો ઉદ્યોગ સારો એવો વિકસ્યો છે જેમાં કચ્છી ગુજરાતી પેઢીઓનું જ આગળ પડતું સ્થાન છે. એ જ રીતે કર્ણાટકની ગ્રામ સૃષ્ટિમાં સમૃદ્ધિ સર્જતુ ખાંડ ઉદ્યોગક્ષેત્રનું પ્રચંડ અને અનોખું ગુજરાતી સાહસ ભારે સફળતાને વર્યું છે. આ સાહસના વિધાતા સ્વ. શ્રી મૂળજીભાઈ માધવાણી આફ્રિકાના શાહસોદાગર અને જગડુશાહનું બિરુદ પામેલા મૂળ બરડ પ્રદેશના નાનકડ આસિયાપાટના વતની, અર્ધી સદી પહેલા મુંબઈમાં સુપ્રસિદ્ધ કાપડમીલ કોલાબામીલ ખરીદી હતી, દક્ષિણ ભારતમાં ચા કોફી, રબ્બરના બગીચાઓ ખરીદતા હતા. એ જ રીતે તુંગભદ્રા નદીના તટપ્રદેશમાં આજની વિરાટ તુંગભદ્રા સ્યુગર વર્કસ (પ્રા.) લી.ના પાયા નાખ્યા હતા. આ બધા ઔદ્યોગિક સાહસમાં આગેવાન ગુજરાતીઓ સંકળાયેલા છે. - ગુજરાતી સમાજનું પણ સારું એવું સંગઠન છે. જેમના દ્વારા માનવહિતનાં અનેક મંગલ કાર્યો થતા રહ્યાં છે. સ્થાપત્યકલા અને અધ્યાત્મનો સંગમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy