SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ xe ગુજરાતીઓનું અસ્તિત્વ ઘણું છે. ડૉક્ટરો અને વકીલો ઘણા છે, જેઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. પાંચોરા, જલગાંવ, નંદરબાર વગેરે શહેરોમાં પણ ગુજરાતીઓનો જવનવ્યવહાર ધબકતો રહ્યો છે. ગુજરાતમાંથી કેટલાયે સમૂહો સુરત થઈને તાપી કિનારે આગળ વધતાં બરહાનપુર, ખંડવા અને ઔરંગાબાદના આશ્રયે જઈ ચડ્યા હતા, કેટલાક પરિવારો વિશાળ ખેતી ધરાવે છે. અને પોતે ગુજરાતી તરીકે ઓળખાવે છે. ધારાશાસ્ત્રીઓ અને તબીબો ઉચ્ચ દરજ્જે પહોંચવા છતાં ગુજરાતી ગણાય છે. યાત્રાધામ નાસિકમાં મંદિરો અને અન્નક્ષેત્રો: ધાત્રાધામ નાસિકમાં પંચવટી અને તપોવનમાં સંખ્યાબંધ ગુજરાતી સખાવતી ટ્રસ્ટોએ સર્જેલી સાર્વજનિક ધર્મશાળાઓ, આરોગ્ય ભવનો, સદાવ્રતો વિશાળ સંખ્યામાં ખડા છે. ગોદાવરીના બંને કાંઠે ગુજરાતીઓએ બંધાવેલ મંદિરોની ધજાઓ વર્ષોથી ફરકી રહી છે. વર્તમાન જૈન વણિકોના નાસિકના સવાસો વર્ષના ઇતિહાસ સાથે પાટીદાર જ્ઞાતિ પણ એક સદીને આંબી ચૂકી છે. બ્રાહ્મણો, કચ્છીઓ, હાલાઈ ઘોઘારી લોહાણા, ભાટિયા વગેરે જ્ઞાતિનો ઇતિહાસ પણ ૬૦ વર્ષ ઉપરનો છે. ઇ.સ. ૧૯૫૨માં નગરપાલિકાના અધ્યક્ષ ડૉ. મણિલાલ જેઠાલાલ શાહ ગુજરાતી સમાજના પણ પ્રમુખ હતા. શિક્ષણક્ષેત્રમાં બાલમંદિરથી માંડીને કોલેજ સુધીની સુવિધામાં સ્વ. જેરામભાઈ ડાયાભાઈ ચૌહાણની લાખોની સખાવત કીર્તિસ્તંભ સમાન બની ગઈ છે. અત્રેના સુપ્રસિદ્ધ સમૃદ્ધ સોહામણા મુક્તિધામના સર્જનમાં પચાસ લાખથી વધારે રકમ ખર્ચાયાનો અંદાજ છે. જેમાં ગુજરાતીઓનું વિશેષ પ્રદાન છે. મહાજનો અને મહારથીઓ આજના વિષમ કાળમાં પણ સેવાભાવના, માનવતા અને કર્તવ્યની જ્યોતિ જલતી રાખવામાં મહાજનો અને મહારથીઓ વિશેષ બિરુદો પામતા રહ્યા છે. તેમાં મુંબઈના માતબર ઉદ્યોગપતિ અને દાનવીર શેઠશ્રી લખમશી ગોવિંદજી હરિયા હાલારી ઓસવાલોનો ઇતિહાસ સારું એવું માનપાન પામ્યો છે. એ જ રીતે મહાન દાનેશ્વરી મુંબઈ જૈન સમાજના અગ્રણી દીપચંદભાઈ ગાર્ડીનું સેવામય જીવન અનેકોને પ્રેરણા લેવા જેવું છે. એ જ રીતે ભારતની ઉઘોગષ્ટિમાં ડી.સી.ના નામથી પ્રસિદ્ધ દયાનંદ ચંદુલાલ કોઠારી જાહેર જીવનની જવલંત પ્રતિભા ગણાય છે. મદ્રાસને આ કોઠારી પરિવારે ત્રણ શેરીફની ભેટ આપી હતી. શ્રી કોઠારીના પિતા શેરીફ હતા તેઓ પણ આ સ્થાન પામ્યા અને તેના લઘુ બંધુ હર્ષદ કોઠારી પણ શેરીફ પડે સ્થાન પામ્યા છે. એ જ રીતે હૈદ્રાબાદના ગુજરાતી સમાજના ગૌરવસમા ટોકરશીભાઈ કાપડિયા Jain Education International બૃહદ્ ગુજરાત વ્યક્તિ નહિ પણ સંખ્યા હતા. જીવતી જાગતી માનવજ્યોત હતી. એ જ રીતે અમેરેલી પંથકમાં ‘ધનજી ધોળા' ની ધૂરંધર પેઢીના સૌજન્યશીલ શ્રી પ્રતાપશાહ મહેના અનુખમ કર્મવીર અને અનેક સંસ્થાઓના જન્મદાતા હતા. ગાયકવાડ સરકારે તેમને રાજરત્ન અને ભારત સરકારે તેમને પદ્મશ્રીના ઇલ્કાબોથી નવાજ્યા હતા. બેંગલોરના ઉદ્યોગક્ષેત્રમાં પણ અનંતરાય પ્રતાપરાય મહેતા અને કૃષ્ણકાંત પ્રતાપરાય મહેતા આ બંધુ બેલડી પણ સારું માન પામી છે.નાગપુરના ગુજરાતી જીવનના ઉત્કર્ષ માટે જીવનભર ઝઝૂમનાર સ્વ. જયદેવ મણિશંકર ઠાકરે ઇ.સ. ૧૯૩૯થી ૧૯૫૯ સુધી ગુજરાતી કેળવતી મંડળના પ્રમુખ સ્થાને અનેકવિધ સેવા આપી હતી. એ કર્મવીરના નામ ઉપરથી નાગપુરમાં જે.એમ. ઠક્કર રોડ નામ અપાયું છે, જે સ્વર્ગસ્થની સેવા સ્મૃતિને તાજી કરે છે. મેંગલોરના ગુજરાતી સમાજમાં વર્ષોથી માર્ગદર્શક બની રહેલા ધીરજલાલ વિઠ્ઠલજી બેંકર ઘણા જ સમર્થ અને શક્તિસંપન્ન હોવા છતાં હોદાઓથી હંમેશા દૂર રહ્યા છે. એ જ રીતે કોલ્હાપુરના સમાજ જીવનમાં મોતીલાલ સ્વરૂપચંદ દોશીનું ભારે મોટું પ્રદાન નોંધાયું છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં યવતમાલના ગુજરાતી સમાજની સેવા પ્રવૃત્તિઓમાં શ્રી અમૃતલાલ ડાયાભાઈ મડિયાનો સર્વપ્રકારે સહયોગ મળતો રહ્યો છે. હૈદ્રાબાદની અનેક સામાજિક સંસ્થાઓને કચ્છી આગેવાન ધનજીભાઈ સાવોની સખાવતનો આંકડો ઘણો ઊંચે જાય છે. એ જ રીતે ઇ. સ. ૧૯૭૦માં રાજ્યપાલ ખંડમાઈ દેસાઈના હાથે સન્માન પત્ર મેળવનાર જેઠાલાલ ઓઘડભાઈ મહેતા આંધના ભીષ્મ પિતામહ કહેવાતા. એ જ રીતે સાંગલીનાં શ્રીમતી હેમલત્તાબાન મંગલદાસ કોઠારી મહારાષ્ટ્રના સમગ્ર વિસ્તારના ગુજરાતી સમાજમાં એડ વીરાંગના છે. મદ્રાસના ગુજરાતી સમાજના અગ્રસ્થાને રહી કરુણાશંકર જે. જોષીએ પણ ભારે મોટી લોકચાહના મેળવી છે, વાડીલાલ કાલીદાસ દોશી પણ મદ્રાસની અનેક ગુજરાતી સંસ્થાઓ સાથે સંકળાઈને સેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડતાં. પુરુષાર્થ, પરિશ્રમ અને પ્રારબ્ધના ત્રિવેણી સંગમથી ખટારા ડ્રાઈવર તરીકે કામ કરતા શ્રી છોટાલાલ મોરિયા અને સંવાનો સામે ઝઝૂમીને ઉદ્યોગપતિ તરીકે પહોંચ્યા છે. આ કોઈ પરીકથા નથી, પણ સત્યકથાઓ છે. એ રીતે મહારાષ્ટ્રના, કર્ણાટકના, તામીલનાડુના અનેક શહેરો, નગરોમાં ગુજરાતીઓએ બહોળા પ્રમાણમાં વર્ષોથી જઈને વસવાટ કરી ભારે મોટી પ્રતિ પામી શક્યા છે. શૂન્યમાંથી નવસર્જન કરનારા એવા ઘણા છે. પ્રથમ ગુજરાતી પત્ર અને પત્રકાર ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં ગુજરાતી અખબારી ક્ષેત્રનો ઝંડો ઊંચો રાખવામાં મુંબઈ એકમાત્ર મોખરે રહ્યું છે. છતાં વિવિધ રાજ્યોમાં ગુજરાતી પત્રકારત્વના દીવડાઓ જલતા રહ્યા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy