SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ નગીનદાસ માસ્ટર રોડ, નાથાલાલ પારેખ રોડ, લક્ષ્મીબાઈ જગમોહન રોડ, ભગવાનદાસ નરોત્તમદાસ રોડ, સર મથુરાદાસ વસન રોડ, શેરી દેવજી સ્ટ્રીટ, શામળદાસ ગાંધી રોડ, મંગલદાસ રોડ, વિઠ્ઠલદાસ રોડ, ધનજી સ્ટ્રીટ વગેરે. મુંબઈના ગુજરાતી નગરપતિઓઃ મહાનગર મુંબઈનું મેયરપદ દીપાવનાર કેટલાક ગુજરાતી મૈયરીના નામો જોઈએ. મુંબઈના સૌથી પ્રથમ મેયર સ્વ. સર જે.બી. બોમન બહેરામ હતા. એ પછી બીજા ગુજરાતી મેયર સ્વ. એચ.એમ. રહીમનલા, સ્વ. કે.એફ. નરીમાન, સ્વ. જે.એમ. મહેતા, સ્વ. એસ.એમ. ચીનોઈ, બી.એન. કરંજિયા, સ્વ. મથુરાદાસ ત્રિકમજી, સ્વ. યુસુફ મેહરઅલી, ડૉ. એમ.ડી. ગિલ્ડર, એમ.આર. મસાણી, સ્વ. લીલાવતી મુનશી, સ્વ. નગીનદાસ માસ્ટર, એમ.આઈ.એમ. ૨૫, એ.પી. સબાવાળ, ગણપતીશંકર દેસાઈ, સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ, એસ.એમ. મોદી, સાઈલભાઈ કાદર, વી.એન. દેસાઈ, ડૉ.એન.એન. શાક, રવજી ખીમજી ગણાત્રા, બી.કે. બમન, સ્વ. એન.ડી. મહેતા, ડૉ. એ.યુ. મેમણ વગેરે સમાવેશ થાય છે. લોહાણા પ્રતિભાઓને ઇલ્કાબો મુંબઈમાં સામાજિક સેવાઓની સ્મૃતિ સ્વરૂપમાં અંગ્રેજ સરકાર તરફથી લોહાણા જ્ઞાતિમાં સૌ પ્રથમ જે.પી.ની પ્રતિભા અને માનભરી પદવી મેળવનાર રણમલ લાખાના લાડકવાયા પૌત્ર સ્વ. હંસરાજ કરમશી હતા. એ પછી સ્વ. કરમશી દામજી અને સ્વ. કેશવજી નથુભાઈ વગેરે રાયબહાદુરનો ઇલ્કાબ મેળવનારા લોહાણા અગ્રેસરો હતા. શ્રી સ્વ. ગીરધર જેઠાભાઈ વગેરે અનેકને અંગ્રેજ શાસન દરમ્યાન જે.પી.નાં પદ પ્રાપ્ત થયાં હતાં. ભાટિયા સમાજનો ભવ્ય ભૂતકાળ ભૂતકાળમાં ભાટિયા સમાજનો પણ એક સુવર્ણયુગ હતો. મુંબઈની સામાજિક, આર્થિક, સાહસિક સખાવતીમાં ભાટિયા સમાજ ધોરીનસ સમાન ગૌરવવંતું સ્થાન ધરાવતો હતો. ભાટિયા માલિકીની કાપડમિલોના ઊંચા ભૂંગળાં ગાજતાં હતાં. મૂળજી જેઠા મારકેટ, મંગલદાસ માર્કેટ, લક્ષ્મીદાસ માર્કેટ વગેરેની માલિકી ભાટિયા શ્રીમંતોની જ હતી. વિવિધ સમાજસેવામાં ગોકલદાસ તેજપાલની સખાવત એ જમાનામાં લાખની હતી. ખટાઉ પરિવારનાં શ્રીમતી સુમની મોરારજી (સીધિયા સ્ટીમ નેવી.) એમને રાષ્ટ્રપતિના હાથે વુમન ઓફ ઇય૨નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આજે પણ ભારતમાં ઠેર ઠેર ધર્મશાળાઓ અને સેનેટોરિયમો આ ભાટિયા સમાજની સખાવતોથી ઊભાં થયેલાં નજરે પડે છે. Jain Education International બૃહદ્ ગુજરાત પેઢીઓથી પૂનામાં ગુજરાતીઓઃ ગુજરાતથી અત્રે પુનામાં આવીને ઘણા પરિવારો પેઢીઓથી વસવાટ કરે છે. હરિભાઈ ત્તારામની પૈડી ચૌદપેડીથી અને વસવાટ કરે છે. એવા ઘણા પરિવારો છે, જેઓ દૂધ-સાકરની માફક અવે ભળી ગયેલા છે. પૂના મ્યુ. કોર્પીમાં જાણીતા સ્વાતંત્ર્ય સૈનિક અને આજીવન લોકસેવક શ્રી પોપટલાલ રામચંદ શાહ પૂનાનું નગરપતિપદ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેમજ વિધાનસભાના સભ્ય તરીકે પણ ચુંટાતા રહ્યા હતા. પૂનાની પ્રતીક સાર્વજનિક સંસ્થાઓમાં ગુજરાતી કાર્યકરોની સેવા સાંપડતી રહી છે. નગરમાં ઊજવાતા ગણેશોત્સવમાં કે અન્ય ધાર્મિકસંસ્થા માં ગુજરાતીઓ તન-મન-ધનથી સેવા આપતા રહ્યા છે. પૂનાથી લોકમાન્ય તિલક ઇ.સ. ૧૯૧૮માં ઇંગ્લેન્ડને પ્રવાસે ગયા ત્યારે યોજાયેલા ભવ્ય નાગરિક વિદાયમાનનું પ્રમુખ સ્થાન ગુજરાતી અગ્રેસર શ્રી કીકાભાઈ મોતીવાળાને અપાયું હતું. પૂનામાં જે.પી. ત્રિવેદી અતિથિગૃહ પૂનાની ગુજરાતી પ્રવૃત્તિઓમાં પ્રાણ પૂરનાર શિષ્ઠ ગાંધીવાદી સેવામૂર્તિ સ્વ. પ્રો. જયશંકર પિતાંબરદાસ ત્રિવેદીએ ઇ.સ. ૧૯૪૧માં ચિરવિદાય લેતાં તેમની અમર સ્મૃતિ અર્થે પ્રો. જે.પી. ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ દ્વારા અતિધિગૃહનો આરંભ થયો. આ સ્મારક ટ્રસ્ટ તરફથી સમાજસેવાની ઘણી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. શિક્ષણ ક્ષેત્રના પ્રથમ પ્રેરક રા.બ. લલ્લુભાઈ દામોદરની સેવા પક્ષ નોંધપાત્ર ગણાય છે. ચમત્કાર: પૂનાના શ્રી જલારામ સત્સંગ મંડળના સૂત્રધારોને મહારાષ્ટ્રના મહાન સંતજ્ઞાનેશ્વરનાં સમાધિસ્થાન એવા પુનિત તીર્થધામમાં જલારામ મંદિર સ્થાપવાની વર્ષો પહેલાં ભાવના પ્રગટ કરી હતી. સ્વ. મગનલાલ લાલજીભાઈ રાજાએ આ ભાવના પરિપૂર્ણ કરવા ભેખ ધારણ કર્યો હતો. પરંતુ ઇ. સ. ૧૯૬૯માં તેમનું અવસાન થયું. આ અપૂરું કાર્ય તેમના સાથીદાર તથા તેમના લઘુ બંધુ શ્રી લીલાધર લાલજી રાજાએ પૂરું કર્યું. કોઈ ચમત્કારી અદાએ આણંદીની દોઢ એકરની ધરતી ઉપર મહાન સંત જલારામ ધામ ખડું થઈ ગયું. ગુજરાતી ગવર્નર : વીર નરરત્નોને ઇલ્કાબો : આઝાદી પછી પ્રથમ રચાયેલા મધ્યપ્રદેશના પાટનગરનું ગૌરવ નાગપુરને પ્રાપ્ત થયું હતું. આઝાદીના આરંભકાળે જ આ રાજયના ગવર્નર પદે સ્વ. મંગળદાસ પકવાસા જેવા પ્રખર નેતા નિયુક્ત થયા. આ પ્રદેશના વિશાળ ગુજરાતી સમાજને તેમની અનેકવિધ સેવાઓ સાંપી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy