SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ 936 ખાતર ખેલાયેલાં યુદ્ધોની ખાંભીઓ, ખંડેરોમાં નગર નગરના પાદર, સદીઓથી વીરતા અને ધર્મના સંદેશા સુણાવતા ખડાં છે. જનસમાજની આ શુરવીરતા જ ભૂમિની સાચી સમૃદ્ધિ છે. એ સમૃદ્ધિના શ્વાસે જ આજ ગુજરાતી સમાજ ઉન્નત મસ્તકે આગે ધપે છે. ગુજરાતી ગૌરવથી ગાજતું મહારાષ્ટ્ર ઇતિહાસનાં અનેકવિધ અંધારાઅજવાળાએ મહારાષ્ટ્રનું ઘડતર થયું. મહારાષ્ટ્રની ધરતી પરથી સ્વાધીનતાનો પ્રથમ મંત્ર ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે.' ને ગૂંજતો કર્યો અને પછી અંગ્રેજ સલ્તનતને ભારત છોડવાનો અંતિમ પ્રચંડ પડકાર પણ પૂ. ગાંધીજીએ આ ભૂમિ ઉ૫૨થી જ વહેતો કર્યો. સમગ્રભારતમાં પ્રથમ મહિલા યુનિવર્સિટીની સ્થાપના મહર્ષિ કર્વેએ કરી, જેમાં સમગ્ર ધનની સહાયતા ગુજરાતીઓએ કરી. તેમાં ભાટિયા પરિવાર દામોદર ઠાકરશીના પરિવારનું ઉદાર એવું લાખોનું દાન ગાજતું રહ્યું છે. આજથી બે સદી પહેલાનું મુંબઈનું પ્રવેશદ્વાર માહીમ-વર્લીનો પુલ મહાન ઉદ્યોગપતિ જમશેદજી જીજીભાઈએ દોઢ લાખના ખર્ચે બંધાવી ઐતિહાસિક પગલું ભર્યું હતું. મુંબઈના હૃદયસમાન કાલબાદેવી વિસ્તારમાં મુમ્માદેવી માતાના મંદિર પાસે એક તળાવ ગુજરાતી કપોળ મહિલા શ્રીમતી પુતળીભાઈએ બંધાવી આપેલું. મુંબઈમાં પ્રથમ ગુજરાતી મુંબઈના સાગરકાંઠા ઉપર ઇ.સ. ૧૬૭૭માં સૌથી પ્રથમ ગુજરાતી વ્યાપારી દીવ-ઘોઘલાના કપોળ નેમા પારેખે વ્યાપારમાં કદમ માંડ્યા અને એ જ વર્ષમાં દીવથી બીજા કપોળ વિણક વેપારી રૂપશી ધનજીએ પ્રવેશ કર્યાનું નોંધાયું છે. કચ્છના કિનારા પરથી હોડી પર સવાર થઈ ઈ.સ. ૧૭૫૮માં ભાટિયા જ્ઞાતિના પ્રથમ વ્યાપારી જીવરાજ બાલુએ જ્યારે નિરાધાર હાલતમાં મુંબઈના કિનારા પર પગ મૂક્યો ત્યારે તેમની પાસે પહેરેલ બે કપડાં સિવાય કશું જ નહોતું. પછી તો પુરુષાર્થનો યજ્ઞ માંડી આ જીવરાજ બાલુ મહાન વ્યાપારી બન્યા. તેમના સ્વર્ગવાસ વખતે તેમની મિલ્કત અર્ધા કરોડની હતી. પછી કપોળ, લોહાણા વગેરે આવ્યા. વ્યાપારમાં ઝંપલાવી પ્રચંડ આર્થિક ઉન્નતિ સાધી. તે પછી ખંભાતથી જૈનવણિક જવાંમર્દ અમીચંદ સાકરચંદે ઇ.સ. ૧૮૧૯માં વ્યાપારક્ષેત્રમાં નવો વિક્રમ સ્થાપી ચીન સાથે પણ વ્યાપાર આરંભ્યો. પિતાની સ્મૃતિ નિમિત્તે ઇ.સ. ૧૮૩૭માં મુંબઈથી પાલીતાણાનો વિરાટ યાત્રાસંઘ કાઢ્યો હતો. નવલખી પરિવાર : સત્તરમી સદીમાં મુંબઈનાં વિકાસ કાર્યો માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બેધડક રીતે રૂપિયા નવ લાખનું ધીરાણ કરનાર એક Jain Education International બૃહદ્ ગુજરાત ગુજરાતી કપોળ પેઢી હતી. રણછોડદાસ ત્રિભોવનદાસ પાલીતાણાવાળાની આ પેઢીનું સમગ્ર સંચાલન પતિના દેહાંત પછી મુમ્માદેવી તળાવ બાંધનાર પુતળીબાઈ કરતાં હતાં. આ ગુજરાતી વીર નારીએ સમયકાળના પ્રવાહને ધ્યાનમાં રાખી એક પરદેશી પેઢીને લાખોની રકમ હિંમતપૂર્વક ધીરી ભારે મોટું જોખમ લીધું હતું. આ સાહસથી આ પરિવારની પ્રતિષ્ઠાનો પારો ઊંચો ચડતો રહ્યો અને નવલખી પરિવાર તરીકે પ્રસિદ્ધિ સાંપડી હતી. નવ કરોડ સુરતથી મુંબઈમાં આવીને પ્રારબ્ધ અને પુરુષાર્થથી સંપત્તિના સ્વામી બનેલા સ્વ. સર પ્રેમચંદ રાયચંદ શાહ દશા ઓશવાળ જૈન હતા. જીવનની સર્વોત્કૃષ્ટ ચડતીના શિખરે એમની એકંદર મિલ્કત નવકરોડની અંકાતી હતી. અને તેમની સખાવતનો આંકડો સાઈઠ લાખનો હતો. યુનિવર્સિટી, શાળા, કોલેજ, મંદિરો, મસ્જિદો, પુસ્તકાલયો, ટાવર વગેરેમાં આ નરવી૨ ગુજરાતીએ દાનગંગાનો મોટો ધોધ વહાવ્યો હતો. માતાનું ગૌરવ : રાજાબાઈ ટાવર સુવિખ્યાત સોહામણો સજાવટભર્યો ‘‘રાજાબાઈ ટાવર” મુંબઈની અન્ય ઇમારતોમાં વર્ષો સુધી ઉન્નત અને અનોખો રહ્યો છે. ઇ.સ. ૧૮૬૮માં ગુજરાતી શાહસોદાગર અને મરચન્ટ પ્રિન્સ ઓફ બોમ્બે”નું બડભાગી બિરુદ પામેલા સ્વ. પ્રેમચંદ રાયચંદે પોતાનાં માતુશ્રીની યાદમાં એ જમાનામાં રૂપિયા બે લાખનું દાન આપ્યું હતું. એ બડભાગી ટાવરની ઇ. સ. ૧૯૭૮માં ભવ્યરીતે શતાબ્દી ઉજવાઈ હતી. પ્રથમ નગરશેઠ મુંબઈમાં પ્રથમ પ્રવેશ કરનારા બે ગુજરાતીઓમાં એક રૂપશી ધનજીના પુત્ર મનોરદાસ આ નગરીના પ્રથમ નગરશેઠ નિમાયા. પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ ઉઠાવી ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું. નગરશેઠ મનોરદાસના પુત્ર દેવીદાસ અને દેવીદાસના પુત્ર માધવદાસ હતા. આ માધવદાસના સ્મરણાર્થે તેમના પુત્ર વરજીવનદાસ અને નરોત્તમદાસે ઇ.સ. ૧૯૭૪માં રૂપિયા અઢીલાખના ખર્ચે ભૂલેશ્વર અને સી.પી. ટેન્ક વચ્ચે લાલબાગની જગ્યામાં માધવબાગનું સુંદર સર્જન કર્યું. આ ભવ્ય, વિશાળ અને સોહામણા સ્વરૂપનો માધવબાગ માત્ર મંદિર નહિ પણ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહ્યું. પ્રથમ કોમર્સ કોલેજની સ્થાપના આ માધવબાગના સર્જક વરજીવનદાસના પુત્ર જગમોહનદાસે મુંબઈ યુનિવર્સિટીને ઇ.સ. ૧૮૮૦માં રૂપિયા બે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy