SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સાતસોથી વધુ પદોની રચના કરવાર કવિ બિહારીલાલ કાશી નિવાસી બાબુ રાધાકૃષ્ણના મત પ્રમાણે કવિ બિહારીલાલ બ્રાહ્મણ હતા. પણ ગૌસ્વામી રાધાચરણજીએ છેલ્લું સંશોધન કરી બિહારીલાલની જ્ઞાતિ બ્રહ્મભટ્ટ હોવાનું સાબિત કરેલ છે. (જુઓ કાનજી ધરમશી સંપાદિત ‘સાહિત્ય રત્નાકર' પાના નં. ૫૩૯) બિહારીલાલનો જન્મ સં. ૧૬૬૦માં ગ્વાલિયર પાસેના બસુવા ગોવિંદપુરમાં થયાનું મનાય છે. તેમનું બાળપણ બુંદેલખંડમાં વીત્યું. તરુણાવસ્થામાં મથુરામાં સસુરાલમાં વસ્યા. આ કવિએ કુલ ૩૧૯ દુાનો “બિહારી સતસઈ” નામનો ગ્રંથ સં. ૧૭૦૭માં તૈયાર કર્યો. આ ગ્રંથને શ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે. તેમણે ઉર્દૂ અને ફારસી કવિઓને પણ મહાત કર્યા હતા. તેમની બધી કવિતાઓ હિન્દીનો શણગાર છે. બિહારીલાલનું અવસાન સં. ૧૭૨૦માં થયાનું અનુમાન છે. જ્ઞાત, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણીસંગમ કવિ કિશન “ડિશન બાવની'ના કવિ કિશનનો જન્મ મધ્ય ગુજરાતમાં બોરસદના છોટાલાલ બ્રહ્મભટ્ટ (બારોટ)ને ત્યાં સં. ૧૭૨૦-૩૦ના અરસામાં થયો. તેણે સંઘરાજજી પાસેથી હિન્દી કાવ્ય સાહિત્યનો અભ્યાસ કર્યો અને કાળાંતરે તેણે કિશન બાવની" લખી વિ.સં. ૧૭૮માં આ ચનામાં ૯૨ કવિતાઓનો ગ્રંથ છે. ભુજના મહારાવ શ્રી લખપતજીએ શરૂ કરેલ વ્રજભાષા પાઠશાળાના પ્રાધ્યાપક પ્રાણજીવનદાસજીએ સં. ૧૯૫૧માં ટીકા સાથે પ્રસિદ્ધ કરી. કાવ્યમાં સ્થળે સ્થળે અનુપાસિત શબ્દ લાલિત્યમ, અર્થગૌરવયુક્ત કાવ્ય ચમત્કૃતિ, શાંતરસપ્રધાન અસરકારક સાલંકાર વર્ણન કરેલ છે. કર્તાએ ગ્રંથના આરંભમાં જૈનધર્મ પરત્વેની વાદારી પ્રદર્શિત કરેલી છે. ગિરઘર રામાયણ'ના રચયિતા કવિ ગિરધર ગિરધર કવિનો જન્મ બારોટ જ્ઞાતિમાં ઉત્તર ગુજરાતમાં વિજાપુર મુકામે સં. ૧૯૨૯માં થયાનું માનવામાં આવે છે. કવિ ગિરધર જયપુર નરેશની સભામાં પ્રતિષ્ઠાવાન કવિ હતા. તેમના પત્ની સાંઈયા દેવી પણ કાવ્યશાસમાં નિપૂર્ણ અને કવયિત્રી હતાં. કવિના રચેલા કંડળિયા છંદો જગવિખ્યાત છે. કવિ પોતાની કવિતામાં “કહે ગિરધર કવિરા" એમ લખતા. કવિના જૈ જૈ પોમાં 'સાંઈ' નામની પાદપૂર્તિ વાંચવામાં આવે છે તે કવિરાજનાં પત્ની સાંઈયાદેવીના રચેલા કુંડલિયા છે. કવિનો‘“ગિરધર Jain Education International • ૬૩૧ રામાયણ'' ગ્રંથ પ્રખ્યાત છે. તેમનો કવિતાકાળ ૧૮૦૦ માનવામાં આવે છે. તેની લોકપ્રિયતાનું કારણ તેમની સીધી સાદી ભાષા છે. તેમના આશરે ૧૭૫ કુંડલિયા ઉપલબ્ધ થયા છે. “રૂઘનાથ રૂપક" ગ્રંથતા કર્તા કવિ વાઘસિંહ રાજકવિ અને રૂધનાથરૂપક ગ્રંથ'ના કર્તા મહાકવિ વાયસિંહનો જન્મ ઇ.સ. અઢારમાં સૈકામાં ગુજરાતના વિજાપુર મુકામે બ્રહ્મભટ્ટ (બારોટ) જ્ઞાતિમાં ત્રૈમરસિંહને ત્યાં થયો. જે કવિની કવિતાઓએ ભારે મોટી ખ્યાતિ અપાવી છે. એનો સંગ્રહ કરી ઉદેપુરના વતની કવિરાજ ગિરિવરસિંહે ‘“રાજકવિ વાસિહ સુયશ પ્રકાશ' નામે ગ્રંથ પ્રગટ કર્યો છે. કવિનું જન્મસ્થળ વિજાપુર તે વખતે વિદ્યાધામ ગણાતું, જ્યાં ઘણા ભાટ બારોટો સાક્ષરો થયા છે. વિજાપુર એ વખતે વડોદરા રાજ્યનું મહેસાણા પ્રાંતનું પરગણું હતું. ત્યાં ભાટબારોટોનાં ચારસો ઘર હતાં. તેમાં ઘણા જ્ઞાનદર્શી બારોટો હતા. જેમાં કવિ મંગળ, જમનાદાસ, લાલુ, ચતુર્ભુજ, ગિરધર, જયેષ્ઠાલાલ, ઈશ્વર, ગોરધનજ, માધવજી, રણછોડજી, પરસોત્તમ, લક્ષ્મણજી, ભાણજી, આભુજી, કહાનજી, બેંચર, જસાજી વગેરે. આ કવિઓના સેંકડો દુતા, છંદો, સવૈયા લોકમુખે બોલાતા રહ્યા છે. આ વિદ્યાની બાણસમાં વિજાપુરમાં દામોદર મહોબતસિંહ સંસ્કૃતના મોટા કવિ હતા. અને ઇડર રાજ્યના દીવાન હતા તેમજ મહારાજ ગંભીરસિંહના કૃપાપાત્ર હતા. આ કવિ દાોદર મહોબતસિંહના વંશમાં જ મહાકવિ વાઘસિંહનો જન્મ થયો. વાપસિંહ ોધપુરના મહારાજા માનસિંહના પાટવી કુંવર નાસિંહના ખાસ મિત્ર હતા. કવિરાજ વાઘજીએ ‘‘રૂઘનાથ રૂપક’’ ગ્રંથ લખ્યો તેનું પ્રકાશન થયું છે. પણ ઘણી કવિતાનો અપ્રગટ ી છે. ફારસી અને વ્રજભાષાતા સાક્ષર કવિ જ્યેષ્ઠાલાલ કવિવર જયેષ્ઠાલાલનો જન્મ બ્રહ્મમઃ બારોટ) જ્ઞાતિમાં વિજાપુર મુકામે થયો. તેમના કાવ્ય, કવિતા, છંદ, છય સુંદર છે. તેઓ વ્રજભાષા અને ફારસીના સારા વિજ્ઞાન હતા. આ કવિને વીસનગર, વિપુર, આંબલીસન વગેરે રજવાડાંમાં સારો એવો આદર હતો. તેઓએ સુંથ તાલુકાના રાણા પ્રતાપસિંહજીના નામ પર ‘પ્રતાપ સાગર' અને જબાવા નરેન્દ્ર ગોપાલસિહજીન નામ પર ‘ગોપાલસાગર' ગ્રંથ લખ્યો છે. વિજાપુરના કવિ ગિરધર અને જ્યેષ્ઠાલાલ વિષે જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજએ લખ્યું છે કે આ કવિઓ મુરાદના સમકાલીન હતા. આ કવિઓને રજવાડા તરફથી ગામો, હાથી અને સુવર્ણની નવાજેશ કરાયેલ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy