SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ લોકસાહિત્યમાં જ્ઞાનદર્શી બારોટ કવિઓ —કેશુભાઈ બારોટ સરસ્વતીના પુત્રો ગણાતા બ્રહ્મભટ્ટ બારોટોની બુદ્ધિચાતુર્યતા અને સાંસ્કૃતિક ચેતનાના પ્રભાવને કારણે બૃહદ ગુજરાતમાં વિદ્યાનાં પ્રત્યેક કેન્દ્રો જેવાં કે આયુર્વેદ વિદ્યા, ગાંધર્વવિદ્યા, વ્યાકરણ વિદ્યા, કોશ, કાવ્ય કે અલંકાર વિદ્યા આવાં અનેક ક્ષેત્રે અદ્ભુત કલમ ચલાવીને સાહિત્ય સર્જન દ્વારા બહોળા જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધા. કલાસાહિત્ય સિવાય પણ વિવિધક્ષેત્રનાં સફળ શિખરો સર કર્યાની થોકબંધ વિગતો છે. બૃહદ્ ગુજરાત વેદકાળમાં આ જ્ઞાતિ સૂત, માગધ, બંદીજન, કે સ્તુતિ પાઠક તરીકે ઓળખાતી. સૂતો ખાસ કરીને સારથીનું કામ કરતા. અંગ દેશના સૂતો સારથીપણામાં ઘણાજ કુશળ હતા. ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતા દ્વારા જે ઉપદેશ આપ્યો તેને વ્યવસ્થિત શ્લોકબદ્ધ કરીને યુદ્ધનો ઉત્તમ અહેવાલ આપનાર દિવ્યદૃષ્ટા સંજય સૂત હતો. વૈદિક વિચારધારાને બળવત્તર બનાવનાર કુમારિલ ભટ્ટ, મનુસ્મૃતિ ઉપર ભાષ્ય રચનાર કલ્પક ભટ્ટ આવા અનેક કવિઓ બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાંથી જ આવતા હોવાના પુરાણોમાં અસંખ્ય આધારો જોવા મળે છે. આ જ્ઞાતિના પ્રતાપી પૂર્વજોમાં પણ ચંદબરદાઈ, કેદાર ભટ્ટ, કવિ નરહર, ગંગ, ગિરધર, સૂરદાસ આદિ સાહિત્ય સ્વામીઓ દેશની ભાતીગળ સંસ્કૃતિને ખીલવવામાં સૈકાઓથી વિશિષ્ટ પ્રદાન અર્પણ કરતા રહ્યા છે. બ્રહ્મભટ્ટ જ્ઞાતિ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહિ પણ રાષ્ટ્રના સમગ્ર પ્રદેશોમાં વિસ્તરેલી છે. આ જ્ઞાતિમાં ક્યાંક ભાટ, બારોટ, કવિ, બ્રહ્મભટ્ટ, રણા, ઇનામદાર, જાગીરદાર, રાવ, રાય, રોય, ભટ્ટરાય, તેમ જ દસાઁદી જેવા વિવિધ નામે ઓળખાય છે. બંગાળમાં આ જ્ઞાતિ માટે ‘ઠાકુર’ શબ્દ પણ પ્રયોજાય છે. ભગવદ્ ગોમંડલમાં ભાટ, સૂત, માગધ વગેરે શબ્દોની જે વ્યુત્પત્તિ સમજાવવામાં આવી છે. તેના પરથી આ જ્ઞાતિ બ્રાહ્મણો પૈકીની એક પેટા જ્ઞાતિ હોવાનું પણ અનુમાન થાય છે. શસ્ત્ર, શાસ્ત્ર અને ધ્યાન એ આ સમાજના જીવનમંત્રો હતા. અકબરના દરબારમાં પ્રખ્યાત નવરત્નોમાં બીરબલ સહિત ચાર બ્રહ્મભટ્ટો હતા. આ બ્રહ્મભટ્ટો પાસેના હસ્તલિખિત સાહિત્ય ભંડારનો કર્નલ ટોડ સાહેબે અને ફાર્બસ સાહેબે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરીને આ બારોટ કવિઓને ભારોભાર બિરદાવ્યા છે. રાષ્ટ્રશાયર મેઘાણીજીએ પણ ઘણું સાહિત્ય આ બારોટો પાસેથી જ મેળવ્યું હતું. આ બારોટ કવિઓએ જેમ ઈશ્વરભક્તિમાં મગ્ન બની ભક્તિરૂપી સમુદ્રમાં લહરીઓની પરંપરાઓ ચલાવી તેમ આયુર્વેદ વિદ્યામાં પણ વિજયના વાવટા ફ૨કાવ્યા-તો ઇતિહાસવિદ્યામાં પણ દક્ષતા અને કુશળતા બતાવીને તેના અન્વેષણકર્તા કહેવાયા. Jain Education International પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ વચ્ચેના કરારનામામાં કે દસ્તાવેજોમાં જામીનગીરી કરવામાં અને યુદ્ધ સમયે યોદ્ધાઓનું ખમીર ટકાવવામાં આ બારોટોએ બજાવેલી અનન્ય સેવાની ઇતિહાસે પણ પ્રસંગોપાત નોંધ લીધી છે. મારા પરમસ્નેહી શ્રી કે.સી. બારોટ પાસેથી પણ આ સમાજની વિપુલ સાહિત્ય સામગ્રી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જ્યારે ઇતિહાસ નહોતા લખાતા ત્યારે પણ આ બારોટોએ જ કાવ્યો અને સાહિત્ય દ્વારા ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવનભર જતન કર્યું છે. ચંદબારોટના રાસાઓની અંગ્રેજ ઇતિહાસકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. આજે જ્યારે સમયકાળ બદલાયો છે. પ્રગતિશીલ મૂલ્યો નજર સામે દેખાઈ રહ્યાં છે ત્યારે ગોળ, તડા વગેરેના ભેદ ત્યજીને સૌએ એક થવાની જરૂર ઉપર ભાર મૂક્તાં આ લેખમાળાના લેખક શ્રી કેશુભાઈ બારોટનો જ્ઞાતિની ગરિમાને વધારવામાં ભારે મોટો પુરૂષાર્થ રહ્યો છે. તેમણે મોકલેલી વિસ્તૃત લેખમાળામાંથી માત્ર થોડા કવિઓનો પરિચય અને તે પણ બિલકુલ ટૂંકાર્વ ને જગ્યાના અભાવે અત્રે રજૂ કર્યા છે. શ્રી કેશુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. = સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy