SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન રા. બ. કાશીનાથ દીક્ષિત સ્વ. શ્રી દીક્ષિતે પોતાની કારકિર્દી પુનામાં આવેલ પુરાતત્ત્વ સમીક્ષક ખાતના પિશ્ચમ મંડળના અધ્યક્ષ તરીકે ગાળી. હતી.. પોતાનાં ખંત, જ્ઞાન અને સંશોધન કાર્યથી તેઓ ક્રમશઃ સમગ્ર પુરાતત્વખાતાના વશે સંચાલકના વરિષ્ઠ પદ સુધી પહોંચ્યા હતા. ઈ. સ. ૧૯૨૨માં સિંધમાં મોહેન જો દડોની પુરાતન સંસ્કૃતિની શોધ થઈ, ત્યારે સ્વ. દીક્ષિત પણ તે અમૂલ્ય સંશોધન કાર્યમાં જોડાયા. ઇ. સ. ૧૯૨૪-૨૫ની મોસમનું ઉત્ખનન કાર્ય તેમના સંચાલન મુજબ થયું હતું. સર જોન માર્શલ અને મેકેના નેતૃત્વકાળ દરમ્યાન પક્ષ સ્વ. દીક્ષિતે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. દરમ્યાન તેમને બિહાર અને બંગાળમાં ઉત્ખનન માટે જવાનું થયું હતું. ત્યાંથી તેઓ આસામમાં પત્ર સંશોધનાર્થે ગયેલા. આખરે તેમની પ્રતિભાની કદર કરીને લગભગ ઇ. સ. ૧૯૩૪માં ભારત સરકારે તેમને પુરાતત્ત્વખાતાના વા સંચાલક નીમ્યા. આ જવાબદારીભર્યા પદથી નિવૃત્ત થયા પછી પણ તેઓ ભારતના સંશોધનક્ષેત્રમાં સતત રસ લેતા. પોતાના સંચાલનકાળ દરમ્યાન તેમજ તે પછી નિવૃત્તિકાળમાં પણ તેમણે કરેલા ગુજરાત સંશોધન ૫૨ના માર્ગદર્શન માટે ગુજરાત તેમનું ઋણી રહેશે. ઇ. સ. ૧૯૪૧માં તેમણે પુના, મુંબઈ, અમદાવાદ અને વડોદરાની સંસ્થાઓની મદદથી ડૉ. હસમુખ સાંકળિયાના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રાગૈતિહાસિક પુરાતત્ત્વ સંશોધનની પ્રવૃત્તિ આરંભી. આ સંશોધન મંડળે તેમના સતત માર્ગદર્શન અનુસાર ત્રણવર્ષ સુધી સાબરમતીની ખીણમાં પ્રાગૈતિહાસિક યુગના માનવના અને ઓજારોનાં અવશેષોને ઉત્ખનન દ્વારા ભુગર્ભમાંથી બહાર આવ્યા. ઇ. સ. ૧૯૪૫માં કોલ્હાપુરમાંના બ્રહ્મપુરી ઉત્ખનનના કાર્યમાં પણ તેમનું માર્ગદર્શન મળતું રહેતું. વળી તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ઇતિહાસ અને સંશોધન વિભાગ ખોલવા અને તેને વિકસાવવા માટે ઘણું પ્રેરણાત્મક દિશાસૂચન કરતા. તદુપરાંત ગુજરાત માટે અમદાવાદમાં સંગ્રહસ્થાન સ્થાપવા માટે તેઓએ પ્રયત્ન કરેલો. ડૉ. હીરાનંદ શાસ્ત્રી ડૉ. હીરાનંદ શાસ્ત્રી ભારત સરકારના પ્રાચીન લેખાધિકારી Epigraphist wતા. તે જગા પરથી નિવૃત્ત થયા પછી ઇ. સ. ૧૯૩૪માં તેઓ વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાના સંચાલક તરીકે ગુજરાતમાં સંશોધન કરવા લાગ્યા હતા. ડૉ. હીરાનંદ ગુજરાતમાં ખાસ કરીને વડોદરા રાજ્યમાં પ્રાચીન સ્થળોનો પ્રવાસ કરતા, તેમજ મૂર્તિ, સ્થાપત્ય, ઉત્કીર્ણ લેખો અને સિક્કાઓનું નિરીક્ષણ-સંરક્ષણ પણ કરતા, પરંતુ તેમની સંશોધન વૃત્તિ ખાસ ખોદકામમાં કેન્દ્રિત હતી. વડોદરા રાજ્યમાં તેમણે ચાર સ્થાને ખોદકામ કરાવીને ત્યાંના ભૂગર્ભમાં રહેલા પુરાતન અવશેષોને પ્રકાશમાં લાવવા પ્રયાસ કર્યો હતો. ઉત્ખનનના આ પ્રયોગનો 2 Jain Education International > ૬૨૫ આરંભ તેમણે ઇ. સ. ૧૯૪૫માં અમરેલીના ગોહિલવાડ ટીંબામાં કર્યો, જયાંથી પહેલા વલભીના રાજા ખરગ્રહ ૧લાનું વલભી સંવત ૨૯૭ (ઇ.સ. ૧૭૬)નું તામ્રપત્ર મળી આવ્યું હતું. આ ઉપરાંત અહીંથી વાસણો, પુતળીઓ, બંગડીઓ, ઇંટો તથા ક્ષેત્રો અને ગુપ્તોના ઘણા સિક્કાઓ મળ્યા હતા. તેમણે ઉત્ખનનનું બીજું સ્થળ કોડીનાર નજીકનું મૂળ દ્વારકા પસંદ કર્યું હતું. ભાગવતમાં આવતી હકીક્તને આધારે મંદિર વિના બાકીની જે દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલી તે આ મુળ દ્વારકાની જગા હોય એમ તેઓ માનતા હતા. ઇ. સ. ૧૯૩૫-૩૬માં તેમને થોડી ઇમારતો અને મારુતિની એક પ્રાચીન મૂર્તિ મળી હતી. આ જ વર્ષે તેમણે નવસારી પ્રાંતના કામરેજમાં પણ ઉત્ખનન કરાવ્યું, ત્યાં તેમણે ઘણી સંખ્યાઓમાં પ્રાચીન કાષ્ઠપણ મળ્યા. બીજે વર્ષે તેમણે પાટણમાં સિદ્ધરાજ (ઇ.સ. ૧૯૯૪૪)ના સમયના સહસ્રલિંગ તળાવનું ખોદકામ શરૂ કરાવ્યું. ત્યાં તેમને ૨૫ ફૂટ જેટલી ઊંડાઈએ તે પ્રાચીન તળાવના ઘાટના પગથિયાં અને તેના દેવાલયોના સ્તંભ મળી આવ્યા. સહસ્રલિંગનું ઉત્ખનન એ તેમના સંશોધનની લીરૂપ છે. ડૉ. હીરાનંદને ક્ષેત્રસ્ય સંશોધન ઉપરાંત ગ્રંથસ્થ સંશોધનમાં પણ તેટલો જ રસ હતો. ગાયકવાડ પુરાતત્ત્વ ગ્રંથમાળાના ‘સચિત્ર પુસ્તકો'માં ‘વિકસીત ભારતીય ચિત્રકલા', ‘ગિરનાર પરનો અશોકનો ખડક’, ‘પ્રાચીન વિજ્ઞપ્તિ પત્રો' એ તેમની કૃતિઓ છે, જે તેમના જ્ઞાનરસના વિવિધ ક્ષેત્રો સૂચવે છે. ઇ. સ. ૧૯૪૦-૪૧માં વર્નાક્યુલર સોસાયટીના અનુસ્નાતક-સંશોધન વિભાગના આશ્રયે તેમણે અમદાવાદમાં જે વ્યાખ્યાનમાળા આપી હતી, તેમાં તેને સામાન્યતઃ હિંદના અને વિશેષતઃ ગુજરાત-કાઠિયાવાડના પુરાતત્ત્વ તેમજ સાંસ્કૃતિક ઇતિહાસનું સરસ નિરૂપણ કર્યું હતું. તેમની આ વ્યાખ્યાનમાળા પુરાતત્ત્વનો પ્રાચીન ભારતીય ઇતિહાસ'ના નામે પ્રગટ થઈ છે. તેમની વિદ્વત્તાની કદરમાં અર્પેલી ઉપાધિ પ્રમાણે, તેઓ ખરેખર ‘જ્ઞાનરત્ન’ હતા. શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય ગુજરાતના પુરાતત્ત્વજ્ઞ તરીકે જૂની પેઢીના વિજ્ઞાન શ્રી વલ્લભજીનું નામ ઘણું પ્રસિદ્ધ છે. તા. ૨૬-૬-૧૮૪૦ના રોજ જૂનાગઢમાં વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા. સંસ્કૃતના ઊંડા અભ્યાસી. શરૂઆતમાં શિક્ષક તરીકે સેવા આપી. ઇ. સ. ૧૮૮૪થી રાજકોટમાં વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ હાલ વૉટ્સન મ્યુઝિયમ)ના ક્યુરેટર તરીકે કાર્ય સંભાળ્યું. આ સમય દરમિયાન પ્રચીન સ્થાનોના વિદ્યાપ્રવાસ સાથે અનેક ઉત્કીર્ણ લેખોની નોંધ કરી. પં. ભગવાનલાલ ઇન્દ્રને અશોકના લેખો વાંચવામાં સહાયક તરીકે કાર્ય કર્યું. ઇ.સ. ૧૧-૧-૧૯૧૧માં એમનું અવસાન થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy