SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૪ બૃહદ્ ગુજરાત પુશdહવે જોdળી લાલા -ડૉ. આર. ટી. સાવલિયા ઇતિહાસ સર્વ વિદ્યાઓની ગંગોત્રી મનાય છે. તેમાંયે માનવ ઈતિહાસને પારદર્શક રીતે જાણવા સમજવા માટે શિલ્પ સ્થાપત્યો, પુરાવશેષો, ઐતિહાસિક કળામય ઇમારતો, શિલાલેખો, તામ્રપત્રો, ગુફાઓ, વિહારો, સૂપો, ગુફાઓમાંનાં ચૈત્યમંદિરો, વિહાર, સભામંડપો વગેરે મહત્ત્વના આધાર-સાધન બની રહે છે. એટલું જ નહિ પણ તેને આપણો ગૌરવભર્યો વારસો ગણી શકાય છે. છેલ્લાં દોઢસો વર્ષમાં વિકસેલા વિજ્ઞાન પ્રવાહોમાં પુરાતત્ત્વ એક મહત્ત્વનું અંગ ગણાયું છે. અંગ્રેજોએ ઉત્નનન દ્વારા એનો શુભારંભ કરાવતાં મોહન-જો-દરો અને હડપ્પાના પ્રાચીનકાળના અવશેષો પ્રાપ્ત થયા પછી ઘણી વિગતો ઉપલબ્ધ બની છે. પ્રાચીન સમયકાળનાં અનેક સંસ્મરણો અને ૪000 વર્ષ પહેલાંની જૂની નગરરચનાનું દર્શન લોથલ સંસ્કૃતિમાં આપણને જોવા મળ્યું. ધોળકા પાસેનું લોથલ અને ગોંડલ પાસેનું રોજડી પ્રાચીન સ્થાપત્યો માટે જાણીતા બન્યાં છે. પ્રાચીન સ્થાપત્ય કળા તે તે સમયની ભવ્યતાની સાક્ષી પૂરે છે. સાબરકાંઠામાં શામળાજી પાસે દેવની મોરીનો સ્તૂપ, ઉના પાસેની શાણાની ગુફાઓ, જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ, ત્યાંનો સમ્રાટ અશોકનો શિલાલેખ, તળાજાના પહાડમાં આવેલ એભલ મંડપ અને નરસિંહ મહેતાની નિશાળ, ઢાંક અને બરડાની ગુફાઓ આપણને ઘણું ઘણું કહી જાય છે. ઢાંકની જૈન ગુફાઓ માટે તો ખાસ સંશોધન જરુરી છે. ખોદકામ દરમ્યાન ક્યાંક ચિનાઈ માટીનાં વાસણો, ક્યાંક દેવદેવીઓની મૂર્તિઓ અને અલંકાર, ક્યાંક સિક્કાઓ, ક્યાંક રંગીન વાસણનાં ઠીકરાઓ એવું ઘણું બધું જોવા મળે છે. શિહોરનો બ્રહ્મકુંડ, વઢવાણની માધાવાવ, મોરબીની કબેરવાવ, અમદાવાદ પાસે અડાલજની વાવ, અમદાવાદની સંખ્યાબંધ મજીદો, રાજવીઓના મહેલો આ બધું પ્રાચીન સમયનું ઝવેરાત છે. સોલંકી યુગનું સોળે કલાએ ખીલેલું અદ્દભુત શિલ્પ સ્થાપત્ય તે સમયકાળની સમૃદ્ધિનો પરિચય કરાવે છે. આકાશ સાથે વાતો કરતા શત્રુંજય અને ગિરનારનાં જૈન મંદિરોની રચના કે મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતની જાહોજલાલીનો ખ્યાલ આપે છે. ભાવનગર પાસે સમુદ્રમાં ગરકાવ થયેલી એક અવિકસિત નગરી વિશેના અહેવાલો પણ સામયિકોમાં પ્રગટ થતા હતા. આ બધું બહાર લાવવામાં પુરાતત્ત્વ નિષ્ણાતોની નિષ્ઠા, સૂઝ, સમજ અને કાર્યદક્ષતા ઉપર આધાર છે. ઉલ્બનન-વિદ્યાક્ષેત્રમાં આપણે ત્યાં જે જવલંત વિજ્ઞાનીઓ થયા તેમાં હસમુખ સાંકળિયા, કચ્છના ભગવાનલાલ ઇન્દ્રજી, અમદાવાદના ગિરજાશંકર આચાર્ય, અમૃત પંડ્યા, પી.પી. પંડ્યા, છોટુભાઈ ખત્રી, જયેન્દ્ર નાણાવટી, મુકુન્દ રાવલ, વડોદરાના હીરાચંદ શાસ્ત્રી, પી. એ. ઇનામદાર, ધવલીકર, રાજકોટના વાય.એમ. ચિત્તલવાલા વગેરે ગણી શકાય. સમુદ્રમાં ડૂબેલી દ્વારકા ક્યાં છે? કઈ જગ્યાએ મૂળ દ્વારકા હશે? તે અંગે અનુમાનો, સંશોધનો થતાં જ રહ્યાં છે. છેલ્લે ભાવનગર પાસે ભંડારિયા નજીક ૨૦૦૧-૨૦૦૨માં ઉત્નનન થતાં સિંધુખીણની સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ હોવાની પણ શક્યતા ઊભી થઈ છે. આ લેખમાળામાં પુરાતત્ત્વવિજ્ઞાનીઓનો પરિચય કરાવે છે. ડૉ. આર.ટી. સાવલિયા જેમનો પરિચય તેમની જ એક અન્ય લેખમાળામાં અગ્રભાગે પ્રગટ થયેલ છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy