SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન બી.એ., ૧૯૫૫માં એમ.એ., ૧૯૯૬માં પી.એચ.ડી., ૧૯૫૬થી તેમની અધ્યાપક તરીકેની કારકિર્દીનો આરંભ થયો. ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ રહ્યા ને ત્યાંથી જ નિવૃત્ત થયા. “કવિતા” માસિકના સંપાદક. ૧૯૮૩માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો. ‘એકાન્ત' ૧૯૬૬, ‘તારીખનું ઘર' ૧૯૭૧, “અસ્તિત્વ ૧૯૭૩, “નામ લખી દઉં', ૧૯૭૫, “હસ્તાક્ષર' ૧૯૭૭, ‘સીમ્ફનિ' ૧૯૭૭, “રોમાંચ' ૧૯૭૮, “સાતત્ય' ૧૯૭૮, ‘પિરામીડ' ૧૯૭૯, ‘રિયાઝ' ૧૯૭૯, ‘વિસંગતિ' ૧૯૮૦, સ્કાઈસ્કેપર, ૧૯૮૦, “ઘરનુરાપો' ૧૯૮૧, “એક અનામી નદી” ૧૯૮૨, “ઘટના” ૧૯૮૪, “રાધા શોધે મોરપીચ્છ' ૧૯૮૪, “કોઈ રસ્તાની ધારે ધારે' ૧૯૮૫, અને “પવનના અશ્વ” ૧૯૮૭ આ ઉપરાંત આજ સુધી એમના અનેક કાવ્યસંગ્રહો પ્રકાશિત થતા રહ્યા છે. “ઇટ્ટા કીટ્ટા” ૧૯૬૧, “ધીંગામસ્તી’ ૧૯૬૩, “ટીંગાટોળી’ ૧૯૭૧, “ચલકચલાણું ૧૯૬૪, ‘છાકમ છલ્લો' ૧૯૭૭, ‘બિન્દાસ' ૧૯૮૦, એમના બાલકાવ્યસંગ્રહો છે. ‘પિનકુશન' ૧૯૭૮, વાર્તાસંગ્રહ છે. “મારી બારીએથી' ૧-૨ ૧૯૭૫, “સમી. સાંજના શમિયાણામાં ૧૯૮૧, “ભૂરા આકાશની આશા' ૧૯૮૨, ‘અમને તડકો આપો' ૧૯૮૭, એમના ધ્યાનપાત્ર નિબંધ સંગ્રહો છે. અપેક્ષા’ ૧૯૫૮, ‘પ્રક્રિયા' ૧૯૮૧, “સમાગમ' ૧૯૮૨, ઇઝેશન્સ' ૧૯૮૪, “કવિ પરિચય ૧૯૮૬, “કવિતાની બારીએથી' આ એમના વિવેચનસંગ્રહો છે. ‘ઉપહાર' ૧૯૫૭, ‘કવિતાનો શબ્દ' ૧૯૫૮, ‘તપોવન' ૧૯૫૯, “સહવાસ' ૧૯૭૫, “વગડાનો શ્વાસ' ૧૯૭૮, “અમલપિયાલી' ૧૯૮૦ એમના સંપાદનના ગ્રંથો છે. આ ઉપરાંત એમના વિવિધ પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં છે. બોરીસાગર રતિલાલ મોહનલાલ જન્મ: ૩૧-૮-૧૯૩૮, ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખક, નિબંધકાર, તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલામાં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ., ૧૯૮૯માં “સાહિત્યિક સંપાદનઃ વિવેચનાત્મક અધ્યયન' વિષય પર પી.એચ.ડી., ૧૯૭૧માં સાવરકુંડલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪થી ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં એકેડેમિક સેક્રેટરી. લેખનનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો પરંતુ સાથે હાસ્યલેખો પણ લખવા માંડ્યા. જેમાં એમને વધુ સફળતા મળી. ‘મરક મરક' ૧૯૭૭, અને “આનંદલોક' ૧૯૮૩ આ બે એમના હાસ્યસંગ્રહો છે. માનવીય નિર્બળતાઓ એમના હાસ્યનો વિષય બને છે. છતાં એમનું જે ૨૩ હાસ્ય દેશદ્વેષથી સદંતરમુક્ત છે. એમણે કેટલાક ગંભીરનિબંધ તેમજ કેટલીક લઘુકથાઓ પણ લખી છે. રૂપવાલા રતિલાલ મૂળચંદ જન્મ : ઇ.સ. ૧૯૧૯ : ‘અનિલ', “સાંદિપની, ‘ટચાક', કલ્કી' એમનાં ઉપનામો છે. સાહિત્યક્ષેત્રે નિબંધ, ચરિત્ર, અને ગઝલક્ષેત્રે એમનું પ્રદાન રહ્યું છે. જન્મ સુરતમાં. પ્રાથમિક બે ધોરણ સુધીનો અભ્યાસ. ૮ થી ૧૪ વર્ષની વય સુધી જરી વણકર. ૧૯૪૪ સુધી પાવરલૂમ્સ વણકર. ૧૯૫૫થી ૧૯૬૦ સુધી “પ્રારા બાપુ” માસિકનું સંપાદન. ૧૯૬૧માં સુરતના હરિહર પુસ્તકાલયમાં પુસ્તક પ્રકાશન અધિકારી. ૧૯૬૨-૬૩માં “લોકવાણી' દૈનિક, સૂરતમાં ઉપતંત્રી. ૧૯૬૪ થી ૧૯૭૭ સુધી ગુજરાત મિત્ર' દૈનિક સૂરતમાં સહતંત્રી. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી ગુજરાત સમાચાર' સૂરતમાં ઉપતંત્રી. ૧૯૮૩માં “ગુજરાત કેસરી', “સુરતમાં સહતંત્રી, “કંકાવટી” માસિકનું સંપાદન. ‘ડમરો અને તુલસી” ૧૯૫૫ એમનો ગઝલ સંગ્રહ છે. મસ્તીની પળોમાં” ૧૯૫૬ મુખ્યત્વે રૂબાઈ સંગ્રહ છે. આવા હતા બાપુ' ભાગ ૧ થી ૩ ૧૯૫૭ અને “ઇન્દિરા ગાંધી ૧૯૬૮ એમનાં જીવનચરિત્રો છે. “મ મનહરનો મ’ ૨૦OO આ એક અનોખો નિબંધસંગ્રહ છે. “ચાંદરણા' ૧૯૯૭ ચિંતનકણિકાઓનો સંગ્રહ છે. શિરીષ જગજીવનદાસ પંચાલ જન્મ ૭-૩-૧૯૪૩: વિવેચક, સંપાદક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં એસ.એસ.સી., ૧૯૬૪માં મ.સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૬૬માં એજ યુનિવર્સિટીમાંથી એજ વિષયમાં એમ.એ., ૧૯૮૦માં પી.એચ.ડી., ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી પાદરાની કોલેજમાં અધ્યાપક. ૧૯૮૦થી મ.સે. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા. ૧૯૯૮થી આ વિભાગમાં અધ્યક્ષ. સુમન શાહ સંપાદિત સાહિત્ય સ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત નવલકથા ૧૯૮૪, “કાવ્યવિવેચનની સમસ્યાઓ' ૧૯૮૫ પશ્ચિમનું સાહિત્યવિવેચન' પ્રાચીનકાળ ૧૯૯૨, “રૂપરચનાથી વિઘટન' ૧૯૮૬ એમના વિવેચનસંગ્રહ છે. “વૈદેહી' ૧૯૮૮ એમની નવલકથા છે. “જરા મોટેથી” ૧૯૮૮ એમનો નિબંધસંગ્રહ છે. આ ઉપરાંત એમણે સુરેશ જોશીની વાર્તાઓનું સંપાદન “માનીતી - અણમાનીતી’ ૧૯૮૨માં અને સુરેશ જોશીના નિબંધોનું સંપાદન ‘ભાવયામી’ ૧૯૮૪માં કર્યું છે. “એતદ્' સામયિકના તેઓ સંપાદક સંદર્ભ ગ્રંથો ગુજરાતી સાહિત્ય કોશ : ૧. ગુજરાતી સાહિત્યકોશ. ૧-૨ ૨. સાહિત્યકાર પરિચય કોશ. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy