SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન બુદ્ધિ, વ્યંગ, રમૂજ અને સરળતા સાથોસાથ વહેતાં જોવા મળે છે. તેઓ માયાળુ, પરગજુ અને સ્વપ્રદષ્ટા છે. તેઓ વહેમો, જડ માન્યતાઓ, શુકન અપશુકનો, અંધશ્રદ્ધા, ધાર્મિક ક્રિયાકાંડ કે ચમત્કારોના પ્રચારોના પ્રખર વિરોધી છે. તેમણે ૨૫-૧૦૨૦૦૧ના સ્વસ્થ માનવ માસિકમાં પરાપૂર્વથી મળેલ ધાર્મિક બાબતોનો ત્યાગ કરવાનો ઘોષણાપત્ર પ્રસિદ્ધ કર્યો છે. તેઓ આજે ૮૫ વર્ષની વયે યુવાનને શરમાવે તેવું કાર્ય કરી રહ્યા છે. તેમનું જીવન તદ્દન સાદું છે. તેને વધુ સાદું બનાવવાના પ્રયોગ કરી રહ્યા છે. તેમના બુદ્ધિવાદ, બિન-સાંપ્રદાયિક્તા અને ગાંધીવિચારો પરનાં વેધક લખાણ વાંચીએ તો સાચા ચીનુભાઈ દૃષ્ટિએ પડી જાય. જયંતિભાઈ પી. ગજ્જર તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે. થોડોક સમય ગુજરાત યુનિવર્સિટી અને ભાષા નિયામક કચેરીમાં અનુવાદક તરીકે કામગીરી કરી. ત્યારબાદ અમદાવાદની નવગુજરાત કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યાંથી રાજીનામું આપી તેઓ ૧૯૭૦થી કેનેડામાં સ્થિર થયા છે. તેમણે ૨૦૦ જેટલી નવલિકાઓ લખી છે. તે ‘કુમાર’, ‘નવચેતન’, ‘પ્રસ્થાન', ‘આરસી’, ‘નવનીત' જેવા સામયિકો અને ‘ગુજરાત સમાચાર' જેવા દૈનિકમાં પ્રસિદ્ધ થઈ છે. તેમણે પાંચ નવલકથાઓ લખી છે. ‘ફૂલડે ફૂલડે ફોરમ’, ‘અંતસ્તલ’, ‘સ્નેહશૂન્ય સરવાળા’, ‘પત્થર થર થર ધ્રૂજે’. તેમની ‘કુર્યાત સદા મંગલમ્' નવલકથા ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. તેમનો વાર્તાસંગ્રહ ‘તુલસીનો છોડ’ તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે. તેઓ ‘પત્થર થર થર ધ્રૂજે' નવલકથાના આધારે ટી.વી. સીરિયલ તૈયાર કરી રહ્યા છે. કેનેડામાં સ્થિર થયા બાદ તેમણે પ્રિન્ટીંગ અને ગ્રાફિક્સ આર્ટનો વ્યવસાય કર્યો. હાલ તેઓ ત્યાંની અનેક સમિતિઓમાં ચેરમેન કે સભ્ય તરીકે કામગીરી કરી રહ્યા છે. કેનેડા સરકારે તેમનું શિક્ષિત, સાહિત્યિક સંસ્કારી પ્રતિભારૂપે બહુમાન કરવા ઉપરાંત તેમને ભારતીય સંસ્કૃતિના પ્રતિભાશાળી પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા છે. કેનેડા સરકારે તેમની કામગીરીની કદર કરી તેમને એવોર્ડથી નવાજ્યા છે. તેઓ સ્વભાવે મિતભાષી, મધુરભાષી, હસમુખા, મળતાવડા અને મિલનસાર છે. તેઓ પરગજુ હોવાથી, કેનેડામાં જનારને તેઓ મદદરૂપ થયા છે. શંભુપ્રસાદ ગોવર્ધનરામ જોશી તેમનો જન્મ ૧૧-૨-૧૯૨૯ના રોજ મહુવામાં થયો હતો. તેમણે એમ. એ. સુધી અભ્યાસ કર્યો. તેઓ ભાષા નિયામકની કચેરીમાં સંશોધન મદદનીશ તરીકે જોડાયા અને નાયબ ભાષા Jain Education International * ૧૫ નિયામકના પદેથી નિવૃત્ત થયા. ત્યાં તેમણે ભાષાંતર, સંશોધન અને પ્રકાશન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી. તેમણે એંસી જેટલાં કાવ્યો લખ્યાં છે. ‘કુમાર’, ‘સંસ્કૃતિ, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’ જેવા સામયિકોમાં તે કાવ્યો પ્રસિદ્ધ થયાં છે. તેમને સંપુર્ણ ભગવદ્ ગીતા કંઠસ્થ છે અને તેના પર તેણે કલાકો સુધી પ્રવચનો આપ્યાં છે. તેઓ સારા કવિ ઉપરાંત સારા વક્તા અને વ્યાખ્યાતા છે. તેમણે આઈ.એ.એસ. / આઈ.પી.એસ. અને બિન-ગુજરાતી અધિકારીઓને ગુજરાતી ભાષાની તાલીમ આપી છે. તેઓ વ્યાખ્યાતા તરીકે ખૂબ લોકપ્રિય નીવડ્યા છે. તેઓ કુટુંબપ્રેમી છે. તેમના ભાઈનું નાનીવયે અવસાન થતાં, તેમનાં બાળકો ૨ળતા-કમાતા થાય ત્યાં સુધી તેમને પોતાના ઘરે રાખી તેમનું નિષ્ઠાપૂર્વક અને આનંદથી પાલનપોષણ કર્યું. તેમણે પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયનું કામ નિષ્ઠાપૂર્વક ઉપાડ્યું હતું. તેમણે પ્રભાતફેરી, ગ્રામજ્યોતિ મુલાકાત, સ્વાધ્યાય, સ્વાધ્યાયીઓને પ્રશિક્ષણ જેવું કાર્ય સારી રીતે કર્યું છે. અમદાવાદ જિલ્લાના ‘મોટા ભાઈ' તરીકે તેમણે ઉત્તમ કામગીરી બજાવી છે. તેઓ મિતભાષી, પરોપકારી અને સરળહૃદયી છે. નિષ્ઠા, પ્રામાણિક્તા અને નિષ્કામ સેવા એ શંભુપ્રસાદના પર્યાય બની ગયા છે. હાલ તેઓ આધ્યાત્મિક પ્રકારના લેખ લખે છે. અને જે લખતા હોય તેમાં તનમનથી પોતાનું યોગદાન આપે છે. તેમનો મર્મ ઊંચા પ્રકારનો છે. ડો. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા તેમનો જન્મ સંડેર (પારઠાં)માં તા. ૫-૪-૧૯૧૫ના રોજ થયો હતો. તેમણે મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. ગુજરાત વિદ્યાસભામાંથી અનુસ્નાતક થયા બાદ તેઓ ૧૯૪૫માં પી.એચ.ડી. થયા. ૧૯૫૧માં વડોદ૨ા યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા વિભાગના મુખ્ય અધ્યાપક પદે નિમાયા હતા. તેમણે મુંબઈ યુનિવસર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં પ્રવચન આપ્યાં હતાં. તેઓ ૧૯૬૨-૬૪માં ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે રહ્યા હતા. તેમને ૧૯૫૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમણે વિવિધ પ્રકારનું સાહિત્ય આપ્યું છે. ‘વાઘેલાઓનું ગુજરાત', ‘ઇતિહાસની કેડી', ‘સંશોધનની કેડી', ‘ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’, ‘જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષ', ‘મહાઅમાન્ય વસ્તુપાળનું વિદ્યામંડળ' જેવા સંશોધનાત્મક વિવેચન ગ્રંથો, માધવકૃત રૂપસુંદરકથા, સત્તરમાં શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો, સિંહાસન બત્રીશી જેવા પુસ્તકોનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy