SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ × તેઓ ઓક્ટોબર ૨૦૦૦થી ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે સાત લઘુનિબંધ, આઠ મૌલિક પુસ્તકો અને સાત પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેમને બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક, પ્રકાશન ક્ષેત્રે ઉત્તમ કામગીરી અને શ્રેષ્ઠ અનુવાદ માટે જુદી જુદી સંસ્થાઓ તરફથી એવોર્ડ મળેલા છે. તેમણે પ્રકાશનને લગતાં ચાર વ્યવસાયી મંડળોમાં સભ્ય તરીકે કામગીરી કરી છે. તેમણે વધુ અભ્યાસ માટે, પ્રવચન આપવા, અભ્યાસ-ટુકડીના સભ્ય અને સલાહકાર તરીકે લંડન, બેલ્જિયમ, જર્મની, મોરેશિયસ, ઝામ્બિયા, કેન્યા, સ્વીટ્ઝરલેન્ડ વગેરે દેશોમાં મુલાકાત લીધી છે. ડો. શાંતિભાઈ મણિલાલ દેસાઈ તેમનો જન્મ અનાવિલ દેસાઈ કુટુંબમાં ૨૬-૧-૧૯૧૭ના રોજ થયો. તેમણે એમ.એ.; પી.એચ.ડી. સુધી અભ્યાસ કર્યો છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે, મજૂર મહાજનના અગ્રણી કાર્યકર તરીકે અને ગુજરાત સરકારના માહિતી ખાતામાં ગાંધી શતાબ્દિ ઉજવણી કાર્યક્રમના ઇનચાર્જ અધિકારી તરીકે સેવા આપી છે. ગાંધીજીની નજીકમાં દિવસો સુધી બેસી પી.એચ.ડી. માટે તેમણે તૈયાર કરેલ ‘ગાંધીજી : એક અધ્યયન' પુસ્તકને બી.એ.ના પાઠ્યપુસ્તક તરીકે માન્યતા મળી છે. તેમણે ‘ગાંધી તત્ત્વમીમાંસા’, ‘સર્વોપયોગી જપસાધના', ‘સમન્વયદર્શન’ જેવાં આધ્યાત્મિકક્ષેત્રનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ઊંડો અભ્યાસ છે અને તેમાં અનેકવિધ સંશોધન કરી રહ્યા છે. તેમને આયુર્વેદ અને નિસર્ગોપચાર પદ્ધતિમાં રસ અને વિશ્વાસ હોવાથી, તેમાં પણ અનેક પ્રયોગો કરી રહ્યા છે. તેમનો પી.એચ.ડી.નો વિષય હતો તેમાં તેમણે બુદ્ધિઆંકની સાથોસાથ ઊર્મિઆંકની વિશદ છણાવટ કરી છે. તેઓ ગાંધીવાદી વિચારસરણીને વરેલા હોવા છતાં, ગાંધીજીની પણ રચનાત્મક ટીકા કરી શકે છે. ક્રિયાયોગ વિશે તેમનું આગવું પ્રદાન છે. તેઓ મિતભાષી, મધુરભાષી અને ગુણલક્ષી હોવાથી, તેમનું ધ્યાન વ્યક્તિના ગુણો પ્રત્યે હોય છે. તેનાં મર્યાદા કે દોષને નજરઅંદાજ કરે છે. ત્રિકમભાઈ ના. પટેલ તેમનો જન્મ જાકાસણા (જિ. મહેસાણા)માં તા. ૨-૮૧૯૩૫ના રોજ થયો. તેમણે ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે ઇ. સ. ૧૯૫૯માં એમ.એ. પાસ કરી ૧૯૬૦ થી ૩૫ વર્ષ સુધી જુદી જુદી કોલેજોમાં ગુજરાતી વિષયનું અધ્યાપન કામ કર્યું. તેઓ તેમના ખંતીલા સ્વભાવને કારણે વિદ્યાર્થીઓમાં અને અધ્યાપકોમાં લોકપ્રિય હતા. Jain Education International બૃહદ્ ગુજરાત તેમણે સ્નાતકો માટે ગુજરાતી ભાષા ખંડ-૧ લખ્યો હતો. અને સામયિકોમાં ભાષાસજ્જતા માટે ઘણા લેખ લખ્યા છે. તેમણે જોડણી સાવ સહેલી' નામની પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. તેમણે ગુજરાત સરકારના ‘રાજભાષા’ ત્રૈમાસિકમાં ઘણા લેખ આપ્યા છે. તેમણે ગુજરાત સ૨કા૨માં ભાષા વિષયક પુસ્તક તૈયાર કરીને તાજેતરમાં આપ્યું છે. ગુજરાત સરકારે નીમેલી જોડણી સુધારણા સમિતિમાં તેમણે સભ્ય તરીકે ખૂબ ઉપયોગી સૂચનો આપ્યાં છે. ગુજરાત સરકારે વહીવટમાં ગુજરાતી ભાષા અંગે નીમેલી સમિતિમાં તેઓ સભ્ય છે. ગુજરાત સરકારે વહીવટી ગુજરાતી-અંગ્રેજી કોશ તૈયાર કરવા માટે નીમેલી સમિતિમાં તેઓ સભ્ય અને પરામર્શ છે. તેઓ સ્વભાવે હસમુખા અને મિલનસાર છતાં સ્પષ્ટ વક્તા છે. ચીનુભાઈ ગિરધરલાલ શાહ તેમનો જન્મ ૧૧-૧૦-૧૯૧૬ના રોજ થયો. તેમણે બી.એ.; એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. પાંચેક વર્ષ વકીલાત પણ કરી. ગાંધીજીના એલાન અનુસાર તેમણે ઇ. સ. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈ પાંચ મહિનાનો જેલવાસ સ્વીકાર્યો. વેડછી આશ્રમમાં ખાદી કામ શીખી તેમણે પાટણમાં ખાદીકેન્દ્ર શરૂ કર્યું. ૧૯૪૨ની લડતમાં તેઓ ૨૫ દિવસ જેલમાં રહ્યા. તેઓ ૧૯૫૪માં ખાદીકિમશનમાં જોડાયા. સૌરાષ્ટ્ર ખાદી બોર્ડની માંગણીથી તેઓ રાજકોટમાં ખાદીબોર્ડના નિયામક બન્યા અને ૧૯૬૧માં ગુજરાત ખાદીબોર્ડના નિયામક બન્યા. તેમણે સેવાને એટલું બધું પ્રાધાન્ય આપ્યું હતું કે તે ખાદી કેન્દ્રમાં માસિક રૂ।. ૫૦ અને ખાદી બોર્ડના નિયામક તરીકે રૂા. ૮૦૦ માનદ વેતન લેતા હતા. ગુજરાતમાં અંબર ચરખો શરૂ કરીને તેનો પ્રચાર કરતા હતા. તેઓ ૧૯૬૮-૭૨ દરમિયાન ‘નિકેતન' માસિકના તંત્રીપદે રહ્યા. તેમાં તેમના લેખમાં વિચારણીય મુદ્દા આવતા. સાથોસાથ ૨મૂજી ચોકઠા પણ ગોઠવતા. ૧૯૭૬માં તેમણે શરૂ કરેલું ‘સ્વસ્થ માનવ' માસિક આજે સારી રીતે ચાલે છે. તેમના લેખમાં ટીખળ સાથે માર્મિક ટકોર મળે છે. તેમણે કુલ પચ્ચીસ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. જૈનોના ‘અતિચાર’ને પગલે તેમણે લખેલી આધુનિક અતિચાર પુસ્તિકા રમૂજ પ્રેરક છે. તેમના પુસ્તકોમાં મુખ્યત્વે ૧૦૦૦૦ ગઝલોનો સમાવેશ કરી લખેલ ‘કોહીનૂર’ ગ્રંથ, હૈયા વલોણું, ‘વહેણ હૈયાનાં', ‘અંધારાને કહો ઉચાળો ભરે', ‘ચમત્કારોની ચકાસણી’, ‘ધાર્મિક મંત્રોના દુરુપયોગની કુચેષ્ટા’, ‘મેં નીંદ ઉડાને આયા હું'ને ગણી શકાય. લખાણમાં તેઓ વેધક પ્રશ્નો ઊભા કરી આપણને તેમની માન્યતા તર્કબદ્ધ રીતે સમજાવવાનો, ઠસાવવાનો પ્રયાસ કરે છે. તેમના લખાણમાં તર્ક, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy