SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬૧૧ શિક્ષણ, શાહિબ્ધ અને સમાજના મિલાઓ –ડો. બાબુભાઈ એમ. શાહ ગુજરાતનું નામ તેનાં ધર્મકાર્યો, સમાજ સેવાનાં કાર્યો અને સાહિત્ય સંવર્ધન જેવાં અનેક કાર્યોથી ઊજળું રહ્યું છે. પ્રજાની સવૃત્તિઓને પ્રોત્સાહન મળે, નવી ઊગતી પ્રજા સજ્જનોના માર્ગે ચાલવા હંમેશા સજ્જ રહે તેવો એક માત્ર આશય આવા પરિચયો સંબંધ રહ્યો છે. ઘર આંગણાના આ ઘરદીવડાઓ આપણી પ્રવર્તમાન જે તે સંસ્થાઓના સૂત્રધાર કે મોભી બનીને સમાજને દોરવણી આપી રહ્યા છે, તેમનામાં પ્રગટ થતી માનવસંસ્કારોની અસ્મિતા અને તેના ઊજળા ઇતિહાસનું રસદર્શન આ લેખમાળામાં જોવા મળશે. | ગુજરાતે જેમ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પરિવર્તનો ક્રમે ક્રમે જોયાં તેમ સાહિત્યકળા અને શૈક્ષણિક જગતમાં પણ અભિનવ સીમાચિહ્નો રોપાતાં જોયાં. ઉપરોક્ત ક્ષેત્રોનાં પરિબળોની તવારીખ આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાં એક વિશિષ્ટ અધ્યાય બની રહે તેવી પ્રબળ ક્ષમતા ધરાવે છે. કલાભવથી મંડિત જિનમંદિરો જેમ આત્મકલ્યાણના જીવંત સ્મારકો બની શક્યાં તેમ શિક્ષણ સંસ્કારના ઘડવૈયાઓની ઉઘાડી કિતાબ જેવા પરિચયો આપણા માટે દીવાદાંડીરૂપ બની પ્રેરક સંદેશો આપી રહ્યા છે. અનેક પ્રતિભાઓ મોતીના દાણાની માફક ચારે તરફ જોવા મળશે પણ એ નિરખવા આપણામાં આંતરદૃષ્ટિ જરૂરી છે. આ બધા પરિચયોમાં કોઈકમાં અગાધ શક્તિનાં દર્શન થાય છે. તો કોઈના જીવનબાગમાં સરળતા, ઉદારતા અને નમ્રતા-નીતિમત્તા જેવા સણો ઘરેણાની માફક શોભી રહ્યા છે. ક્ષેત્ર પછી ભલે સમાજસેવાનું હોય, સરસ્વતી સાધનાનું હોય કે શિક્ષણસંસ્કૃતિના સંવર્ધકનું હોય. આ ઉચ્ચતમ પરંપરાને આ લેખમાળા દ્વારા આપણા સુધી લઈ આવનાર શ્રી બાબુભાઈ માણેકલાલ શાહનો જન્મ તા. ૨૦-૧૧-૧૯૩૧ના રોજ થયો હતો. સ્વપુરુષાર્થબળે ઉચ્ચ અભ્યાસ કરવા સદ્ભાગી બન્યા, ગુજરાત સરકારમાં નાયબ ભાષાનિયામક તથા કેટલોક સમય ભાષાનિયામક તરીકે સેવા આપી. ભાષાંતર, સંશોધન, સંપાદન, પ્રકાશન વગેરે તેમના શોખના વિષયો રહ્યા. અનેક સંશોધિત પુસ્તિકાનું પ્રકાશન કર્યું. વહીવટી ગુજરાતીઅંગ્રેજી કોશ તૈયાર કરવાની સમિતિમાં સભ્ય અને પરામર્શક તરીકે પણ કામ કર્યું. જિલ્લાઓમાં શુદ્ધ ગુજરાતી ભાષાના વર્ગો ચલાવ્યા. વહેમો, માન્યતા, અંધશ્રદ્ધા અને ધાર્મિક ક્રિયાકાંડોના હંમેશા વિરોધી રહ્યા. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને આધ્યાત્મિક મનન ચિંતનમાં હંમેશા ઓતપ્રોત રહ્યા છે. સમાજના રૂઢિગત ઢાંચાઓમાં ક્રાંતિકારી ફેરફારના હિમાયતી રહ્યા છે. જીવનવ્યવહારની દરેક બાબતમાં વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ રીતે સમજવાના મતના રહ્યા છે. સ્વભાવે માયાળુ અને પરગજુ સ્વભાવના શ્રી બાબુભાઈ એમ. શાહ શિક્ષણ જગતમાં ખ્યાતિ પ્રાપ્ત છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy