SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬૦૫ ગુચ્છdળા પ્રખર સમાજ સુધારકો – ડૉ. પ્રફુલ્લા બહેન જે. રાવલ છેલ્લી દોઢ બે સદીઓમાં થયેલા ગુજરાતના સમાજસુધારકોની આ પરિચયાત્મક લેખમાળા પ્રથમ નજરે ગુજરાતનું એક માનચિત્ર પ્રગટ કરે છે. જેઓએ પોતાનાં ક્ષેત્રમાં આગવાં મૂલ્યાંકનોનું જીવનભર જતન કરી સમાજને એક નવસંસ્કરણ, એક નવી જ દિશા આપવા સતત મથામણ કરી છે. જીવનસંઘર્ષની વિષમ પળોમાં આનંદ, પરમાનંદ અને દિવ્યાનંદનું દર્શન કરાવ્યું છે. જેમના જીવનવ્યવહારમાં નખશીખ સૌજન્યભર્યો વર્તાવ જોવા મળે છે. કર્તવ્યનિષ્ઠા અને સમર્પણની ઉદાત્તમય ભાવના જાણે લોહીમાં વણાયેલી હોય. સત્યાન્વેષણની સરાણે ચડેલા કેટલાય કર્મલક્ષીઓની જીવન સાધનાનું આ લેખમાળામાં સુપેરે દર્શન કરાવ્યું છે. ગુજરાતના સમાજ સુધારકોનો પરિચય કરાવે છે ડૉ. પ્રફુલ્લાબેન જે. રાવળ. જેઓ હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટના ઇતિહાસભવનમાં રીડર તરીકેની સેવા આપી રહ્યાં છે. એમ.એ., બી.એડ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ. ઇ. સ. ૧૯૮૫થી અમરેલી જિલ્લાના કોડીનારની જે.એસ. પરમાર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે ઠીક સમય સુધી સેવા આપી. ઈ. સ. ૧૯૯૮થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં અને હાલ ૨૦૦૧ થી ઇતિહાસભવનમાં રીડર તરીકે સેવા આપે છે. રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ તેમના અનેક લેખો પ્રકાશિત થયેલા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો, અધિવેશનોમાં પેપર્સ રજૂ કરીને ચર્ચાસભાઓમાં હંમેશા સક્રીયતા દાખવી છે. પી.એચ.ડી.ના ગાઈડ તરીકેની માન્યતા મળી છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સતત સંપર્કમાં અને સાહિત્યિક પ્રવાહોથી હંમેશા વાકેફ રહ્યાં છે. –સંપાદક કુરિવાજોનો મક્કમતાથી વિરોધ કરનાર શ્રી દુર્ગારામ મહેતાજી (ઇ. સ. ૧૮૦૯ - ૧૮૮૬). ૧૯મી સદીના ગુજરાતના સમાજ સુધારકોમાં દુર્ગારામ મહેતાજીનું નામ મોખરે રહ્યું હતું. તેમનો જન્મ ઇ.સ. ૧૮૦૯માં વડનગરા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ સુરતમાં લઈ આગળ અભ્યાસાર્થે મુંબઈ ગયા હતા, અને ત્યાંથી અભ્યાસ પૂર્ણ કરી પાછા સુરત આવી ઇ.સ. ૧૮૨૬માં શિક્ષક તરીકે કામગીરી શરૂ કરી હતી. શિક્ષક તરીકેની તેમની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે તેના માટે ઉક્તિ પ્રચલિત બની કે “દુર્ગારામનો કોઈ નિશાળિયો મૂર્ખ નહીં.” ઇ.સ. ૧૮૩૮માં તેમનાં પ્રથમ પત્નીનું અવસાન થયા બાદ સમાજસુધારાની દિશામાં તેઓ સક્રિય બન્યા. ઇ.સ. ૧૮૪૪માં તેમણે માનવધર્મ સભાની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ્ય નાતજાતના ભેદભાવ દૂર કરવા, વિધવાવિવાહને ઉત્તેજન આપવું, જંતરમંતર, જાદુ, વહેમ વગેરેનો વિરોધ કરવાનો હતો. થોડો સમય કાઠિયાવાડમાં સમાજસુધારાને લગતી કામગીરી કરી હતી. દુર્ગારામે પોતાના મિત્રો સાથે મળીને સમાજની પ્રચલિત કુરૂઢિઓ તોડવા માટે ““પુસ્તક પ્રચારક મંડળી'ની સ્થાપના કરીને નવા વિચારોને સમાજમાં વહેતા કર્યા હતા. આદર્શ શિક્ષકની સાથે શ્રેષ્ઠ સમાજ સુધારક તરીકે કામગીરી કરનાર દુર્ગારામે પોતાનાં બીજા લગ્ન વિધવા મહિલા સાથે કર્યા ત્યારે તેને સખત વિરોધ સહન કરવો પડ્યો હતો. છતાં તેઓ પોતાના કાર્યમાં મક્કમ રહ્યા હતા. તેમની ‘‘પરહેજગાર મંડળી” સમાજ સુધારવાનો પ્રયાસ કરતી હતી. ઇ.સ. ૧૮૭૬માં તેમનું અવસાન થયું હતું. સમાજને વહેમ, અંધશ્રદ્ધા-કુરિશ્વાજોમાંથી બહાર આવવા પ્રેરનાર શ્રી બેચરદાસ લશ્કરી (ઇ.સ. ૧૮૧૮-૧૮૮૯) બેચરદાસ લશ્કરીનો જન્મ ઇ.સ. ૧૮૧૮માં કડવા પાટીદાર કુટુંબમાં થયો હતો. ઇ.સ. ૧૮૪૫માં તેઓએ ઇસ્ટ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy