SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ મરવાને વાંકે જીવતા છોડ્યા હતા. તેવા શ્રી પ્રવીણચંદ્ર બારોટનો જન્મ નડિયાદ મુકામે થયો હતો. શૈશવકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવતાં તેમણે સ્વબળે શિક્ષણ મેળવ્યું. સત્યાગ્રહના કાર્યક્રમો અને વિચારોને લગતા સમાચારો અને સાહિત્ય વાંચતા તેનાથી અત્યંત પ્રભાવિત થઈને શ્રી બારોટે દાંડી અને ધરાસણા નમક સત્યાગ્રહમાં ભાગ લીધો. બ્રિટીશ પોલિસને હાથે માર ખાધા પછી એમની અંદર રહેલી સત્યાગ્રહી આત્મા વધુ બુલંદ બની ગયો. સ્વર્ગે સ્નાતક થયેલા પી.સી. બારોટ સુરત જીલ્લાના કડોદ ગામે શિક્ષક તરીકે જોડાયા. પરંતુ દેશમાં ફેલાયેલ સ્વાતંત્ર્યના જુવાળને કારણે એમનું ચિત્ત બીજે ન લાગ્યું ! બ્રિટીશ સરકારને નિઃશસ્ર પહોંચી વળવું અશક્ય જણાતાં તેમણે બ્રિટીશ આર્મીમાં ઝંપલાવ્યું. એક વર્ષની તાલીમ બાદ આસામને મોરચે એમને પોસ્ટીંગ મળ્યું. સૈન્યમાં રહીને રાષ્ટ્રવાદી ચળવળ કરવા બદલ બ્રિટીશ આર્મીએ એમનાં પર ગેરશિસ્તનો ગુનો લગાડી બંડખોર બારોટ' ગણી માનસિક અને શારીરિક ત્રાસ દ્વારા અર્ધપાગલ કર્ષી. છેવટે લશ્કર માટે આઉટ ઓફ સર્વિસ ગણી એમને ભયાનક માનસિક યાતનાઓ આપીને આસામના જંગલમાં છોડી મૂક્યા. નસીબ જોગે એમને કોઈ ઘેર લઈ આવ્યું. દેશને આઝાદી મળી એ પછી એમનું માનિસક સંતુલન સુધર્યું. અને એલ.એલ.બી.નો અભ્યાસ પણ કર્યો. એમણે 'My Sweet Rose' નામે અંગ્રેજીમાં એક કાશ્મસંહ પણ પ્રકાશિત કરેલો. પોતાના રાષ્ટ્ર માટે અસંખ્ય બલિદાન દેનાર અસંખ્ય અનામી દેશભક્તોની જેમ પી.સી. બારોટની કુરબાની પણ હજી સુધી લોકનજરે ચડી નથી એ દુર્ભાગ્ય જ ગણાય. સ્વાતંત્ર્ય સેનાતી અને સાહિત્યકાર શ્રી બળદેવભાઈ મોલિયા મૂળ ખંભાતનિવાસી પ્રહ્લાદજી બ્રહ્મભટ્ટના સુપુત્ર બળદેવભાઈનો જન્મ સુરત મુકામે ૫ મી સપ્ટેમ્બર ૧૯૧૫ના રોજ થયો હતો. વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રિયતાના રંગે રંગાઈ ચૂકેલા શ્રી મોલિયા ‘સવિનય કાનૂન ભંગ' ચળવળમાં જોડાયા હતા. નમક સત્યાગ્રહો નિહાળ્યા બાદ પોતાનું સર્વસ્વ રાષ્ટ્રને ચરણે ધરી દેવા કૃતનિશ્ચયી બન્યા. સુરતની ‘વાનર સેના' (બાળ ક્રાંતિકારી ટુકડી)ના અદના સિપાઈ બની ગયા. ગુજરાતના ગામેગામનો પ્રવાસ કરી પોતાનાં પ્રવચનો દ્વારા કિશોરો-યુવકોમાં જાગૃતિ ફેલાવવા બદલ સરકાર દ્વારા અનેકવાર એમને ધમકાવવામાં આવેલા. અભ્યાસ છોડી ચૂકેલા શ્રી મોલિયાએ અંગ્રેજી-ગુજરાતી સાહિત્ય ખુબ વાંચેલું. ઇ.સ. ૧૯૧૮માં શ્રી મોલિયા સુરત શહેર કોંગ્રેસ સમિતિના યુવા કાર્યકર તરીકે પ્રખ્યાત બન્યા હતા. Jain Education International બૃહદ્ ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર, કસ્તૂરબા, ડૉ. સુમંત મહેતા, દરબાર ગોપાળદાસ જેવાં મહાનુભાવો સાથે એમના માર્ગદર્શન હેઠળ કામ કરવાની તક મળતાં તેમનું સ્વાતંત્ર્ય સેનાની રૂપે વિશિષ્ટ ઘડતર થયેલું. સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે પત્રકારત્વનું ક્ષેત્ર સર્વોત્તમ જાતાં એમણે ભાંગફોડિયા પ્રવૃત્તિઓ તથા ગેરકાયદેસર પત્રિકાઓ પ્રકાશિત કરી. સરકારના ચોપડે મોસ્ટ વોન્ટેડ બર્નહા બળદેવભાઈ મોલિયા ભૂગર્ભમાં જતા રહેલા. 'આઝાદ પ્રેસ' દ્વારા એમણે અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખેલી. આઝાદી મળી, ત્યાં સુધી એમણે પકડાયા વગર આ પ્રવૃત્તિ ચલાવેલી ! સ્વાતંત્ર્યોત્તરકાળમાં ફરી એમણે પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે રસ લીધો અને ‘અક્ષયપાત્ર’, ‘કાંટાના ફૂલ’, ‘આટાપાટા’, ‘પગલાં’, ‘મિલાપ' જેવાં પુસ્તકો દ્વારા નોંધપાત્ર પ્રદાન કર્યું. એમની હાસ્યકથા 'વાતોનાં વડાં' ખુબ સફળ થયેલી, એમની ‘અક્ષયપાત્ર’ નામની નાટ્યરચનાને રાજ્ય સરકારે પુરસ્કૃત કરેલી. સ્વતંત્રતા સંગ્રામ અને સાહિત્ય સર્જન દ્વારા એમનું સ્થાન ગુજરાતના ગૌરવમાં અગ્રેસર બની ગયું છે. સંદર્ભ સાહિત્ય (૧) પ્રા. શ્રી એમ. એસ. કોમીસેરિયટ : (ગુજરાત વિશ્વકોષ ખંડ-૫) ૧૯૯૩ (૨) શ્રી દુર્ગાશંકર કે. શાસ્ત્રી : આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો, ‘ઇતિહાસનું તત્ત્વજ્ઞાન.' (૩) શ્રી રત્નમણિરાવ ભીમરાવ જોટે : (ગુજરાત વિશ્વકોષ ખંડ-૭) ૧૯૯૬ (૪) પ્રા. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી : ડૉ. એચ. જી. શાસ્ત્રી Felicitation Volume 'બ્રહ્મભટ્ટ સંહિતા (પી.એચડી. શોધ નિબંધનું ગ્રંથ સ્વરૂપ) (૫) રસકવિશ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ : જૂની રંગભૂમિના મહિં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પી.એચ.ડી. શોધ નિબંધ બ્રહ્મસંહિતા. (૬) સાહિત્યકાર શ્રી સારંગ બારોટ : બ્રહ્મસંહિતા. (૩) પ્રા. શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : આપણા પ્રતિનિધિ સારસ્વતો ' (ટર્ડ નાટ્યકલાધર શ્રી વાધજીભાઈ બારોટ- 'બ્રહ્મસંહિતા.' (૯) સ્વાતંત્ર્ય સેનાની અને સાહિત્ય સર્જક શ્રી ચૂ.પુ. બારોટ : ‘બેતાલીસમાં અમદાવાદ’ પી. એચ. ડી. નિબંધનું ગ્રંથ સ્વર, બ્રહ્મસંહિતા' (0) શ્રી મંગળદાસ ચત્રભુજ કવિ : બ્રહ્મસંહિતા' (૧૧) સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રવીણચંદ્ર ચુ. બારોટ : (‘બંડખોર બારોટ), ‘બ્રહ્મસંહિતા.’, પ્રસંગપટ-ગુજરાત સમાચાર (૧૨) સ્વાતંત્ર્ય સેનાની અને રસાહિત્યકાર શ્રી બળદેવભાઈ મોલિયા: બ્રહ્મસંહિતા." તા. ૧૨-૧૦-૧૯૭૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy