SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ‘મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળી'માં સહકલાકાર તરીકે વાઘજીભાઈ જોડાયા. પોતાની આવડત અને મિલનસાર સ્વભાવને કારણે કંપનીના મેનેજરની જવાબદારી પણ એમને મળેલી. ત્યાં જયશંકર સુંદરી, પ્રાણસુખનાયક, છગન રોમિયો, ચીમન મારવાડી જેવા સહકલાકારોનો સંગ મળતાં એમની પ્રતિભાને નિખાર મળ્યો. એમણે ભજવેલાં પાત્રો કેટલાંક યાદગાર બની ગયાં છે. ‘નવરત્ન’ નાટકમાં રાજાનું પાત્ર ભજવી ચૂકેલા વાઘજીભાઈને રાજા ઉપનામ પણ મળેલું. ‘કોલેજ કન્યા', ‘નંદબત્રીશી’, ‘જુગલ જુગારી', ‘શકુંતલા’, ‘દેવકન્યા’ જેવા ૬૭ જેટલાં નાટકોમાં વાઘજીભાઈએ મુખ્ય નાયકની ભૂમિકા ભજવેલી! ગુજરાતની રંગભૂમિનું બહુ જાણીતું નામ વાઘજીભાઈ બારોટ અભિનયની સર્વોત્તમ વ્યક્તિ હતી. શ્રી ચૂ. પુ. બારોટ કદ અને વિરાટ વ્યક્તિત્વના સ્વામી ચૂ.પુ.ના હુલામણા નામથી જાણીતા શ્રી ચૂ.પુ. બારોટ નિડયાદ નિવાસી શ્રી પુરુષોત્તમદાસ દોલતરાય અને માતા શ્રીમતી અચરતબાનુનાં જ્યેષ્ઠ સંતાન હતા. પિતા રેલ્વેમાં સ્ટેશન માસ્તર તરીકે અને પિતામહ ગાયકવાડમાં શિરસ્તેદારની સેવાઓ બજાવી ચૂક્યા હોવાથી સંસ્કાર, શિક્ષણ અને શિસ્ત એમને વારસામાં મળ્યા હતા. સાક્ષર ભૂમિ નિડયાદમાંના ઉછેરથી સ્વદેશપ્રેમ, સાહિત્યપ્રેમ, સ્વભાષા તથા સ્વજ્ઞાતિ પ્રેમથી પ્રેરાઈ એમણે આજીવન સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્ય સર્જક અને સમાજ સુધારક-સેવકની ત્રિવિધ પ્રકારની કામગીરી મૃત્યુપર્યંત બજાવેલી. ઇ.સ. ૧૯૨૦-૨૧માં એકવીસ વર્શની વયે યુવાવસ્થામાં ઉછળતા યુવાન લોહી સાથે રાષ્ટ્ર માટે કાંઈક કરી છૂટવાની ભાવનાથી તેઓ મહાત્મા ગાંધીના સ્વદેશીના આદેશ સાથે ગુજરાત કોલેજનું ઇન્ટર આર્ટસનું સરકારી શિક્ષણ ત્યજી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા. ઇ.સ. ૧૯૩૨માં પૂ. બાપુના હાથે ‘ભાષા વિશારદ’ની પદવી મેળવ્યા પછી ત્યાં જ પુરાતત્ત્વવિદ્યા વિભગમાં ‘ક્યુરેટર’ તરીકે જોડાઈ ગયા. મહાત્મા ગાંધીજી પ્રેરિત લગભગ તમામ રાષ્ટ્રિય ચળવળો બારડોલી સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ, હિંદ છોડો ચળવળમાં એમણે સક્રીય ભાગ લીધો હતો. ત્રણ વખત તો એમણે જેલવાસ પણ ભોગવેલો. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના ફ્રી માસિક ‘સાબરમતી’ના તંત્રીપદેથી શરૂ કરેલી સાહિત્ય સેવા પણ નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાના ‘સાર્થ જોડણી કોષ'ના મુખ્ય સંપાદક રહી ચૂકેલા. ચૂ.પુ. બારોટે ‘રંગનાથી સૂચિકરણ’ અને ‘રંગનાથી વર્ગીકરણ' દ્વારા પુસ્તકાલય વિજ્ઞાનક્ષેત્રે યાદગાર પ્રદાન કર્યું છે. ‘ઇસ્લામનો સુવર્ણયુગ’, ‘બેતાજ બાદશાહ સર ફિરોઝશાહ મહેતા’, ‘બંગ કેસરી સુરેન્દ્રનાથ બેનરજી' વગેરે Jain Education International ◇ 903 એમના અત્યંત જાણીતાં પુસ્તકો છે. રાષ્ટ્રસેવા બદલ એમને રાષ્ટ્રપતિ વિ.વિ. ગીરી અને વડાપ્રધાન ઇન્દીરા-ગાંધીના હસ્તે સન્માન પણ મળેલ. જીવન પર્યંત ગાંધીના આદર્શોને ચુસ્ત રીતે વળગી રહેલા શ્રી ચૂ.પુ. બારોટ સ્વાતંત્ર્ય સંગ્રામના એક મૂક સેનાની રૂપે રાષ્ટ્રસેવા કરતા રહેલા. વૈદક, કાવ્ય, રાષ્ટ્રસેવાના ત્રિવિધ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન આપનાર શ્રી મંગળદાસ ચતુર્ભુજ કવિ ઉત્તર ગુજરાતના વિજાપુર મુકામે પિતા ચતુર્ભુજ કવિ અને માતા ફૂલબાના પરિવારમાં જ્યેષ્ઠપુત્ર તરીકે અવતરેલા મંગળદાસ કવિને કવિતાકલા વારસામાં મળી હતી. અઢાર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં મંગળદાસે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. રેલ્વે ગાર્ડની નોકરી ત્યજીને કાવ્યસર્જન પ્રવૃત્તિ સ્વીકારી એમણે ૨૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘અંતરના સૂર' પ્રકાશિત ર્યો. એ પછી એમની કાવ્યકલાનાં ઓજસ પથરાવા લાગ્યાં. ‘મંગલ કીર્તન', ‘કીર્તન સંગ્રહ' ‘કીર્તન જ્યોતિ', ‘શ્રીનાથજી અવધૂત લીલા', ‘સુકવિ કાવ્યપ્રકાશ’, ‘શક્તિ સ્તવન', ‘શામળિયા શતક' એમના કાવ્ય સંગ્રહો છે. એમનાં કાવ્યોમાં ધર્મ, અધ્યાત્મ અને ઈશ્વર સ્તવન જોવા મળે છે. વૈદકશાસ્ત્ર ક્ષેત્રે પણ ‘વૈદ્ય પ્રભુ’ નામનો ગ્રંથ એમણે આપ્યો છે. તેમણે તૈયાર કરેલ ‘‘વૈદક કક્કો' વૈદક અને કવિતાના સમન્વય દ્વારા લોકપ્રિય બનેલો. એમનો આ પ્રયોગ સફળ થયેલો. આયુર્વેદ મહાવિદ્યાલય-લાહોર ખાતે મળેલા મહાસમ્મેલનમાં તેમને બહુમાન મળેલું. વૈદક, કાવ્ય ઉપરાંત રાષ્ટ્રસેવાના ક્ષેત્રે પણ એમણે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરેલું છે. પોતાની રચનાઓ દ્વારા તેમણે સત્યાગ્રહ, સ્વદેશી અને ખાદીના પ્રચાર માટે લોકજીભે સરળતાથી ચઢે એવાં ગીતો, કવિતાઓ દ્વારા રાષ્ટ્રસેવા કરેલી. ‘ગરીબીનાં ગીતો' નામના કાવ્યસંગ્રહમાં એમણે ગરીબીમાં સબડતા સમાજનું વેધક વર્ણન કર્યું છે. સાંપ્રત સમાજની કડવી વાસ્તવિક્તા અને જલદ જરૂરિયાતોના પ્રશ્નો પ્રજા સુધી પહોંચાડવા પોતાની કલમ દ્વારા યથાશક્તિ પ્રયાસ કર્યો હતો. એ એક ઐતિહાસિક હકીક્ત છે. સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રવીણચંદ્ર ચુનીલાલ બારોટ રાષ્ટ્રની સ્વાધીનતા માટે જાનની બાઝી લગાડનાર છતાં લોકસ્મૃતિમાં અલિપ્ત રહી જવા પામેલ કેટલાક સ્વાતંત્ર્ય સૈનિકો પૈકીના એક અને બ્રિટીશ આર્મીએ જેમને ‘બંડખોર બારોટ' ગણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy