SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫૯૯ વિસ્મૃત પ્રતિભાઓનું પુણ્યમણ. –પ્રા. ડો. કે. સી. બારોટ કોઈપણ પ્રજા તેના ગૌરવની સભાનતા વગર પ્રગતિ કરી શકતી નથી. કાળ બળે પછી એવું પણ બને કે અસ્મિતાની વિસ્મૃતિ થઈ જાય પણ એની પુનર્જાગૃતિ ભાવિ પ્રજાને વધુ સમૃદ્ધ બનાવવા અચૂક સમર્થ નીવડે છે. રત્નોની ખાણ સમી આ ભૂમિનાં કેટલાંક માનવરત્નો પૈકી વિસ્મૃત થતી જતી વિવિધ ક્ષેત્રની કેટલીક પ્રતિભાઓના પરિચયોથી ભાવિપેઢીને પરિચિત કરાવવાનો આ લેખમાળાનો આશય છે. ઇતિહાસ, સાહિત્ય, સ્વાતંત્ર્ય સંગ્રામ કે સમાજ સુધારણાના આ ક્ષેત્રની વિભૂતિઓએ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સારું એવું પ્રદાન નોંધાવ્યું છે. વિદ્યાવ્યાસંગી અધ્યાપક ડૉ. કે.સી. બારોટ આ લેખમાળાના લેખક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં ખેરાલુ તાલુકાના તારંગાના પ્રાકૃતિક પ્રાંગણ ભાટવાસમાં તા. ૧૮-૫-૧૯૫૨માં થયો. પિતાશ્રી ચતુરભાઈની કર્મભૂમિ કલોલમાં રહીને એમ. ફિલ. સુધીનો અભ્યાસ કર્યો. તે પછી અમદાવાદમાં સ્થાયી થઈને ડૉ.મકરંદ મહેતાનાં માર્ગદર્શન નીચે પી.એચ.ડી. થયા. ઇ.સ. ૧૯૭૯થી અધ્યાપનકાર્ય શરૂ કર્યું. એલ.ડી. આર્ટસ કોલેજ અમદાવાદ ખાતે સ્નાતક, અનુસ્નાતક અધ્યાપક તથા પી.એચ.ડી.ના ગાઈડ હોવા ઉપરાંત આઈ.જી.એન.ઓ.યુ. અને આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આસિ. કો-ઓર્ડિનેટર તરીકે સેવારત ડૉ. બારોટના ઇતિહાસ સંશોધનનાં પુસ્તકોમાં “બ્રહ્મભટ્ટ સંહિતા” તથા “કલોલ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નોંધપાત્ર છે. ઇતિહાસ વિષયક સંદર્ભ પુસ્તકોમાં સામ્રાજ્યવાદ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, દ્વિતીય વિશ્વયુદ્ધ અને જગત, પ્રાચીન ભારતનો ઇતિહાસ, સમકાલીન ભારતનો ઇતિહાસ વગેરેનો સમાવેશ થાય છે. કુલ પાંત્રીસ પુસ્તકોનું પરામર્શન કાર્ય તથા કુલ પંદર પુસ્તકોનું અનુવાદકાર્ય આવકારદાયી બન્યું છે. તેમણે “જગતનો ઇતિહાસ' ગ્રંથપ્રકાશન દ્વારા સંશોધન-સાધનાની પ્રતીતિ કરાવી છે. અને સાહિત્ય જગતમાં એક જ્ઞાનોપાસક તરીકે પણ આગવું સ્થાન ઊભું ક્યું છે. પથિક, સામીપ્ય, દૃષ્ટિ અને કુમાર વગેરે સામયિકોમાં તથા જ્ઞાતિપત્રો ભટ્ટભાસ્કર તથા શુભદામાં તેમના શોધ લેખો પ્રકાશિત થતા રહ્યા છે. સંશોધક તરીકે તેમની જિંજ્ઞાસા અને સાધના આજસુધી હેમખેમ જળવાઈ રહ્યાં છે. એ જ એમનું મોટું જમાપાસું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક પ્રા. એમ. એસ. કોમીસેરિયટ ગુજરાતના ઇતિહાસમાં સંશોધન, અન્વેષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર પ્રા. શ્રી માણેકશાહ સોહરાબશાહ કોમીસેરિયલવાલાનો જન્મ અગિયાર ડિસેમ્બર ૧૮૮૧ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેમના પૂર્વજો મુંબઈ અને સુરતમાં સ્થાયી હતા. આ પારસી ઇતિહાસકારની અટક મહેતા હતી, પરંતુ તેમના પિતામહ સૈન્યમાં ખાદ્ય અને જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવાનું કામ કરતા (અંગ્રેજીમાં આ કામને કોમીસેરિયટ કહેવાતું.) આથી તેમણે કોમીસેરિયટવાલા અટક ધારણ કરી. આ અટક લાંબી જણાતા ‘વાળાપ્રત્યય બાદ કરી માત્ર કોમીસેરિયટ’ બની ગયા. ઈ. સ. ૧૯૦૩માંથી મુંબઈ યુનિવર્સિટીમાંથી લેટિન અને અંગ્રેજી સાથે બી.એ. અને ઇ.સ. ૧૯૦૫માં રાજકીય અર્થશાસ સાથે એમ. એ. (ફેલોશીપ સહિત) પૂર્ણ કરી ઇ.સ. ૧૯૦૬માં ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે ઇતિહાસ અને રાજકીય અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. ત્રણવર્ષ આચાર્યપદે પણ ઉમદા સેવા કરેલી. પ્રા. કોમીસેરિયટનું ધ્યેય મોગલકાલીન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy