SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૮ જે બૃહદ્ ગુજરાત - Sm મેવાડમાં અષ્ટ મંગલ - આઠ તીર્થો) આયડ ઉદયપુરમાં હાથીપોલ જૈન ધર્મશાળાથી ૨ km દૂર છે. પાંચ ભવ્ય દેરાસર છે. શ્રી આદિનાથજીની વિશાળ સુંદર મૂર્તિ પ્રતિમા સંપ્રતિ રાજાએ ભરાવેલ છે. બાવન જિનાલયમાં આશા પૂરણ અમી ઝરા શંખેશ્વર પાર્શ્વનાથ મહાચમત્કારી છે. આચાર્ય જગચ્ચન્દ્રસૂરિજીએ એક હજાર વર્ષ પહેલાં કઠોર તપ સાધના કરી હતી. સાડા બાર વર્ષ સુધી લાગલગટ આયંબિલનું તપ કરવાથી ચિતોડના મહારાણા જયસિંહ અહીં આયડમાં એમને “તપ” નું બિરુદ આપેલ ત્યારથી ભગવાન મહાવીરના સાધુઓનો તપાગચ્છ કહેવાયો. આપણે બધા તપાગચ્છના છીયે. ઉપાશ્રય છે. ભોજનશાળા, ધર્મશાળા બનશે. કેશરિયાજી પ્રાચીન પ્રતિમાજી ૧૧ લાખ વર્ષથી વધારે પુરાણી છે. હજારો યાત્રી આવે છે. મુખ્ય મોટા દેરાસરથી ૧ ફલાંગ દૂર પગલ્યાજી રોડ ઉપર નવીન જૈન છે. કેશરિયાજી નાથનું શિખરબંધ દેરાસર છે. આ દેરાસરમાં સંપૂર્ણ શ્વેતાંબર વિધિથી પ્રસાલ પૂજા આરતી થાય છે. બાજુમાં કીકાભાઈ પ્રેમચંદ જૈન શ્વેતામ્બર ધર્મશાળા છે. એમાં ભોજનશાળા છે. દેરાસર પણ છે. યાત્રી ઘણા આવે છે. દેલવાડા ઉદયપુરથી નાથદ્વારા તરફ ૨૫ km દૂર છે. ૪ પ્રાચીન દેરાસરો, ભોયરામાં ૧૩ પ્રાચીન પ્રતિમાઓ અત્યન્ત આલ્હાદક અને ચમત્કારી છે. મુંબઈની શ્રીપાલનગર (સોસાયટી)ના દેરાસરમાં બન્ને મૂલનાયક પ્રભુ અહીંથી ગયેલ ઈસવાલ ઉદયપુર થી ૨૦ km રાણકપુર જતાં વચ્ચે આવે છે. ચિંતામણિ આદિનાથ પ્રભુ મૂલનાયક સમ્મતિકાલીન વિશ્વની અજાયબી છે. પ્રાકૃતિક અને આધ્યાત્મિક વાતાવરણથી ભરપુર અવર્ણનીય તીર્થ છે. નૂતન ધર્મશાલા, ભોજનશાળા, યાત્રિકોનું આકર્ષણ છે. તીર્થ અધિષ્ઠાયક ભૈરવદેવ હાજરાહજુર છે. ફાગણ વદી આઠમ (આદિનાથ જન્મકલ્યાણક) દર વર્ષે મેળો ભરાય છે. એકવાર આવેલ યાત્રક ફરી ફરી આવવા ઈચ્છે છે. દયાલશાકિની રાજનગર-કાંકરોલીના વચ્ચે સુંદર પહાડી ઉપર ચૌમુખા આદિશ્વર ભગવાનનું વિશાળ પ્રાચીન દેરાસર ૨૨૦૦ વર્ષ પ્રાચીન પુંડરીક સ્વામી જાણે અમી વર્ષાવી રહ્યા છે. માંડલગઢ કોટ ચિત્તૌડ બ્રોડગેજ રેલ્વેનું સ્ટેશન છે. (જિલ્લો ભીલવાડા) ડુંગર ઉપર સુંદર, પ્રાચીન, અદ્ભુત, બે દેરાસર. જામલી રંગની આદિનાથ પ્રભુની સુંદર પ્રતિમાં પ્રાયઃ બીજે ક્યાંય નહીં હોય. પ્રાર્થપ્રભુની દૂધથી પણ વધારે સફેદ પ્રતિમા મનમોહની છે. સાગર સાગરી પ્રાકૃતિક સરોવર ભયંકર દુષ્કાળમાં પણ સદા પાણીથી ભરપૂર રહે છે. ચિત્તોડગઢ પહાડી ઉપર રાણા કુંભાનો કીર્તિસ્તંભ અને સાતવીશ દેવરીનું વિશાળ દેરાસર જૈનોનું ગૌરવ છે. શહેરમાં ધીંગોના દેરાસરમાં આદિનાથ પ્રભુ બિરાજે છે. સ્ટેશન ઉપર સુંદર જૈન યાત્રી ભોજનશાળા તથા ધર્મશાળા છે. કરેડા પાર્શ્વનાથ બાવન જિનાલય ભવ્ય દેરાસર મૂલનાયક સઋતિકાલીન પરિકરયુક્ત પાર્શ્વનાથજીની વિશાળ શ્યામ પ્રતિમા, દેરીઓમાં જુદા જુદા તીર્થોના બાવન પાર્શ્વનાથ. વિશાળ ધર્મશાળા અને ભોજનશાળા. ઉપધાન તપ, નવપદ ઓલી સામુહિક કરાવવાની પૂર્ણ સગવડ. દેરાસર પેથડશાહે બંધાવેલ છે. દર વર્ષે પોષ દશમીના મોટો મેળો ભરાય છે. સૌજન્ય : શ્રી ડાલચંદ ખીમરાજજી મહેતા પો. મજેરા જિલ્લો રાજસમંદ (રાજસ્થાન) lain Education Intemational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy