SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન > ૫૮૯ મુાતી પત્રકારો : કટાર લેખકો —તટવરલાલ એસ. શાહ h સમાજસેવાના વિવિધ ક્ષેત્રમાં પત્રકારિત્વ પણ એક નવા અભિગમનું કે નવી ઉપલબ્ધિનો સંકેત આપતું એવું ક્ષેત્ર છે જેના દ્વારા સાર્વજનિક હિતોના ચોકીદાર તરીકે સમાજની જાગૃત્તિ, ઉન્નતિ અને પ્રગતિમાં અગ્રભાગ ભજવવાનો હોય છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ગુજરાતી અખબારોએ નવાયુગની ભાવનાના પ્રતીક રૂપે આપેલો વિશિષ્ઠ ફાળો સીમાચિહ્નરૂપ બન્યો છે. ધર્મ, અર્થકારણ કે રાજકારણની ચર્ચાથી માંડીને તત્કાલીન સમાજના સળગતા પ્રશ્નોને વાચા આપવાનું કામ ગુજરાતી અખબારોએ નીડરપણે કરીને હંમેશાં સત્યનું પુરસ્કરણ કર્યું છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી નટવરલાલ સાકરચંદ શાહનો જન્મ તા. ૧-૬-૧૯૨૦ના રોજ ખંભાતના એક સામાન્ય કુટુંબનાં મણિબહેનની કૂખે થયો. જનેતા દશ વર્ષના મૂકી અવસાન પામ્યાં પણ સંસ્કારવારસાની મૂડી બાળકને સોંપતાં ગયાં. મેટ્રિક સુધીનું શિક્ષણ ખંભાતમાં લીધું. પછી મુંબઈ આવી એકાઉન્ટમાં ડિપ્લોમા મેળવ્યો. મુંબઈમાં ટેક્સકન્સલ્ટન્ટ તરીકે દાયકાઓ સુધી કામ કર્યું. ધર્મ, સંસ્કાર અને સાહિત્યના શોખને કારણે ખંભાતમાં “સાહિત્ય સંગમ’સંસ્થા સ્થાપી જેના તેઓ હાલ પ્રમુખપદે છે. મુંબઈમાં “ખંભાત લોકસમાજ”માં વર્ષો સુધી માનદમંત્રી રૂપે રહ્યા. કાળક્રમે આ સંસ્થા બંધ થઈ. તેમ છતાં ખંભાતના પ્રાણપ્રશ્નો માટે હંમેશા સક્રીય રહ્યા અને એ જ એકમાત્ર સેવાના ઉદ્દેશથી તા. ૧૯-૪-૮૧ના રોજ ખંભાત સોશ્યલરૃપ સ્થાપી વર્ષો સુધી માનદમંત્રી તરીકે કાર્યવાહી બજાવી હાલ તેના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવે છે. Jain Education International ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેના વ્યવસાય દરમ્યાન શ્રી શાહે સેલ્સટેક્સ પ્રેક્ટિશનર્સ એસો.ના આજીવન સભ્ય અને પ્રમોટર ઉપરાંત વર્ષો સુધી માનદમંત્રી અને ત્યારબાદ ખજાનચી અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી, આ ઉપરાંત ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સના સ્થાપક અને આજીવન સભ્ય તરીકે, પ્રારંભમાં માનસંયુક્ત મંત્રી તરીકે સેવા આપી. ચેમ્બર ઓફ ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ નામક સંસ્થામાં વર્ષો સુધી કાર્યવાહક કમિટીમાં હતા. માનદમંત્રી તરીકેની કામગીરી દરમ્યાન મુંબઈના આયકર ભવનમાં જે. આર. શાહ લાઈબ્રેરીની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી. મુંબઈ સમાચારમાં સાડાત્રણ દાયકા સુધી વેપાર અને વેરો કોલમનું સંપાદન કર્યું. સંદેશ દૈનિકમાં ‘કર અને કાનૂન' વિભાગ સંભાળેલ. ખંભાતના ‘નવ સંસ્કાર’ નામના સાપ્તાહિકમાં પંચાવન વર્ષથી લેખો લખતા રહ્યા. “જૈન સેવક”નું તંત્રીપદ ત્રણ વર્ષ સુધી સંભાળ્યું. મુંબઈની ૧૦૮ વર્ષ જૂની સંસ્થા ધી જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા'ની પત્રિકાના સંપાદક તરીકે સવાબસો જૈન ટ્રસ્ટોને માર્ગદર્શન આપે છે. ખંભાતની કોલેજોના વર્ષોથી ઉપપ્રમુખ છે. આ લગાવને કારણે ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય' સાથે વર્ષોથી સંકળાયેલા છે. સંસ્થા હસ્તક યોજાતા સાહિત્ય સમારોહમાં અપૂર્વ ઉત્સાહથી ભાગ લ્યે છે. ખંભાતમાં યોજાયેલો છઠ્ઠો સાહિત્ય સમારોહમાં તેમનું યોગદાન નોંધપાત્ર ગણાય છે. મુંબઈ જૈન પત્રકારસંઘના સ્થાપક પ્રમુખ તરીકે વર્ષો સુધી કામગીરી બજાવી. થોડા સમય પહેલાં જ આ પદેથી નિવૃત્ત થયા. તેમનાં પ્રકાશિત પુસ્તકોમાં (૧) શાસન સમ્રાટ નેમિસૂરિજીની જીવનગાથા (૨) પરિચય પુસ્તિકા-આવકવેરો (૩) ચાર્ટ ઓફ સેલ્સટેક્સ ફોર્મ્સ (અંગ્રેજી) (૪) મંગલ યાત્રા પ્રવાસ (૫) મેરૂ અભિષેક મહોત્સવનું કાવ્યમાં વર્ણન (૬) આવકવેરાની સાદી સમજણ (૭) ખંભાતી ડોક્ટર્સ ડિરેક્ટરી. ખંભાતની અનેક સંસ્થા તરફથી તા. ૪-૮-૧૯૯૪ના રોજ તેમનો અમૃત મહોત્સવ ખંભાતમાં ઊજવાયો હતો. શ્રી શાહ મુંબઈની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ---સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy