SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન અખાડા પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયા. ઇ. સ. ૧૯૩૦માં પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની પૃથ્વીસિસ આઝાદે ચોરવાડ ખાતે શરૂ કરેલી ભૂગર્ભતાલીમ પ્રવૃત્તિમાં વ્યાયામ વર્ગમાં જોડાયા અને મોડાસા પ્રદેશ બજરંગ વ્યાયામ પ્રચારક મંડળી” મારફતે સાબરકાંઠા જિલ્લાના અનેક ગામડાંમાં ફરી યુવાનોને શુરાતનના પાઠ શીખવ્યા. એ સમયે મોડાસા આઝાદીની લડતની પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું હતું.મથુરાદાસ ગાંધીની આગેવાની હેઠળ ત્યાં પક્ષ ગાંધીજીનો આદેશ ઝીલીને સરકારી અદાલતોનો બહિષ્કાર કરી તેના વિકલ્પ તરીકે ‘લવાદ કોર્ટ’ શરૂ કરેલી. શ્રી પૂનમચંદ પંડ્યાએ લવાદકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપેલી હતી. વિદેશી કાપડના બહિષ્કાર દ્વારા પિકેટિંગ દરમ્યાન એમની ધરપકડ થયેલી, બે માસના કારાવાસની સજા પણ એમને આ કારણે જ મળેલી. ૧૯૪૨ની હિંદછોડો ચળવળમાં બધા જ મુખ્ય નેતાઓની ધરપકડ થતાં પૂનમચંદ પંડ્યાએ આગેવાની સંભાળેલી. મોડાસાનો સંદેશાવ્યવહાર ખોરવવા તેમણે તારનાં દોડતું તોડી નાંખેલાં. એ ગુના બદલ એમને જેલની સજા, રોકડ રકમનો દંડ કરવામાં આવેલો, પણ રવમાની પૂનમચંદ પંડ્યાએ રકમ ન ભરી. એ બદલ એમના ઘરના સામાનના નિલામ દ્વારા ૨કમ વસૂલ કરવામાં આવેલી. આઝાદી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડનાર શ્રી પૂનમચંદ પંડ્યા પક્ષ અનોખા વ્યક્તિ હતા. શહીદ દિનેશ મોહનભાઈ વાઘેલા (કારગીલનો શહીદ) સામાન્ય માન્યતા એવી છે કે યુદ્ધ મોરચે ખાંડાના ખેલ ખેલવાના હોય! તેમાં ખીચડીખાઉં ગુજરાતીઓનું કામ નહીં. તેમાં પત્ર ગુજરાતમાં ગરીબમાં ગરીબ ગળાની અદનામાં અદની ભંગી જ્ઞાતિનું તો ગજું જ નહિં! પરંતુ એ માન્યતા ખોટી પાડી, ગુજરાતની મર્દાનગીનો અહેસાસ કરાવી ભંગી સમાજના માત્ર ૨૨ વર્ષના નરબંકા મર્દ દિનેશે! દિનેશનો જન્મ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે મજૂરી કરી પેટિયું રળી લેતા પિતા મોહનભાઈ અને માતા સમુબહેનને ત્યાં ઇ.સ. ૧૯૭૭માં થયેલો. અપરિક્ષિત યુવાન દિનેશ પોતાના બે નાનાભાઈઓને માતા-પિતાની જવાબદારી સોંપી ઇ. સ. ૧૯૯૫માં લશ્કરી મહાર રેજિમેન્ટમાં જોડાયો. મા ને બદલે મા ભારતીના રક્ષણની જવાબદારી સ્વીકારી. મહાર રેજિમેન્ટમાં તેનો નંબર ૪૫૬૭૭૦ એન. હતો. તે ગનસૂટરની મહત્ત્વની જવાબદારી સંભાળતો. ઇ. સ. ૧૯૯૯માં મૈં માસમાં દિનેશ કુટુંબ સાથે રજાઓ ગાળવા નિરમાલી આવેલો. પરંતુ તે અરસામાં કારગીલ ક્ષેત્રે પાકીસ્તાની લશ્કરે ઘૂસણખોરી કરતાં, રજા ઉપર ઉતરેલા તમામ જવાનોને Jain Education International * ૫૮ ફરજ પર હાજર થવાનું ફરમાન થતો દિનેશ પણ કારગીલ પહોંચી ગયો. તેણે ભારે હૈયે સ્વજનોની વિદાય લીધી ને મા ભોમની રક્ષા કાજે જીવની બાજી લગાવવા પણ કૃતનિશ્ચયી થયો. તેણે ઘુસણખોરોનો ખુરદો બોલાવી દીધેલો. આમ છતાં ૨૮-૬૧૯૯૯ના રોજ હ્રાસ સેક્ટરની મક્કમ ખીજામાં દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડતાં શહીદ થયો. ધરતીમાતાનું ઋણ અદા કરવા પોતાના પ્રાણની આહૂતિ આપનાર શહીદ દિનેશ મોહનભાઈ વાઘેલા ભારતનો ખરો સપૂત હતો. સંદર્ભ સૂચિ ઃ નવલભાઈ શાહ ઃ “સેવાના ભેખધારી નાગરદાસભાઈ” વીરમગામ. ડૉ. મહેશચંદ્ર પંડ્યા ‘‘કનારસી’’ અંક ૧૯-૨૦ એપ્રિલ ૧૯૯૫. * નિજાનંદ સંપ્રદાયના આદ્યસ્થાપક દેવચંદ્રજી મહારાજ ભારતમાં પ્રણામી ધર્મ ગ્રંથ નિર્માણબોર્ડ અમદાવાદ, મહામતિ પ્રેરિત સંતસાહિત્યનું અવલોકન, શ્રી પ્રાણનાથ પ્રજ્ઞા, * ‘આઝાદીની લડત અને સાબરકાંઠા.' * નાગરદાસ દેવાભાઈ શ્રીમાળી પષ્ટિપૂર્તિ સ્મૃતિગ્રંથ - વીરમગામ * વ્રજભૂષણજી ફત વૃત્તાંત મુક્તાવલિ, જામનગર, ૧૯૭૮ ૭૦ લાલદાસ મહારાજ કૃત ‘બીતક”, સંપાદક વિમલા મહેતા—નવી દિલ્હી. * પં. કૃષ્ણદા શાસ્ત્રી 'શ્રી નિજાનંદ ચરિત્રામૃત', જામનગર * લલ્લુ ભટ્ટ કૃત ‘વર્તમાન દીપક', જામનગર. * નિશ્રીલાલ શર્મા, મહાપ્રભુશ્રી પ્રાણનાથજી : જીવનસાહિત્ય એવં સાંસ્કૃતિક અધ્યયન,' પન્ના (મ.પ્ર.) *. આપ પીઠાધિશ્વર આચાર્ય શ્રી સૂર્યનારાયણજી મહારાજ ‘પરમધામ’ સુરત. * ડૉ. કમલા શર્મા ‘‘ધર્મ સમન્વય’’ ઉદાતા મામતિશ્રી પ્રાણનાથજી નવી દિલ્હી. * ડૉ. પ્રતાપસિંહ મુખારયા, ‘મહામતિ પ્રાણનાથ ઔર સર્વધર્મ સમન્વય' નવી દિલ્હી. * ગોરેલાલ તિવારી, બુંદેલખંડકા સંક્ષિપ્ત ઇતિહાસ' * વિમલા મહેતા ‘શ્રી મુકુન્દદાસ નવરંગસ્વામી વાણી' સંક્ષિપ્તમ પરિચય નવી દિલ્હી. * પુરુષોત્તમ દયાલ, ‘સંત સુવાસ’ અમદાવાદ. * ભોગીલાલ ગાંધી, પુરુષાર્થની પ્રતિમા' વડેદરા * ધર્મયુદ્ધ' પ્રકાશક : ગોપાલદાસ સુરા - મોડાસા . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy