SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ . લીધેલી. આજે પણ અનેક જગ્યાએ સંત બાલક સાહેબના સ્મૃતિચિહ્નો મૌજૂદ છે. શ્રી મથુરાદાસ લાલજીદાસ ગાંધી. મથુરાદાસ ગાંધીનો જન્મ વિ.સં. ૧૯૩૧ અષાઢ વદ આઠમ (ઇ.સ. ૧૮૭૬)ના રોજ પિતા લાલજીદાસ ગાંધીને ત્યાં સાબરકાંઠા જિલ્લાના મોડાસા ગામે થયેલો. તેઓ થર્ડગ્રેડની પરીક્ષા પાસ કરીને દહેગામની પ્રાથમિકશાળામાં શિક્ષક તરીકે જોડાયા. તે પછી ઈ.સ. ૧૮૯૨માં રૂપાલ અને ૧૮૯૪માં સીણાવાડ જાગીરના કામદાર તરીકે અને મોટી મોટી જાગીરના કારભારી તરીકે કામગીરી બજાવેલી. સ્વમાની દેશપ્રેમી સ્વભાવને કારણે ઈ. સ. ૧૯૦૫માં બંગભંગની લડત વખતે કારભારીપણું છોડીને આઝાદીની લડતમાં જોડાયા અને મોડાસામાં જ શંકર રામજી ધર્મશાળામાં મળેલી સાબરકાંઠાની પ્રથમ રાજકીય સભામાં પ્રથમ રાજકીય ભાષણ આપીને સાબરકાંઠા જિલ્લામાં ચાલેલી આઝાદીની લડતનું સુકાન સંભાળેલું. તેમણે કલકત્તામાં બે માસ રોકાઈને સ્વદેશી ચળવળનો અભ્યાસ કરી વિદેશી કાપડ અને વિદેશી ખાંડનો ત્યાગ કર્યો અને ગાંધીજીએ ચીંધેલા બહિષ્કારાત્મક કાર્યક્રમો, વિદેશી કાપડ, સરકારી નોકરીઓ, અંગ્રેજી શિક્ષણ, અદાલતો, ધારાસભાની ચૂંટણીઓનો બહિષ્કાર તથા પંચાંગી રચનાત્મક કાર્યક્રમો, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એક્તા, રાષ્ટ્રીય શિક્ષણ અને ખાદી પ્રવૃત્તિની મોડાસા પ્રદેશમાં જોરદાર ચળવળ ચલાવી. ઈ. સ. ૧૯૩૦ના એપ્રિલમાં લસુંદ્રાથી કાચું મીઠું લાવીને જાહેર સભામાં વહેંચ્યું તેથી ૧૨-૭-૧૯૩૦ના રોજ તેમની ધરપકડ થઈ. સાબરકાંઠાની એ પહેલી ધરપકડ હતી. એમને નવેક માસ જેલવાસ ભોગવવો પડેલો. ઇ. સ. ૧૯૪૨ની ‘હિંદ છોડો' લડતમાં તેમણે ભોગીલાલ ગાંધી, રમણલાલ સોની, પૂનમચંદ પંડ્યા વગેરેનો સાથ લઈ હડતાલો પડાવવી, ભૂગર્ભ પત્રિકાઓ વહેંચવી, ટપાલપેટીઓ બાળવી, તારનાં દોરડા તોડવાં, થાંભલા ઉખાડવા, સરકારી મકાનો પર સળગતા કાકડા ફેંકવા વગેરે પ્રવૃત્તિઓ ચલાવી હતી. મથુરાદાસ ગાંધીએ ઇડર અને માલપૂર રાજયમાં પ્રજાકીય મંડળોની આગેવાની લઈને રાજાઓ સામે જોરદાર પ્રજાકીય આંદોલનો ચલાવ્યાં હતાં. તેના પરિણામ સ્વરૂપ સાબરકાંઠાના તમામ દેશી રજવાડાઓએ ૧૦મી જૂન ૧૯૪૮ના રોજ મુંબઈ પ્રાંત સાથે જોડાવું પડ્યું હતું. મથુરાદાસ ગાંધીએ સાબરકાંઠામાં ચાલેલી આઝાદીની લડતમાં સિંહફાળો આપ્યો હતો. એટલું જ નહિ લડતના આદિ, મધ્ય અને અંત સુધી તેઓ ટકી રહેલા. આઝાદી બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા લોકસેવાનું કાર્ય કરેલું. ૨-૮-૧૯૫૭ના રોજ ૮૨ વર્ષની વયે તેમનું અવસાન થયેલું. બૃહદ્ ગુજરાત રમણલાલ સોની શ્રી રમણલાલ સોનીનો જન્મ સાબરકાંઠાના મોડાસા ગામે ઇ.સ. ૧૯૦૮માં થયો હતો. શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ મોડાસા મ્યુનિસિપાલિટીમાં નોકરીએ જોડાયા હતા. ઇ. સ. ૧૯૨૮ સુધી ત્યાં કાર્યરત રહી ઇ. સ. ૧૯૨૮માં તેમણે ‘ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં ‘ગ્રામસેવાની તાલીમ લીધી અને ઇ. સ. ૧૯૨૯માં મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. એ અરસામાં સાબરકાંઠામાં મથુરાદાસ ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલતી આઝાદીની લડતમાં તેઓ જોડાયા. શ્રી રમણલાલ સોનીએ આઝાદીની લડતમાં ભૂગર્ભપત્રિકાઓના પ્રચારનું કાર્ય સંભાળેલું. ઇ. સ. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ વખતે તેઓ ધંધુકા, ધોલેરા અને રાણપુરના સત્યાગ્રહમાં જોડાયા હતા. તેમણે ધોલેરાથી લાવેલું મીઠું જાહેરસભામાં વહેંચ્યું હતું. ૪-૨-૧૯૩૧ના રોજ તેમણે સાબરકાંઠાની લડતમાં પાંચમા સરમુખત્યાર તરીકે જાહેર સભા ભરી હતી. એ સભામાં તેમણે રચેલી અને અંગ્રેજ સરકારે જપ્ત કરેલી યુદ્ધગીતોની પુસ્તિકા “રણનાદ’ની પ્રતો અને બિનજકાતી મીઠું વહેચ્યાં હતાં. ઉશ્કેરાયેલી અંગ્રેજ પોલીસે આથી પૂર્વચેતવણી વગર લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. રમણલાલ સોનીની ધરપકડ થયેલી અને એમને આઠમાસની જેલની સજા કરવામાં આવી હતી. રમણલાલ સોનીએ દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, કોમીએક્તા, ખાદી પ્રવૃત્તિ, રાષ્ટ્રીયશિક્ષણ, વસ્તીગણતરી બહિષ્કાર ઝૂંબેશ, સવિનય કાનૂન ભંગ, દેશી રજવાડાઓ સામે પ્રજાકીય લડતો, હિંદ છોડો ચળવળ વગેરેમાં ભાગ લઈ અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો. શ્રી રમણલાલ સોની સારા કવિ અને સાહિત્યકાર પણ હતા. તેમણે રચેલાં સંગ્રામ ગીતો અને યુદ્ધગીતોએ સમગ્ર ગુજરાતમાં આઝાદીની લડતનું વાતાવરણ જમાવવામાં અને ટકાવી રાખવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમના ‘રણનાદ’નામના સંગ્રહમાં ૩૭ યુદ્ધગીતો અને ૨૧ સંગ્રામ ગીતો હતાં. ‘પડઘમ’ અને “ધર્મયુદ્ધ' સામયિકોએ તેજાબી લખાણ દ્વારા જુવાળ ઊભો કર્યો હતો. આઝાદી પછી દેશી રાજયોના વિલીનીકરણમાં, જિલ્લા કોંગ્રેસના અગ્રણી તરીકે નોંધપાત્ર ભાગ ભજવેલો. ઇ. સ. ૧૯૫૨માં ધારાસભાની ચૂંટણી પણ જીતેલા. તેઓ ઉત્તમ સાહિત્યકાર તરીકે પુરસ્કૃત થયેલા. પૂનમચંદ જેશંકર પંડ્યા શ્રી પૂનમચંદ પંડ્યાનો જન્મ સાબરકાંઠા જીલ્લાના મેઘરજ ગામે જેશંકરભાઈને ત્યાં થયેલો. તેમણે મેઘરજમાં પ્રાથમિક શિક્ષણ , પૂરું કરી પ્રાથમિકશાળામાં શિક્ષક તરીકે જીવનની શરૂઆત કરેલી. એ અરસામાં ડૉ. ગિરીશકુમાર શર્માએ મોડાસામાં શરૂ કરેલી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy